September 18, 2021

ભારતની આ નદીનું ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલું છે આ ખાસ રહસ્ય- જાણીને પગ નીચેથી જમીન સરકી જશે

Share post

વિષ્ણુ ભગવાનને પણ પથ્થર બનવું પડ્યું તેમજ જંતુઓ એવી દશા કરે છે કે, વાત ના પૂછો. પવિત્ર નદી નારાયણી (ગંડક)માં શ્રાપને લીધે ભગવાન વિષ્ણુ (ઠાકોરજી) પથ્થરનાં રૂપમાં રહે છે. શ્રાપનાં પ્રભાવનાં લીધે પથ્થર રૂપી ભગવાનને જંતુ (કીડા)ઓ કોતરે પણ છે. હિમાલયમાંથી નીકળીને નેપાળનાં રસ્તે કુશીનગર થઈને પટના પાસે ગંગામાં ભેગી થનારી નારાયણીને પુરાણો-ગ્રંથોમાં ખુબ જ પવિત્ર કહેવામાં આવી છે.

હિમાલય પર્વત શૃંખલાનાં ધૌલાગિરિ પર્વતનાં મુક્તિધામમાંથી નીકળતી ગંગા નદીની સપ્તધારામાંથી એક છે. આ નદી તિબ્બત તેમજ નેપાળમાંથી નીકળીને ઉત્તર પ્રદેશ રાજ્યનાં મહારાજગંજ, કુશીનગર થઈને બિહારનાં સોનપુર નજીક ગંગા નદીમાં ભળે છે. આ નદીને મોટી ગંડક, ગંડકી, શાલિગ્રામી, નારાયણી, સપ્તગંડકી વગેરે નામોથી ઓળખાય છે.

નદીની 1310 KM લાંબી સફરમાં બધા ધાર્મિક સ્થળ છે. આ નદીમાં મહાભારત કાળમાં ગજ તેમજ ગ્રાહ (હાથી)નું યુદ્ધ થયું હતું, એમાં ગજની પોકાર સાંભળીને વિષ્ણુ ભગવાનએ ત્યાં પહોંચીને એનો જીવ બચાવ્યો હતો. જરાસંધનાં વધ બાદ પાંડવોએ આ પવિત્ર નદીમાં સ્નાન કર્યું હતું. આ નદીમાં સ્નાન તેમજ ઠાકોરજીની પૂજાથી જન્મમરણથી મુક્તિ મળે છે.

વૃંદાનાં શ્રાપથી પથ્થર ભગવાન બની ગયા હતા : ગંડક નદી તેમજ ભગવાનનાં પથ્થર બનવાની અનેક રોચક કથા વર્ણવી છે. શંખચૂડ નામનાં દૈત્યની પત્ની વૃંદા વિષ્ણુ ભગવાનની પરમ ભક્ત હતી. તે ભગવાનને તેનાં હૃદયમાં ધારણ કરવા ઇચ્છતી હતી. પતિવ્રતા વૃંદા સાથે છળ કરવાને લીધે વૃંદાએ ભગવાનને પથ્થર બનવા તેમજ જંતુ (કીડા)ઓએ કોતરાવાનો શ્રાપ આપ્યો હતો. ભક્તનાં શ્રાપનો આદર કરીને ભગવાન પથ્થરનાં રૂપમાં ગંડક નદીમાં મળે છે. વિષ્ણુ ભગવાનનાં જે શાલિગ્રામ રૂપની પૂજા થાય છે, તે મહત્વનો પથ્થર આ નારાયણી (ગંડક) નદીમાં જ મળે છે.

ગંડક નદીમાં ઠાકોરજીનાં 33 પ્રકાર મળે છે :
ગંડક નદીમાં ઠાકોરજીની જે આકૃતિ મળે છે, એમાં વિષ્ણુ ભગવાનનો વાસ રહેલો હોય છે. નદીમાં મળતા પથ્થર જીવિત હોય છે તેમજ તે વધતા રહે છે. 1 દ્વાર, 4 ચક્ર શ્યામ વર્ણની શીલાને લક્ષ્મી જનાર્દન કહેવાય છે. 2 દ્વાર, 4 ચક્ર, ગાયનાં ખુર (ચોપગાની ખરી) વાળી શીલાને રાઘવેંદ્ર કહેવાય છે.

2 સૂક્ષ્મ ચક્ર ચિન્હ તેમજ શ્યામ વર્ણ શીલાને દધિવામન કહેવાય છે. નાના-નાના 2 ચક્ર તેમજ વનમાળાનાં ચિન્હવાળી શીલાને શ્રીધર કહેવાય છે. મોટી તેમજ સંપૂર્ણ ગોળ, 2 નાના ચક્રવાળી શીલાને દામોદર નામ આપ્યું છે. આ રીતે જુદી જુદી શીલાને રણરામ, રાજરાજેશ્વર, અનંત, સુદર્શન, મધુસુદન, હયગ્રીવ, નરસિંહ, વાસુદેવ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ, અનિરુદ્ધ જેવાં નામોથી પુંજાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post