September 22, 2021

રાજ્યમાં પહેલીવાર આ પટેલ ખેડૂતે શરુ કરી ડચ રોઝની ખેતી અને પરિણામ એવું મળ્યું કે…

Share post

સોશિયલ મીડિયા પર અવારનવાર જગતનાં તાતની સફળતાની કહાનીઓ સામે આવતી રહ્યો છે. ગુજરાતનાં પ્રગતીશીલ ખેડૂતો કઈકને કઈક નવું કરી બતાવવાની ઇચ્છા ધરાવતાં હોય છે. હાલમાં આવી જ એક જાણકારી સામે આવી રહી છે. મઘમઘતા ગુલાબની ખેતીમાં રોકાણ કરીને સફળ ઉત્પાદન કર્યું હતું પરંતુ પ્રોપર માર્કેટ ન મળવાને લીધે ખેડૂતે પાછીપાની કરવી પડી હતી.

આવો જાણીએ શું કહે છે ખેડૂત આ વીશે. ગુજરાતમાં ગુલાબની ખેતીની વાત કરવામાં આવે એટલે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં આવેલ લક્ષ્મીપુરાના ખેડૂત રમેશભાઈ વિઠ્ઠલભાઈ પટેલનો ઉલ્લેખ ચોક્કસથી થતો હોય છે. ગુજરાતમાં ડચ રોઝની સફળ ખેતી માટે રમેશભાઈની ખ્યાતી ચારેયબાજુ પ્રસરી હતી. હાલમાં આને લઈ એક સમાચાર સામે આવી રહ્યાં છે.

ફૂલની સાથે શાકભાજીનું પણ કર્યું વાવેતર :
રમેશભાઈએ 50 એકર એટલે કે, 100 વિઘામાં ડચ રોઝની ખેતી કરી હતી. તેમણે તાઈવાનના પપૈયા તથા મરચાંનું પણ વાવેતર કર્યું હતું. આની સાથે જ આમળા, શક્કર ટેટી, તરબૂચ, લીંબુ, દુધી, રીંગણ, કોબીજ, બટાટા સહિત અનેકવિધ શાકભાજીનું પણ વાવેતર કર્યું હતું. આની સાથે જ કપાસ તથા દિવેલાની પણ ખેતી કરી હતી. આમ એકસાથે અનેકવિધ પાકોની ખેતી કરી હતી.

ખાસ પૂનાથી લાવ્યા હતાં છોડ :
રમેશભાઈ પૂનાથી ડચ રોઝના કુલ 7 લાખ છોડ લાવ્યા હતા. આ રોઝનો છોડદિઠ ભાવ નિભાવ ખર્ચ સહિત 5 રૂપિયા પડતો હતો તેમજ હોલેન્ડની ટીમ ખાસ આ ખેડૂતના ખેતરની મુલાકાત લેવા માટે આવી હતી. તેમના ગુલાબ ઈન ડિમાન્ડમાં રહેતા હતા. તેમને આ સમગ્ર પ્રોજેક્ટની પાછળ કુલ  1 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. ઉત્પાદન પણ ખુબ સારુ હતુ. દિલ્હી, મુંબઈ, જયપુર, અમદાવાદમાં ડચ રોઝ મોકલી દેવામાં આવતા હતા પણ ઉત્પાદનના પ્રમાણમાં રમેશભાઈને પ્રોપર માર્કેટ ન મળતા છેવટે તેમણે આ પાક કાઢી નાંખ્યું હતું.

શું કહે છે ખેડૂત રમેશભાઈ ?
રમેશભાઈ આ અંગે જણાવતાં કહે છે કે, મને ગુલાબના માત્ર 10થી 15 રૂપિયા મળતા હતા. આ જ ગુલાબ વેપારી 70 રૂપિયામાં વેચતા હતા. મને પ્રોપર માર્કેટ ન મળવાને લીધે  છેવટે મારે પાછુ હટવું પડ્યું હતું પરંતુ જો મને હજુ મોકો મળશે તો હું હજુ આવી ખેતી ફરીથી કરીશ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post