September 26, 2021

મહિલાઓ માટે પૂરું પાડ્યું ઉત્તમ ઉદાહરણ: ફક્ત 100 જ રૂપિયામાં શરુ કરેલ બીઝનેસમાંથી હાલમાં કરે છે મબલખ કમાણી

Share post

સોશિયલ મીડિયા પર અનેકવાર કેટલીક પ્રેરણાદાયક કહાનીઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે. જ્યારે આપણે બધું જ મહેનતથી ભેગું કરીએ અને પછી એક જ ઝટકામાં એ બધો સમાન કોઈ ચોરી કરીને લઈ જતું રહે તો કેટલું ખરાબ લાગે તમે જ વિચારી જુઓ, પણ આપણે તો માણસ છીએ સાહેબ.

હારવું આપણી ફિતરતમાં નથી. આજે અમે આપની માટે કંઈક એવી જ કહાની લઈને સામે આવ્યા છીએ છે. તામિલનાડુની રહેવાસી Elavarasi Jayakanth હાલમાં કેરળમાં આવેલ થ્રિસૂરમાં રહે છે. Aswathyotchips પ્રમાણે તેનો પરિવાર 45 વર્ષ અગાઉ મદુરાઈથી થ્રિસૂર સિફ્ટ થઈ ગયો હતો. તેમની અહીં સુધી પહોંચવાની કહાની ખૂબ જ રસપ્રદ તેમજ સંઘર્ષથી ભરપુર છે.

તેનું પરિવારનું અહીં મીઠાઈ બનાવવાનું કામ હતું. અભ્યાસ પૂર્ણ કર્યા પછી Elavarasi Jayakanthના લગ્ન કરી દેવામાં આવ્યા હતાં. આની સાથે જ  પોતાના પરિવારના રસ્તાએ ચાલી પડ્યા હતાં. તેણે પણ મીઠાઈનું જ કામ શરુ રાખ્યું હતું. તેણે પોતાના પરિવારની પાસે જ બધુ બનાવવાનું શીખ્યું તેમજ તેણે લોકલ સ્ટોર્સમાં વેચવાની શરૂઆત કરી હતી.

તેમણે પોતાના પરિવારની પાસે વિચારો લઈને બચત 50 લાખ રૂપિયાની લોન લઈ લીધી હતી. તેનાથી તેણે વર્ષ 2010મા એક સુપર માર્કેટ સ્ટોર ખોલ્યું હતું. અહીં સુધી કે, કુલ 50 લોકો તેની પાસે કામ કરતાં હતા પણ વર્ષ 2011 માં તેના સ્ટોરમાં ચોરી થઈ ગઈ હતી તેમજ તેણે બધુ જ ગુમાવી દીધું હતું. તેણે બધુ ગુમાવ્યા છતાં એ તૂટી નહીં.

તેણે પોતાને તેમજ પોતાના બિઝનેસને ફરીથી ઊભો કર્યો હતો. Aswathi Hot Chips નામથી તેણે બિઝનેસની શરૂઆત કરી હતી. આ બિઝનેસ તેણે માત્ર 100 રૂપિયાથી શરૂ કર્યો હતો. હાલમાં થ્રિસૂરમાં તેનાકુલ  4 આઉટલેટ છે. અહીં અનેકવિધ વેરાઇટિની ચિપ્સ, અથાણાં તથા કેક મળે છે. વર્ષ 2019મા તેની આ મહેનત અને લગનને જોઈ તેને International Peace Council UAE Award ‘Best Entrepreneur પણ મળ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post