September 18, 2021

કૃષિકાયદા મુદ્દે જગતનાં તાતે PM મોદીના માતા હીરાબાને લખ્યો અત્યંત ભાવુક પત્ર- વાંચીને આંખોમાંથી આંસુ સરી પડશે

Share post

હાલમાં મોદી સરકારના 3 કૃષિ કાયદાની વિરુદ્ધ દેશના ખેડૂતોનું દિલ્હી બોર્ડર પર આક્રમક રીતે આંદોલન ચાલી રહ્યું છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. હજારો ખેડૂતોની સાથે દિલ્હીમાં એક મહિના કરતા પણ વધારે સમયથી આંદોલન કરી રહેલ પંજાબના એક ખેડ઼ૂતે PM નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીને એક ખુબ જ ભાવુક પત્ર લખ્યો છે.

પત્ર લખીને માતા હીરાબેનને ખેડૂત દ્વારા અપીલ કરવામાં આવી છે કે, તેઓ તેમના દીકરા નરેન્દ્ર મોદીને નવા કૃષિ કાયદાને રદ કરવાનું જણાવે છે. જેના વિરુદ્ધમાં સમગ્ર દેશમાં એક મોટું આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂતો દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે કે, હીરાબેન PM નરેન્દ્ર મોદીને પોતાનું મન બદલવા માટે તૈયાર કરવા માટે પૂરેપૂરી તાકાત લગાવી દેશે.

અનેક ભાવનાત્મક વાતોનો કર્યો ઉલ્લેખ :
પંજાબના ફિરોઝપુર જિલ્લામાં આવેલ એક ગામમાં રહેતાં ખેડૂત હરપ્રીત સિંહ દ્વારા લખવામાં આવેલ પત્રમાં PM નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીને અપીલ કરતા કેટલીક ભાવનાત્મક વાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે કે, જેમાં કડકડતી ઠંડીની વચ્ચે વિરોધ કરવા માટેની ખેડૂતોની મજબૂરી, કાયદાની વિરુદ્ધ સમગ્ર દેશના ખેડૂતોની માંગણી, દેશમાં ભૂખ ભાંગવાથી લઈને પોતાની સરહદોની સુરક્ષા કરવામાં ખેડૂતોનું યોગદાન જેવી વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પત્રમાં સમાવેશ કરેલ મુખ્ય વાતો :
પત્રમાં લખ્યું છે કે, હું આ પત્ર ખુબ જ ભારે મનથી લખી રહ્યો છું. તમે જાણતા જ હશો કે, સમગ્ર દેશને ખવડાવનાર અન્નદાતા 3 કાળા કાયદાને લીધે આ ભીષણ ઠંડીમાં દિલ્હીના માર્ગ પર સૂવા માટે મજબૂર બન્યાં છે. વૃદ્ધો, બાળકો, મહિલાઓ પણ આવી ઠંડીમાં આંદોલન કરવા માટે મજબૂર બન્યાં છે. ઠંડીને લીધે લોકો બીમાર પડી રહ્યા છે એટલે સુધી કે અનેક ખેડૂતો શહીદ પણ થઈ રહ્યા છે. આ હાલત આપણા તમામ લોકોની માટે ચિંતાનું કારણ બન્યું છે.’ આગળ લખવામાં આવ્યું છે કે, દિલ્હીની સરહદો પર આ શાંતિપૂર્ણ આંદોલન 3 કાળા કાયદાને લીધે થયું છે કે, જે અદાણી, અંબાણી તથા અન્ય કોર્પોરેટ પરિવારોને ઈશારે પાસ કરવામાં આવેલ છે.

‘માતા જ આપી શકે છે પુત્રને આદેશ’ :
હરપ્રીત સિંહ ગત વર્ષ સપ્ટેમ્બર મહિનામાં સંસદ દ્વારા પસાર કરવામાં આવેલ કાયદાના વિરોધમાં દોઢ મહિના કરતા પણ વધારે સમયથી દિલ્હી તથા આજુબાજુના હજારો ખેડૂતોની સાથે આંદોલન કરી રહ્યા છે. થોડા દિવસ અગાઉ હરપ્રીત સિંહને શિમલામાં પરવાનગી વિના પ્રદર્શન કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. જો કે, થોડા દિવસ બાદ તેમને જામીન પર છોડી મૂકવામાં આવ્યા હતાં.

પત્રમાં તેમણે લખ્યું હતું કે, આ પત્ર હું ખુબ જ આશા સાથે લખી રહ્યો છું. તમારા દીકરા નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી છે. તેઓ પોતાના દ્વારા પાસ થયેલા કૃષિ કાયદાને રદ કરી શકે છે. મારું માનવું છે કે, દુનિયામાં કોઈપણ વ્યક્તિ પોતાની માતાની વાત ટાળી શકે નહી. સમગ્ર દેશ તમારો આભાર માનશે. ફક્ત એક માતા જ પોતાના દીકરાને આદેશ આપી શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post