September 21, 2021

પ્રકૃતિના આ 4 નિયમો જીવનમાં ઉતારશો તો કોઈ દિવસ દુઃખી થવાનો વારો નહિ આવે

Share post

અવારનવાર રાજ્યમાં અતિભારે વરસાદ તથા શિયાળામાં કડકડતી ઠંડીને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવતી હોય છે. આની સાથે પહેલાના સમયમાં કેટલીક ભવિષ્યવાણી કરવામાં આવી હોય એ હાલના સમયમાં સાચી પડી રહી છે ત્યારે હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે. પ્રકૃતિના કુલ 4 કડવા નિયમો છે કે, જે આજદિન સુધી સનાતન સત્ય સાબિત થયા છે. તો આવો જાણીએ આ 4 નિયમો વિશે વિગતવાર…

1.જો ખેતરમાં બીજ રોપવામાં ન આવે તો કુદરત ખેતરને નકામા ઘાસથી ભરી દેતી હોય છે. તેવી જ રીતે જો મનમાં સકારાત્મક વિચારોનું બીજારોપણ ન થાય તો પછી નકારાત્મક વિચારો આપોઆપ તેનું સ્થાન લઈ લે છે અને પછી મન નકારાત્મક વિચારોથી ભરાઈને એક ડસ્ટબીન બનીને રહી જાય છે.
અર્થ: મનને ક્યારેય નવરું નહીં રાખવાનું. મનને સકારાત્મક વિચારોમાં પ્રવૃત્ત રાખીને રચનાત્મક કાર્યમાં વ્યસ્ત અને મસ્ત રાખવાનું. જો એમ નહીં કરો તો મન માત્ર ડસ્ટબીન બની જશે.

2. જેની પાસે જે હોય તે જ તે બીજાને આપતો રહે છે. ઉદાહરણ તરીકે સુખી માણસ સુખ જ વહેંચે, દુ:ખી માણસ દુ:ખ જ વહેંચે, જ્ઞાની માણસ જ્ઞાન જ વહેંચે, ભ્રમિત થયેલો ભ્રમ જ ફેલાવે, ડરેલો માણસ ડર જ વહેંચે છે.
અર્થ: આથી જે હકારાત્મક વિચારો ફેલાવતો હોય કે જે સુખ, ખુશી, સંતોષ અને આનંદ વહેંચતો હોય તેની જ સંગત કરવી. નકારાત્મક વિચારો ફેલાવવાવાળાની સંગત કરવાથી તમારું મન પણ તેની સાથે સાથે એક ડસ્ટબીન જ બની જશે.

3.માણસે જે મળે તેને પચાવતા શીખવું જોઈએ. જો પચાવી ન શકો તો ભોજન ન પચે તો રોગોનું ઘર થાય, પૈસા ન પચે તો દેખાડો અને દંભ વધી જાય, વાત ન પચે તો ચાડી-ચુગલી વધી જાય, પ્રસંશા ન પચે તો અહંકાર વધી જાય, નિંદા ન પચે તો દુશ્મની વધતી જાય, દુ:ખ ન પચે તો નિરાશા વધતી જાય, સુખ ન પચે તો પાપ વધતાં જાય છે.
અર્થ: જે સમયે જે મળે તેને પચાવીને જીવન જીવવું એ જ સર્વશ્રેષ્ઠ ઉપાય છે. જ્યારે જે મળે તેની સામે કયારેય પ્રશ્ન ઉભા ન કરવા કે તેનાથી ક્યારેય નિરાશ ન થવું. જે મળે તેને ઈશ્વરના આશીર્વાદ સમજીને સ્વીકારીને જીવનમાં આગળ વધતાં રહેવું એ જ સાચો માર્ગ છે.

4. એક જ કેરીના જ બે ટુકડા કરો. એક ટુકડાને ખાંડની ચાસણીમાં અને બીજા ટુકડાને મીઠું લગાવીને મુકી દો. થોડા દિવસ પછી ખાંડની ચાસણીમાં જે ટુકડો છે તે મુરબ્બો બની જશે જ્યારે જેના ઉપર મીઠું લગાવ્યું હતું તે અથાણાંનો ભાગ બની જશે. એક જ કેરીના બે ટુકડા: એક મીઠાશ આપશે તો બીજો તીખાશ આપશે.
અર્થ: તમે જેવા બનવા માંગતા હો તેવા માહોલમાં તમારે રહેવું જોઈએ. કારણ કે તમારા વિકાસ ઉપર તમારી આજુબાજુનો માહોલ બહુ જ અસર કરતો હોય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post