September 18, 2021

કચ્છનાં ખેડૂતોની દિન-રાત મહેનતને લીધે જગવિખ્યાત થયેલ ડ્રેગન ફ્રૂટ, હવેથી ગુજરાતમાં આ નામથી ઓળખાશે

Share post

આજના ખેડૂતો અનેકવિધ પાકોની ખેતી કરતાં થઈ ગયાં છે. આવા સમયની વચ્ચે હાલમાં ખેતીને લઈ એક સમાચાર સામે આવી રહ્યાં છે. અનેકવિધ ગુણકારી તત્ત્વો ધરાવતા ડ્રેગન ફ્રૂટનું સમગ્ર રાજ્યમાં ઉત્પાદન તેમજ ઉપયોગ એમ બંનેમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા હવે ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને ‘કમલમ’ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

CM વિજય રૂપાણી દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. તેઓ જણાવતાં કહે છે કે, ડ્રેગન ફ્રૂટ એવું નામ શોભતું નથી. આ ફળ મૂળ ચીનનું નહીં પણ આપણે ત્યાં છેલ્લા કેટલાંક વર્ષોથી ઉગાડવામાં આવે છે. કેક્ટસ જેવા છોડ ઉપર ઉગતા આ ફળનો ચ્યવનપ્રાશ તથા અન્ય ઔષધિઓમાં પણ ઉપયોગ કરવામાં આવે છે કે, જેથી અમે તેને નવું સંસ્કૃત નામ કમલમ આપ્યું છે.

આ નામ માટેની પેટન્ટ મેળવવાની પ્રક્રિયા હજુ શરુ છે. પેટન્ટ જ્યારે મળશે ત્યારે પણ અત્યારથી જ અમે તેને કમલમ તરીકે ઉલ્લેખવાનું શરૂ કર્યું છે. બીજી બાજુફ એવું કહેવામાં આવ્યું છે કે, કચ્છમાં થતી ખારેક સમગ્ર વિશ્વમાં ખુબ જાણીતી બની છે તેમજ તેનું એક્સપોર્ટ પણ વધ્યું છે ત્યારે આ ખારેકની ઇન્ડિયન ડેટ્સ(ખારેક)ના નામની પેટર્ન મેળવવા માટેની પણ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

ભાજપના કાર્યાલયોના નામ કમલમ એટલે ડ્રેગન ફ્રૂટનું નામ પણ કમલમ :
ચાઈનીઝ ડ્રેગન ફ્રૂટ હવે ગુજરાતમાં કમલમનાં નામથી ઓળખાશે. કારણ કે, આ ફ્રૂટ કમળ જેવું હોવાને લીધે તેમજ ભાજપના કાર્યાલયો પણ કમલમનાં નામથી હોવાથી કમલમ નામ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી. જેને પરવાનગી મળી ગઈ છે. ખુબ લાંબા સમયથી સમગ્ર રાજ્યમાં પણ બજારમાં ડ્રેગન ફ્રૂટ તરીકે ઓળખાતા લાલ તથા ગુલાબી રંગના ફળ મળ્યા છે તે કચ્છમાં ઉત્પાદિત થાય છે.

 અણી સાથે જ તેના દેખાવને આધારે તેને ડ્રેગન ફ્રૂટ નામ આપવામાં આવ્યું છે પણ હવે તે કમલમનાં નામથી ઓળખાશે. CM વિજય રૂપાણીએ જણાવતાં કહે છે કે, ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને કમલમ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી કે, જેને પરવાનગી મળી ગઈ છે એટલે હવે ડ્રેગન ફ્રૂટ ગુજરાતમાં કમલમનાં નામથી ઓળખાશે.

ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચને રાજ્ય સરકારે કમલમ નામની દરખાસ્ત મૂકી હતી :
ગુજરાત વન વિભાગે ‘ઇન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ’ને આ ફળનું નામ કમલમ કરવા એક દરખાસ્ત કરવામાં આવી હતી, આ ફળ કમળ જેવું લાગતું હોવાંથી ભાજપના વડામથક સહિતના કાર્યાલયોના નામ કમલમ રાખ્યા છે તેમજ ખેડૂતોએ તેને કમલમ ફ્રૂટ તરીકે પણ વેચવા માટેની તૈયારી કરી લીધી છે. નરેન્દ્ર મોદીએ 26 જુલાઈ વર્ષ 2020ની ‘મન કી બાત’માં પણ આ ફળનો ઉલ્લેખ કર્યો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post