September 18, 2021

ખેડુસમાજ માટે ગર્વની વાત: બનાસકાંઠાના આ યુવાખેડૂતે ફ્રાન્સમાં યોજાનાર સેમિનારમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ

Share post

દેશના ખેડૂતો અનેકવિધ પ્રગતિઓ હાંસલ કરીને સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વગાડતા હોય છે ત્યારે હાલમાં આવી જ એક જાણકારી સામે આવી રહી છે.સમગ્ર વિશ્વમાં કૃષિક્ષેત્રમાં બદલાવ, ઇકોસિસ્ટમ, પુનર્જીવન, આરોગ્ય તથા સાર્વભૌમત્વ જેવા વિષયો પર વાતચીત તેમજ સમસ્યાઓના નિવારણ માટે દર વર્ષે સેમિનારનું આયોજન કરવામાં આવે છે.

જેમાં આ વર્ષ દરમિયાન યુરોપમાં આવેલ ફ્રાન્સમાં યોજાનાર સેમિનારમાં ગુજરાતમાંથી માત્ર 3 લોકોની પસંદગી કરવામાં આવી છે. જેમાં એક વ્યક્તિ બનાસકાંઠા જિલ્લામાંથી આવે છે. ત્રણેય પ્રગતિશીલ ખેડૂતો સપ્ટેમ્બર માસમાં ફ્રાન્સમાં યોજાનાર સેમિનારમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. દર વર્ષે સમગ્ર વિશ્વના કોઈ એક દેશમાં ઓર્ગેનિક વર્લ્ડ કોંગ્રેસ અંતર્ગત ખેડૂતો, વૈજ્ઞાનિકો તથા સંશોધકોનો એક સેમિનારનું આયોજન કરવામાં આવે છે.

જેમાં સમગ્ર વિશ્વમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંશોધનો, ટેકનોલોજી તથા સમસ્યાઓના નિવારણ માટે વાતચીત કરવામાં આવે છે. આ વર્ષ દરમિયાન પણ યુરોપનાં ફ્રાન્સમાં આગામી 6 થી 10 સપ્ટેમ્બર સુધી આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાથી એકમાત્ર યસ પઢીયાર સહિત ગુજરાતમાંથી 3 ખેડૂતોની પસંદગી કરવામાં આવી છે.

બનાસકાંઠાના પાલનપુરમાં રહેતા યશ પઢિયાર પણ છેલ્લા 8 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરી રહ્યાં છે. આટલું જ નહીં પણ તેઓ ઉત્પાદન કરેલ માલ સમગ્ર વિશ્વમાં પણ વેચી રહ્યા છે. એક બાજુ ખેડૂતો કૃષિ વિષયક સરકારના નિર્ણયોની વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ યશ પઢીયાર જેવા કેટલાંક ખેડૂતો પોતાનો અલગ માર્ગ બનાવીને ખેડૂત હોવાનો ગર્વ મહેસુસ કરી રહ્યાં છે.

આગામી 6 સપ્ટેમ્બરનાં રોજ તેઓ ફ્રાન્સમાં યોજાનાર ઓર્ગેનિક વર્લ્ડ કોંગ્રેસ દ્વારા આયોજિત સેમિનારમાં જશે. લોકોના સ્વાસ્થ્ય માટે ગુણકારી સારું અનાજ કઈ રીતે ઉત્પનન કરાય તથા તેમાં આવતી સમસ્યાઓનું કઈ રીતે સમાધાન થઈ શકે તેના પર પોતાના વિચારની રજુઆત કરશે. યશ પઢીયાર જણાવે છે કે, ઓર્ગેનિક વર્લ્ડ કોંગ્રેસ માટે મારી પસંદગી કરવામાં આવી હોવાથી હું ખૂબ જ ખુશ છુ તેમજ ખેડૂત હોવાનો ગર્વ અનુભવું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post