September 17, 2021

પોલીસની નાની એવી બેદરકારીને લીધે એકસાથે 5 ગૌમાતાનાં થયા દર્દનાક મોત- સમગ્ર ઘટના જાણી આંખમાંથી આંસુ સરી પડશે

Share post

હાલમાં એક સમાચારને લઈ જાણકારી સામે આવી રહી છે. ગેરકાયદેસર રીતે થઈ રહેલ દારૂના વેચાણનો ધંધો સમગ્ર મધ્ય પ્રદેશમાં ફેલાયેલો છે. દારુનો કાયદો ગમે તેટલો સરકાર કડક કરે પરંતુ વહીવટી તંત્ર તથા બૂટલેગરોની મિલીભગતને લીધે ગેરકાયદેસર  રીતેદારૂ પર પ્રતિબંધ સંપૂર્ણપણે લાગતો નથી. હાલમાં મધ્યપ્રદેશમાં આવેલ મુરૈના જિલ્લામાં ઝેરી દારૂ પીવાને લીધે કુલ 24 લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે.

આ ઘટના હજુ પણ લોકો ભૂલી શક્યા નથી ત્યાં તો મધ્યપ્રદેશમાં આવેલ દતિયા જિલ્લાનાં ઇંદરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારનાં ગામમાં દારુને લીધે એક-બે નહીં પરંતુ કુલ 5 ગાયના મોત થયાની ઘટના સામે આવી રહી છે. આ ગાયના મોતની પાછળ સ્થાનિક પોલીસની બેદરકારી સામે આવી રહી છે. આ બેદરકારી પોલીસે દારુના અડ્ડા પર કરેલી રેડ વખતે થઈ હતી. કુલ 5 ગાયના મોત પોલીસની બેદરકારીને લીધે લોકોમાં રોષનો માહોલ ફરી વળ્યો છે.

ગ્રામજનો દ્વારા પોલીસ પર આરોપ મુકવામાં આવ્યો છે કે, થોડા દિવસો અગાઉ પોલીસે ગેરકાયદેસર રીતે કરી રહેલ દારૂનાં અડ્ડા પર દરોડો પાડ્યો હતો. આ દરોડા વખતે પોલીસને અડ્ડામાંથી નકલી દારુનો ખુબ મોટો જથ્થો મળી આવ્યો હતો. આની સાથે જ પોલીસ દ્વારા નકલી દારુના મુદ્દામાલને કબજે કરવાને બદલે નાશ કરવાનો વિચાર કર્યો હતો.

દરોડા પાડતી વખતે પોલીસે દારુની ભઠ્ઠીને પણ તોડી નાંખવામાં આવી હતી. જેને લીધે બૂટલેગરો ફરીથી આ દારૂની ભઠ્ઠી પર દારૂ બનાવી શકે નહીં. આની ઉપરાંત કાચો દારુ તથા ગોળને જમીન પર ઢોળી નાંખીને તેનો નાશ કરવામાં આવ્યો હતો. ત્યારપછી આ દારુ ગામની ગાયોએ પાણી સમજીને પી લીધો હતો. જેને લીધે ગાયોની તબિયત લથડવા લાગી હતી.

ત્યારબાદ એક પછી એક એમ એકસાથે કુલ 5 ગાયોના કરુણ મોત થયા છે. પોલીસની આવાં પ્રકારની બેદરકારીને લીધે સ્થાનિક લોકોમાં રોષનો માહોલ ફરી વળ્યો છે. પોલીસની બેદરકારીને લીધે ગામલોકોએ વિરોધ શરૂ કર્યો છે. બજરંગ દળ, કોંગ્રેસ તથા ભાજપના નેતાઓએ પણ ગાયોના મૃતદેહને માર્ગ પર મૂકીને વિરોધ પર ઉતરી આવ્યા છે. ગામના લોકોની માંગણી રહેલી છે કે, આ ઘટનામાં જે કોઈપણ જવાબદાર તેમની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવેશે.

ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ બાબતે પોલીસ અધિકારી અશોક ચૌહાણે તપાસ કરતાં આરોપીઓની વિરુદ્ધ કાર્યવાહી કરવાની ગામલોકોને બાંહેધરી આપવામાં આવી છે. હાલમાં ગાયોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ એટલા માટે કરવામાં આવ્યું છે કે, ગાયોના મોત પાછળનું સાચું કારણ જાણવા મળી શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post