September 18, 2021

આવો જાણીએ જ્યોર્તેશ્વર મહાદેવ મંદિરનાં પૌરાણિક ઇતિહાસ વિશે- ખાસિયતો જાણીને આંખો પહોળી થઈ જશે

Share post

સમગ્ર દેશમાં એવાં કેટલાંક મંદિરો આવેલા છે કે, જેનો ઇતિહાસ ખુબ જ રસપ્રદ છે ત્યારે હાલમાં આવા જ એક મંદિરને લઈ જાણકારી સામે આવી છે. ઉત્તરાખંડનાં ચમોલી જિલ્લામાં આવેલ જોશીમઠ નગરમાં જ્યોર્તેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. આ મંદિરનું પૌરાણિક મહત્ત્વ ખૂબ જ વધુ રહેલું છે. બદ્રીનાથના ધર્માધિકારી ભુવનચંદ્ર ઉનિયાલના જણાવ્યા મુજબ શંકરાચાર્યજીએ દેશમાં કુલ 4 મઠની સ્થાપના કરી હતી. જેમાંથી સૌપ્રથમ મઠ જ્યોર્તિમઠમાં બનાવવામાં આવ્યો હતો.

મંદિરમાં કલ્પવૃક્ષ છે :
અહીં જ્યોર્તેશ્વર મહાદેવ મંદિર છે. આદિ ગુરુ શંકરાચાર્યજીએ અંદાજે 5 વર્ષ સુધી આ સ્થાન પર બેસીને તપસ્યા કરી હતી. બદ્રીનાથ ધામના કપાટ બંધ થયા બાદ આદિ ગુરુ શંકરાચાર્યજી સતત 6 મહિના સુધી આ સ્થાન પર નિવાસ કરતાં હતાં. આ જગ્યાની એક ખાસિયત તો એ છે કે, જ્યોર્તેશ્વર મહાદેવ મંદિરની પાછળ એક કલ્પવૃક્ષ આવેલું છે.

આ વૃક્ષને શંકરાચાર્યજીના સમયગાળાનું માનવામાં આવે છે. આ મંદિરમાં પૂજારી ઉનિયાલ પરિવારના લોકો હોય છે. હાલમાં ઉનિયાલ પરિવારના પૂજારી મહિમાનંદ ઉનિયાલ આ મંદિરના પૂજારી છે. ચામોલીથી જોશીમઠ અંદાજે 101 કિમી દૂર આવેલું છે. અહીં પહોંચવા માટે પ્રાઇવેટ ટેક્સી અથવા તો અન્ય સાધન આસાનીથી મળી જાય છે.

ઠંડીના દિવસોમાં નરસિંહ મંદિરમાં બદ્રીનાથની પૂજા થાય છે :
ઠંડીના દિવસોમાં જ્યારે બદ્રીનાથ ધામના કપાટ બંધ રહેતાં હોય છે ત્યારે આવા સમયમાં જોશીમઠના નરસિંહ મંદિર બદ્રીનાથની ગાદી વિરાજિત હોય છે. અહીં ભગવાન બદ્રીનાથની પૂજા કરવામાં આવે છે. આની સાથે જ સંપૂર્ણ વર્ષ દરમિયાન નરસિંહ મંદિરમાં શ્રદ્ધાળુઓ દર્શન કરવાં માટે આવે છે. આ શહેર રાજ્યના પ્રસિદ્ધ પર્યટન સ્થળ ઔલી નજીક આવેલ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post