September 26, 2021

ગુજરાતના આ ખેડૂતે સરગવાની ખેતીમાં એવો તો શું જાદુ કર્યો કે, PM મોદીથી લઈને લાખો લોકો કરી રહ્યા છે વાહ વાહ!

Share post

હાલમાં એક સફળતાની કહાની સામે આવી રહી છે. આજે અમે તમને એક એવા ખેડૂતની સાથે જણાવવા જઈ રહ્યાં છીએ કે, જે જૈવિક રીતે સરગવોની ખેતીની સાથે પાકનું પ્રોસેસિંગ પણ કરી રહ્યાં છે. ખેતીમાં ટેક્નીકના ઉપયોગથી આ ખેડૂત વાર્ષિક કુલ 40 લાખ રુપિયાની કમાણી કરી રહ્યાં છે.  આણંદ જિલ્લામાં આવેલ કુંજરાવ ગામના રહેવાસી દીપેન કુમાર શાહને સરગવાની જૈવિક ખેતી તેમજ તેના વેલ્યૂ એડિશનમાં પ્રયોગ માટે પણ જગજીવન રામ સન્માન સહિત કેટલાંક કૃષિ પુરસ્કારો પણ મળી ચૂક્યા છે.

તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 1997માં ધોરણ 12નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ ખેતી કરવા લાગ્યા હતાં. મારી પાસે માત્ર 20 એકર જમીન છે. પિતાજીની સાથે હું ટામેટાં, મરચા જેવા શાકભાજીની ઉપરાંત તમાકુની ખેતી પણ કરતો હતો. બાકી ખેડૂતની જેમ અમે પણ ખેતરમાં રસાયણનો ઉપયોગ કરી રહ્યાં હતાં. જો કે, અવારવાર મંડી તેમજ કૃષિ મેળામાં જવાથી અમને જૈવિક ખેતી સંબંધમાં અનેક માહિતી મળી હતી.

વર્ષ 2009માં તેમણે નક્કી કર્યું હતું કે, ધીમે-ધીમે તેઓ જૈવિક ખેતી બાજુ આગળ વધશે. જો કે, જૈવિક ખેતી પણ ત્યારે જ સફળ થાય કે, જ્યારે યોગ્ય માર્ગદર્શન મળી રહે. ખાસ તો શાકભાજીમાં જૈવિક ખેતીની શરુઆતમાં ખુબ સારી ઉપજ લેવી ખૂબ જ અઘરું બન્યું હતું. જેથી તે એવા કોઈ પાક ઉગાડવા અંગે વિચારવા લાગ્યા કે, જે જૈવિક પદ્ધતિથી જલદીથી સફળ થઈ જાય.

” હું શાકભાજી લઈને યાર્ડમાં ગયો હતો કે, જ્યાં મેં સરગવો વેચવા માટે આવેલ ખેડૂતોને જોયા હતાં. આ વાત વર્ષ 2010ની છે. મેં જોયું કે, તેમને યાર્ડમાંથી ખુબ સારો ભાવ મળી રહ્યો હતો. ખેડૂતોની સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું હતું કે, સરગવો ઉગાડવો ખુબ આસાન છે તેમજ ગરમ વિસ્તારમાં સારી રીતે ઉગાડી શકાય છે. બસ મેં તે સમયે જ નક્કી કર્યું હતું કે, આની પર હાથ અજમાવવો છે.

ઘર-પરિવારમાં તેમણે તમામ લોકોને રાજી કરી લીધા હતાં. કેટલાક જમીન પર તેમને પ્રયોગ કરવા જોઈએ. તેમનો આત્મવિશ્વાસને જોઈ તેમના પિતાએ તેને 5 એકર જમીન પર સરગવો લગાવવાની મંજુરી આપવામાં આવી હતી. શરુઆતના વર્ષથી જ તેમને સરગવાની ખુબ સારી ઉપજ મળી તેમજ માર્કેટમાં ખુબ સારો ભાવ પણ મળ્યો હતો. આની સાથે જ તેમને વધુ ખર્ચો પણ થયો ન હતો.

તેમણે કહ્યું હતું કે, સરગવો ગરમીમાં ખુબ સારો થાય છે. ત્યારબાદ જે જગ્યા પર થોડી ભીનાશ અથવા તો પછી વરસાદની ઋતુ હોય છે, ત્યાં તેનું ઉત્પાદન થતું નથી. જયારે ગુજરાતનું હવામાન હંમેશા ખુબ સારુ રહે છે. અહીં પર તે હવામાનમાં પણ સરગવાનું પાક લઈ શકીએ છીએ. જ્યારે અન્ય રાજ્યોમાં તેનું ઉત્પાદન ખુબ ઓછું થાય છે. શિયાળામાં તો અમને સારુ માર્કેટ મળી રહે છે. જો કે, ગરમીમાં તેની કિંમતમાં ઘટાડો થઈ જાય છે.

