September 17, 2021

જાણો શું કામ ખેતીમાં કરવો જોઈએ ડ્રોનનો ઉપયોગ? ખેડૂતોને થશે ગજબના ફાયદાઓ

Share post

તમે ખેતીમાં ડ્રોનનાં ઉપયોગ અંગે તો સાંભળ્યુ જ હશે. ડ્રોન એક માનવરહિત હવામાં ઉડનાર વાહન છે ડ્રોનમાં અલગ અલગ ઉપકરણો જેવા કે, સેંસર્સ, ઇન્ફ્રારેડ કેમેરા તેમજ જી.પી.એસ. હોય છે તેમજ ડ્રોન સુચિત કરેલા કામો નિર્ધારીત જ્ગ્યા તેમજ સમય પર પૂર્ણ કરે છે. ડ્રોન 2 પ્રકારનાં હોય છે.

1.પુર્ણ સ્વચાલીત
2.રીમોટથી કાબૂ કરેલ

એમ તો ડ્રોનનો ઉપયોગ છેલ્લા ઘણા સમયથી થઇ રહ્યો છે પરંતુ પ્રારંભમાં ડ્રોનનો ઉપયોગ યુધ્ધમાં અને જનીનમાં ખનીજોની ઉપલ્ભતાની જાણકારી અને કુદરતી આપદાઓ સમયે હવાઇ સર્વેક્ષણ અને ત્વરિત ગતીએ વસ્તુઓ એક્થી બીજી જ્ગ્યા પર પહોચાડવા માટે કરવામાં આવતો. ખેતીમાં ડ્રોનનો ઉપયોગ સૌથી પહેલા પશ્ચિમી દેશોમાં 1980 નાં દશકામાં ચાલુ થયો હતો જેનાં લીધે ખેત ઉત્પાદન તેમજ ખેડુતની આવક્માં નોંધપાત્ર વધારો થયો છે.

સાધારણ રીતે ખેતીમાં ડ્રોનનો ઉપયોગ નીચે જણાવેલ કાર્યોમાં થાય છે.

ખેતની જમીન તેમજ તેમનું પ્રુથ્થકરણ કરવા માટે:
ખેતરની જમીનની ગુણવત્તા, ફળદ્રૂપતા, જ્મીનમાં રહેલ ભેજનાં ટકા અને અલગ અલગ પોષક તત્વો વિશેની સચોટ માહીતી મેળવવા માટે તેમજ તેનાં આધારે સમયસર વાવણી, પિયત તેમજ ખાતર અંગે નિર્ણય લેવા માટે.

પાકનાં વાવેતર માટે:
વધારે વિસ્તારમાં તેમજ ઓછા સમય તેમજ ખર્ચમાં એક સરખી વાવણી કરવા માટે ડ્રોન ખુબ અનુકુળ છે કેમ કે, હાલ એવા ડ્રોન વિકસાવવામાં આવ્યા છે જે પધ્ધતિસર પાક્ની વાવણી કરી શકાય છે જેનાંથી સમયમાં 75% તેમજ વાવણી ખર્ચમાં 85% સુધીની બચત થઇ શકે છે. આ પધ્ધતિથી ખાસ કરીને વનવિભાગએ મોટા પાયે જંગલમાં બિજ વાવેતર કર્યું છે.

પાકમાં દવાનો છંટકાવ કરવા માટે:
સમગ્ર વિસ્તારમાં  ખેતરના કોઈ એક ભાગમાં રોગ, જીવાત અથવા નિંદામણનો ઉપદ્રવ થયો હોય તો ડ્રોન દ્વારા તે જ્ગ્યા પર યોગ્ય પ્રમાણમાં દવા છાંટી ઉપદ્રવને કાબુમાં લાવી શકાય. આ ઉપરાંત વધુ ઉંચાઇવાળા પાકો જેવા કે નારેળી, સોપારી, ખારેક અને આંબા વિગેરેમાં ડ્રોનથી દવા છાંટવાનું કાર્ય સહેલાઇથી થઇ શકે છે અને સમય અને પૈસા બન્નેની બચત થાય છે.

પાકમાં પિયતનું નિયમન અને વ્યવસ્થા માટે: પાકને ક્યારે અને કેટલું પાણી આપવું તે પણ ડ્રોનમાં રહેલા વિવિધ ઉપકરણો દ્વારા નક્કી કરી શકાય છે અને ખેતરના કયા ભાગમાં  ભેજની અછત છે તે જાણી શકાય છે. આ માહિતીનો ઉપયોગ કરી ખેડુતમિત્રો અનુકુળ સમયે પાકને પિયત અને ખાતરનું આયોજન કરી શકે છે.

પાક્માં થયેલ નુકસાનીના સર્વેક્ષણ માટે: વિમા કંપનીઓ અતિવૃષ્ટિ, આગ અથવા પૂર જેવી કુદરતી આપદાઓ તેમજ રોગ જીવાતથી થયેલ નુકસાનની સચોટ માહિતી ડ્રોન દ્વારા મેળવે છે અને તેનો ઉપયોગ કરી વીમાની રકમ ચુકવે છે.

ડ્રોનના ઉપયોગથી થતા ફાયદા:
સમયસર અને સુરક્ષિત કીટ નાશકોનો છંટકાવ કરી પાકને બચાવી શકાય છે. આ ઉપરાંત સમયસર પાક ઉપ્તાદનની કામગીરી થવાથી વધુ ઉત્પાદન મળે છે.

ડ્રોન દ્વારા કામ ઝડથી થવાથી સમયની બચત થાય છે.

સરકારી સંસ્થાઓ અને વિમા કંપનીઓ ઓછા સમયમાં મોટા વિસ્તારમાં વધુમાં વધુ ખેડુતમિત્રો સુધી સેવા પહુંચાડી શકે છે.

ખેતીમાં ડ્રોનના ઉપયોગથી થતા ફાયદાને અનુલક્ષીને આપણા દેશમાં ડ્રોનનો ખેતીમાં ઉપયોગ દિવસે દિવસે વધતો જાય છે. સરકાર દ્વારા પણ આવી તક્નીક્ને પ્રોત્સાહન આપવા માટે નવા નવા સંશોધનો થઇ રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post