September 18, 2021

ઘરમાં શિવલિંગની સ્થાપના કરતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, નહી તો તમારું ધનોતપનોત નીકળી જશે

Share post

સામાન્ય રીતે મંદિરમાં જે દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે, તેમની પૂજા અર્ચના કરવા માટે ઘરના મંદિરમાં એમની પ્રતિમાઓ અથવા તો ફોટા રાખવામાં આવે છે. તમામ દેવી-દેવતાની પૂજાથી સંબંધિત કેટલાક નિયમો પણ છે. જેનું યોગ્ય પાલન કરવાથી સકારાત્મક પરિણામ મળે છે. શનિ દેવ હોય કે ભૈરવ દેવ, ઘરના મંદિરોમાં તેમની પૂજાની વ્યવસ્થા કરવામાં આવી નથી. તેવા ઘરમાં શિવલિંગની સ્થાપના કરવી જોઈએ. ઘરમાં શિવલિંગની સ્થાપના કરવાની મનાઈ કરવામાં આવે છે પરંતુ છેવટે કેમ તમે ઘરમાં શિવલિંગ ન રાખવું જોઈએ?

ઘરમાં શિવલિંગની પૂજા કરવી સરળ નથી :
હકીકતમાં ભગવાન શિવની ઉપાસનાનું પ્રતિક ‘શિવલિંગ’ અપાર શક્તિનું પ્રતિક રહેલું છે. તેથી તેનું ઠંડુ રહેવું પોઝિટિવ એનર્જી માટે ખુબ જરૂરી છે. મંદિરમાં સ્થાપિત કરવામાં આવેલ શિવલિંગ પર સતત અથવા તો આવનાર ભક્તગણ પાણી ચડાવતા રહેતાં હોય છે અથવા તો શિવાલિંગ પર એક જળથી ભરેલ લોટો લટકાવીને શિવલિંગ ઉપર સતત પાણી ચડાવવામાં આવતું હોય છે.

શિવલિંગમાંથી સતત ઉર્જા બહાર નીકળતી રહેતી હોય છે, જે આજુબાજુનું હવામાન સકારાત્મક તેમજ શુભ રાખે છે પરંતુ આ અપાર ઉર્જાને મંદિરમાં તો પૂરતી જગ્યા તથા પાણી મળતું રહે છે, પરંતુ ઘરમાં સ્થાપિત કરવામાં આવેલ શિવલિંગ પર સતત જલાભિષેક કરવો સંભવ નથી તેમજ શિવલિંગની પૂજા અર્ચના સાથે સંબંધિત અન્ય નિયમોનું યોગ્ય પાલન કરવું આસાન હોય છે.

અપાર શક્તિ બની શકે છે મુશ્કેલીનું કારણ :
ઘરમાં સ્થાપિત કરવામાં આવેલ શિવલિંગથી એટલી શક્તિ ઉત્સર્જિત થાય છે કે, ઘરમાં કેટલીક મુશ્કેલીઓનું કારણ બની શકે છે. જેથી માથાનો દુ:ખાવો, માનસિક ચિંતા, શારિરીક બિમારીઓ તથા ક્રોધ વગેરે મુશ્કેલીઓ આવી શકે છે. આ અતિ ઊર્જા ખાસ કરીને તો ઘરની સ્ત્રીઓને વધુ નુકસાન પહોંચાડે છે, જેનાથી તેમના તનાવ, સ્ત્રી રોગ ઉભા થઇ શકે છે. ઘરમાં કંકાસની પરિસ્થિતિ ઊભી થઇ શકે છે.

શિવલિંગને બંધ રૂમ અથવા તો અંધારા વાળી જગ્યામાં ન રાખવી જોઈએ :
શિવલિંગને ક્યારેય પણ અંધારા વાળી જગ્યા અથવા તો બંધ રૂમમાં રાખવી જોઈએ નહી. આવું કરવાથી શિવલિંગ નેગેટિવ એનર્જી ઉત્સર્જિત કરવા લાગે છે, જેનું પરિણામ ખુબ ભયાવહ હોય શકે છે. આ તમામ બાબતોને લીધે, શક્તિના સાક્ષાત સ્વરૂપ શિવલિંગને ઘરમાં રાખવી જોઈએ નહી. શિવલિંગને સતત જલાભિષેકની જરૂર હોય છે, જે માત્ર મંદિરમાં જ સંભવ છે. આની સાથે જ મંદિરમાં આવનાર તમામ ભક્તને પણ શિવલિંગમાંથી શક્તિ મળે છે.

પૂજા ખંડમાં ન લઇ જવી જોઈએ આ વસ્તુઓ :
ઘરની અંદર ચંપલ અથવા તો બુટ પહેરીને જવું જોઈએ નથી. આવું કરવાંથી નકારાત્મક શક્તિ ઘરમાં પ્રવેશ કરે છે. આ જ વાત મંદિર માટે પણ માનવામાં આવે છે કે, ત્યાં ચામડામાંથી બનવામાં આવેલ વસ્તુઓ લઇ જવી જોઈએ નહી. મંદિરમાં મૃતકો તેમજ પૂર્વજોના ચિત્રો પણ લગાવવા જોઈએ નહી. ઘરમાં દક્ષિણ દિશાની દિવાલ ઉપર મૃતકોના ચિત્રો લગાવી શકાય છે પરંતુ મંદિરમાં રાખવા જોઈએ નહી. મંદિર નજીક ટોયલેટ હોવું જોઈએ નહી. ઘરના પૂજા રૂમની નજીક ટોયલેટ હોવું પણ અશુભ માનવામાં આવે છે. પૂજાનું સ્થાન હંમેશા ખુલ્લું રાખવું જોઈએ કે, જ્યાં સરળતાથી બેસી શકાય.

કુંવારી કન્યાએ શિવલિંગની પૂજા ન કરવી :
શાસ્ત્રોમાં સ્ત્રીઓ દ્વારા શિવલિંગની પૂજા વિશે એક વાત કહેવામાં આવી છે. કુવારી કન્યાઓએ શિવાલિંગનો સ્પર્શ કરવો જોઈએ નહી. શિવલિંગની પૂજાનો વિચાર પણ મનમાં લાવવો જોઈએ નહી. એવું માનવામાં આવે છે કે, લિંગમ લિંગનું પ્રતિનિધિત્વ કરે છે એટલે લીન્ગ્મ મહાદેવનું પ્રતિક તેમજ પુરુષની રચનાત્મક ઉર્જા છે. મહાદેવ સદા તપસ્યામાં લીન રહે છે. તેમની તપસ્યા ભંગ ન થઇ જાય એની માટે સ્ત્રીઓને શિવલિંગને સ્પર્શ ન કરવાનું સૂચન આપવમાં આવે છે.

અંગુઠાથી મોટું શિવલિંગ હોવું જોઈએ નહી :
શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, જો આપણે ઘરના મંદિરમાં શિવલિંગ રાખીએ તો શિવલિંગ આપણા અંગુઠાના આકાર કરતા મોટુ હોવું જોઈએ નહી. નાનું શિવલિંગ શુભ ફળ આપે છે. બીજા દેવી દેવતાઓની મૂર્તિઓ પણ નાના કદની રાખવી જોઈએ. ઘરના મંદિરમાં નાના કદની મૂર્તિઓ રાખવી ઉત્તમ માનવામાં આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post