કારણ કે, તમામ જગ્યા પર તે મળી રહે છે. જેથી પાકનું વેચાણ કરવામાં થોડી મુશ્કેલી પડે છે. દીપેને આ સમસ્યાનું સમાધાન શોધવાનું શરુ કર્યું કે, છેવટે એવું શું કરવામાં આવે જેને કારણે સમગ્ર વર્ષ તેને સરગવાની ખેતીથી ખુબ લાભ થાય છે. આની માટે તેણે વિવિધ જગ્યા પરથી જાણકારી એકત્ર કરીને પ્રયોગ કર્યા હતાં. તેમણે અગાઉ પોતાના સંબંધી પાસેથી જાણ્યું હતું કે, બહારના દેશોમાં સરગવાની ડાળીઓને નાની નાની કાપીને એક ટિનના ડબ્બામાં પાણી તેમજ મીઠું ઘોળીને પેક કરવામાં આવે છે.

જેને ડાળીઓમાં કેનિંગ કરવાનું કહેવામાં આવે છે. તેમણે પણ આવો જ પ્રયાસ કરીને વેચવાની કોશિશ કરી હતી પણ તેમાં મહેનત તેમજ ખર્ચ એમ બન્ને ખુબ વધુ આવે છે. વર્ષ 2012-’13માં સરગવાને લઈ વધુ જાગૃતતા પણ ન હતી તેમજ મને તમામ લોકો સૂચન આપતા હતા કે, મારે સરગવાને છોડી હવે બીજા પાક બાજુ ધ્યાન આપવું જોઈએ. જેના વેલ્યૂ એડિશન માટે પણ હું વધુ રુપિયા લગાવી ચૂક્યો હતો. જો કે, સફળતા મળી ન હતી.

દીપેને વિચાર કર્યો હતો કે, જ્યારે હળદર અને મરચા વગેરેના પાઉડર બને છે તો સરગવો જ્યારે સૂકાઈ જાય તો તેનો પાઉડર પણ બની શકે છે. તેમણે મિક્સરમાં પાઉડર બનાવ્યો હતો. આ પાઉડરને સંભાર વગેરે બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેમણે અનુભવ્યું હતું કે, સરગવાનો પાઉડર નાખવાથી દાળ તથા શાકનો ટેસ્ટ વધી જાય છે.

તેમની પ્રોસેસિંગ યુનિટમાંથી દર વર્ષે અંદાજે 10-12 લોકોને રોજગારી પણ મળી રહે છે. આની ઉપરાંત વર્ષના માત્ર 3 મહિનામાં ખેતરોમાં કંઈ ખાસ કામ ન હોય તો મજૂરોની પાસે રોજગાર ન હોય ત્યારે તે સમયે પણ પ્રોસેસિંગ યુનિટમાં ખાસ્સું કામ હોય છે. આ 3 મહિના વખતે તેઓ 70 જેટલા મજૂરોને રોજગારી આપે છે. સરગવાની પ્રોસેસિંગ ટેક્નિક પર પણ તેમની પેટન્ટ રહેલી છે તેમજ તેમની પાસે એક્સપોર્ટ કરવાનું લાઈસન્સ પણ છે.

હાલમાં તો તે સરગવાની પ્રોસેસિંગ કરીને વાર્ષિક 40 લાખ રૂપિયાની કમાણી કરે છે. તેમનો ધ્યેય સરગવાની અનેકવિધ પ્રોડક્ટ્સ બજારમાં ઉતારવાનો છે. દીપેનની 15 કિલો સરગવાનો પાઉડરથી કુલ 15,000 કિલો સુધી સરગવાનો પાઉડર બનાવવાની સફર આસાન ન હતી. જો કે, તેમને પોતાના પર આત્મવિશ્વાસ હતો. જેને લીધે તેઓ બાકીના ખેડૂતોને જણાવતાં કહે છે કે, નાનામાં નાનો ખેડૂત પણ આજના સમયમાં પ્રોસેસિંગ મારફતે સારી એવી કમાણી કરી શકે છે.

જ્યારે હું મારી ઓળખ બનાવવામાં લાગ્યો ત્યારે સોશિયલ મીડિયાની પણ બોલબાલા ન હતી તથા ઈન્ટરનેટ તેમજ સ્માર્ટ ફોનની વધુ સુવિધા પણ ન હતી. જો કે, હવે તમને ગામમાં પણ વ્હોટ્સએપ, ફેસબૂક તથા ગૂગલની જાણ રાખનાર લોકો મળી જશે. ખેડૂતોને આગળ વધવા માટે ટેક્નીકનો ભરપૂર ઉપયોગ કરવો પડશે તેમજ પાકના વેલ્યૂ એડિશન પર ધ્યાન આપવું પડશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post