September 23, 2021

વપરાયેલી ચા પત્તીને ફેંકી ન દેતા, આ રીતે ખેતીમાં એનો ઉપયોગ કરવાથી પાક ઉત્પાદનમાં થશે બમણો વધારો

Share post

હાલમાં આપને ખુબ ઉપયોગી થાય એવી જાણકારી સામે આવી રહી છે. ઘરમાં મફતમાં ખુબ સારી ગુણવત્તાનું ખાતર બનાવી શકાય છે. ગુજરાતના તમામ ઘરોમાં ચા બનાવવામાં આવતી હોય છે. હોટેલ, રેસ્ટોરન્ટ અથવા તો ચાની કીટલી પર પણ ચાના પાંદડાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.  જેમાં મોટા ભાગે ચાપત્તીને કચરામાં ફેંકી દેવામાં આવે છે.

ચાની ઉકાળેલી ભૂકી મોટાભાગે ખુબ સારી રીતે વિઘટીત થઈ જાય છે. ચા ની પત્તીનો ફરીથી ઉપયોગ ખાતર બનાવવામાં કેટલાંક ખેડૂતોએ શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતમાં માથાદીઠ વર્ષે 1 કિલો ચા પત્તી ઉપયોગ થતી હોય તો 7 કરોડ કિલો એકત્ર કરવામાં આવે તો તેનું શ્રેષ્ઠ ખાતર તૈયાર થઈ શકે છે. ગાંધીનગર કૃષિ ભવનના અધિકારીઓ જણાવે છે કે, ચા ફેંકી દેવાની જગ્યાએ તેનું ખાતર ઘરના બગીચા માટે શ્રેષ્ઠ પોષક તત્વો ધરાવે છે.

શહેરોમાં ટેરેસ ગાર્ડનની ખેતી કરતાં લોકો ચાના પાનનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. છોડ માટે પૌષ્ટિક ખાતર બનાવવા માટે ચાના પાંદડાનો ઉપયોગ કરવામાં આવે છે. ચાની પત્તી ઘરની લીલોતરી અનેકગણી વધારી શકે છે. સફાઈ કામદારો હોટલ, ચાની દુકાનમાંથી ચાના પાંદડા એકત્ર કરીને મોટો ઉદ્યોગ બની શકે છે કે, જેમાં 4% નાઇટ્રોજન, મીનરલ, પોટેશિયમ, ફોસ્ફરસ તેમજ કેટલાંક સુક્ષ્મ પોષકતત્ત્વો રહેલાં હોય છે.

આની સાથે જ ફાયદાકારક સુક્ષ્મસજીવો ચાની પત્તીથી વધારો થાય છે. ચાના પાંદડામાં એન્ટી ઓક્સિડેન્ટ જોવા મળતાં હોય છે. ભીના કચરાની સાથે ચાના પાનને ભેળવીને ખાતર બનાવી શકાય છે. ચાના પાંદડાનું ખાતર બનાવવાની રીત ખુબ આસાન છે. નશીલી ચા બનાવવા માટે તેમાં આદુ, તુલસી, એલચી, ઔષધિઓ હોય છે. જેમાં દૂધ તથા ખાંડ હોય છે કે, જેને થોડા કાણા વાળા માટીના વાસણમાં નાંખીને સીધો સૂર્યપ્રકાશ ન આવે તે રીતે રાખવામાં આવે છે.

ત્યારબાદ તે પોતે સડવાનું શરૂ કરી દેશે. એક મહિના બાદ, તેમાં સફેદ રંગના સ્તર પર ફૂગ બનવાં લાગશે. જેમાંથી ચાના પાનને કંપોઝિટ કરવાનું શરૂ કરે છે. ફક્ત 3 મહિનામાં ખાતર તૈયાર થઈ જાય છે. તડકામાં તેને સૂકવીને ખેતર અથવા તો ઘરના ટેરેસ પર છોડને તે માટી સાથે ભેળવીને આપી શકાય છે.  એક વાસણ ભરાઈ જાય એટલે અન્ય એક વાસણમાં ચા પત્તી નાંખવામાં આવે છે.

જેમાં બીજા વૃક્ષના પાન ભેળવીને 20 દિવસમાં ખાતર તૈયાર થઈ શકે છે. વપરાયેલી ચાના પાંદડાઓનું સેન્દ્રિય ખાતર બનાવવા માટે કેટલીક સંસ્થા કામ કરી રહી છે. જૈવિક ખાતરથી ગુલાબ જેવા ફૂલ, ચમેલી, મેરીગોલ્ડ વગેરે ફૂલો સુંદર તથા ખુબ લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે. ચાના પાંદડાઓમાં કેટલાંક તત્વો જોવા મળે છે કે, જે છોડ માટે ખૂબ ફાયદાકારક છે. નેચરલ ચા ખાતરના પેકેટ બનાવીને એનું વેચાણ કરવામાં આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post