September 18, 2021

ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે ‘કમલમ’ ફ્રુટ- વિઘાદીઠ જમીનમાં થશે બમ્પર કમાણી, જાણો વિગતે

Share post

ગુજરાતમાં ડ્રેગન ફ્રુટની ખેતીમાં સતત વધારો થવાં જઈ રહ્યો છે ત્યારે થોડા સમય પહેલાં જ રાજ્યના CM વિજય રુપાણી દ્વારા ડ્રેગન ફ્રૂટને કમલન નામ આપવામાં આવ્યું છે. ભારતમાં સૌથી વધારે ખેતી કરતા ખેડૂત ગુજરાતના ખેડૂતો અંગે તેમજ કાલના ડ્રેગન ફ્રૂટ તથા આજના કમલમની ખેતી વીશે જાણીએ. આ પાકની ખેતીમાંથી ખેડૂતોને બમણી કમાણી થશે.

ક્યાં ક્યાં થાય છે આ ફળની ખેતી ?
ભુજ તાલુકામાં આવેલ માનકુવા, કોડકી, નારાણપર, માધાપર, કેરા, ફોટડી, અંજાર, અબડાસા, માંડવી, મુંદ્રા, નખત્રાણા, ભચાઉ, રાપર સહિત અનેકવિધ તાલુકાઓમાં કમલમની ખેતી કરવામાં આવે છે. હાલમાં માર્કેટમાં આ ફળના ભાવો ખુબ વધારે રહેલાં છે. જેને લીધે ખેડૂતોને સારા એવાં ભાવ મળી રહેવાથી ખુબ સારી એવી કમાણી પણ થશે.

કમલમ ફ્રૂટની ખેતી તથા આવક :
પ્રગતિશીલ ખેડૂતે 1 વિઘામાં 6 ફૂટના 800 પોલ પર ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરવામાં આવ્યું હતું કે, જેમાં ફક્ત 18 મહિનામાં કુલ 299 કિલો ડ્રેગન ફ્રૂટ ઉતરે છે કે, જેમાં માત્ર એક કિલોના કુલ 200 રૂપિયા ફળ મળે છે એટલે તેમની આવક 18માં મહિનાથી શરૂઆત થઈ ગઈ હતી કે, જે 60,000 રૂપિયા જેટલી હતી. જે હવે ક્રમશ: સતત વધી રહી છે તથા દર વર્ષે વધારો થશે.

કેટલું આપે છે ઉત્પાદન?
કચ્છનું રણ હોય કે કચ્છી કળા તરીકે વિશ્વફલક પર ખુબ પ્રખ્યાત બન્યો છે.  કુદરતને ખોળે શુદ્ધ હવામાનમાં અતિ રળિયામણી દેખાતું આ ખેતર કચ્છમાં આવેલ અજાર તાલુકામાં આવેલ વાવડી ગામના હરેશભાઈની વાત કરવાં માટે જઈ રહ્યાં છીએ. હવે વિદેશમાં ઉગતા કમલમ કચ્છમાં વાવેતર કરી રહ્યા છે. તેઓ કમલમનું વાવેતર કરી રહ્યા છે.

હરેશભાઈ વાડીમાં ઉગતા કમલમ ફૂટ વિદેશમાંથી તેમણે બિયારણ તૈયાર કર્યું  છે. હાલમાં તેમણે ખેતરમાં ખારેકની સાથે જ કમલમનું પણ વાવેતર કરવામાં આવ્યું છે. વિદેશમાં ઉગાડતા કમલમમાં ઉગતા ડ્રેગન કરતા અનોખી સીસ્ટમ વિકસાવી હતી કે, જેને લીધે હાલમાં હરેશભાઈએ ઉગાડેલી કમલમ વાવેતર ટેક્નોલીજી વિકસિત દેશોમાં ટક્કર આપે છે.

વિયેતનામમાં થતા પ્લાસિક પ્લાસ્ટિક પાઈપના પોલને બદલે સિમેન્ટ પોલ બનાવીને કર્યું કમલમનું વાવેતર :
સમગ્ર વિશ્વનાં જે દેશોમાં આ ફળનું ઉત્પાદન કરવામાં આવે છે તેમાં વિયેતનામનું નામ અગ્રેસર રહેલું છે. અહીં હજારો  હેક્ટર જમીનમાં લાખો ટન ફળનું ઉત્પાદન કરવામાં આવે છે. જે મોટાભાગે ચીન, સીંગાપોર, યુરોપના દેશો, અમેરીકા, જાપાન, કેનેડા તથા ઇન્ડોનેશિયા જેવા દેશોમાં નિકાસ કરવામાં આવે છે. જો કે, વોઇદેશ્નોઇ ટેકનોલોજી પરિચય મેળવીને કચ્છના હરેશભાઈએ અનોખી તેક્નોલીજી વિકસાવીને તેમાં તેમને ચીનમાં થતા પોલ તથા વિયેતનામ થતા  પ્લાસ્ટિક પાઈપના પોલને બદલે સિમેન્ટ પોલ બનાવીને કમલમનું વાવેતર કરવામાં આવ્યું  છે.

ડ્રેગનને હવે કમલમ નામ પણ આપવામાં આવી :
ભારતમાં સર્વ પ્રથમ કેરલાના ખેડૂતોએ ડ્રેગન ફ્રૂટની ખેતી આજથી 5 વર્ષ પહેલા શરૂઆત કરી હતી. આની ઉપરાંત હવે પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં આ પળની બાગાયતી ખેતીમાં સતત વધારો થઈ રહ્યો છે. આની સાથે જ  ગુજરાતમાં આવેલ કચ્છમાં પણ તેનો સર્વપ્રથમ પ્રયોગ કરવામાં આવ્યો હતો.  ભારતમાં તેમજ તેમાં પણ ગુજરાતનાં સાહસિક ખેડૂતોએ ડ્રેગન ફ્રૂટનું વાવેતર કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં કર્યું છે. તેમના અનૂભવ મુજબ આ ફળ ખુબ સારો નફો રળી આપે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post