September 17, 2021

ધોરાજીના પ્રગતિશીલ પટેલ ખેડૂતભાઈએ નજીવી કિંમતમાં વિકસાવી અનોખી ટેકનોલોજી- આ રીતે થશે મદદરૂપ

Share post

હાલમાં દેશના ખેડૂતો પ્રગતીશીલ બન્યાં છે ત્યારે આધુનિક સમયમાં ટેકનોલોજીની મદદથી અનેકવિધ શોધ કરતાં હોય છે ત્યારે હાલમાં આવી જ એક અનોખી શોધને લઈ સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2021માં સમગ્ર ગુજરાતમાં હળદરનું માત્ર 4500 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. હળદર અનેકવિધ રોગોમાં ઉપયોગી સાબિત થાય છે.

હળદરનું તેલ ગાંઠમાંથી બનાવવામાં આવે છે. તેના પાન ખેડૂતો ફેંકી દેતાં હોય છે પરંતુ ગુજરાતના ધોરાજીના ખેડૂત હરસુખ હીરપરાએ હળદરના લીલા છોડના પાનમાંથી તેલ કાઢવાની નવી ટેકનોલોજી વિકસાવી છે. તેઓ હળદરના પાનમાંથી તેલ કાઢીને માત્ર 1 કિલોના 900 રૂપિયાના ભાવે વેચાણ કરી રહ્યાં છે. ખેડૂતો પાનને ફેંકી દેતાં હોય છે અથવા તો ખાતર બનાવતાં હોય છે.

નવી ટેકનિકથી હવે તે વેસ્ટથી બેસ્ટ બની ગઈ છે. બાયપ્રોડક્ટ બની ગઈ છે. હળદરના પાનમાંથી તેલ નિકળે એ ખુબ અસમાન્ય બાબત છે. તેઓએ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી છે. લીલા પાનના જથ્થામાંથી માત્ર 1% તેલ કાઢે છે. લીલા પાનમાંથી તેલ 1 % નિકળે છે પરંતુ પીળા પાનમાંથી એટલું તેલ નિકળતું નથી. તેલનો રંગ પારદર્શક હોવાથી એનો ઉપયોગ સાબુ બનાવવામાં, પીઠી ચોળવા, ખુશબુ માટે, ચહેરાનો રંગ ઉઘાડવા માટે કરવામાં આવે છે.

આયુર્વેદિક દવા :
આની સાથે જ આયુર્વેદિક દવા બનાવવા માટે તેલણ ઉપયોગ કરવામાં આવે છે. આયુર્વેદિક વસ્તુઓ બનાવવા માટે અથવા તો દવા બનાવવા માટે ભરપૂર માત્રામાં હળદરનો ઉપયોગ કરવામાં આવે છે.

હોટેલોમાં વધારે પડતો વપરાશ :
તેલ સૌથી વધારે હોટેલમાં વાપરવામાં આવે છે. જેનો ઉપયોગ શાક, દાળ અથવા તો ભાતમાં તે એક ટીપું નાંખવાથી અનોખી ખુશ્બુ આવે છે. આ ખુશ્બુ હોટેલના કાયમી ગ્રાહકો બનાવી આપવામાં આવે છે. પ્રખ્યાત હોટેલ પોતાની નામના મેળવવા માટે હળદરના તેલનો ઉપયોગ કરતાં હોય છે.

મસાલા ઉદ્યોગ :
ગુજરાતની કેટલીક મસાલા કંપનીઓ અથવા તો વેપારી હળદરની ખૂશ્બુમાં વધારો કરવા માટે આ તેલનો ઉપયોગ કરવામાં આવે છે. મસાલા ઉદ્યોગમાં તે સારા એવા પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે. હળદરની ફ્લેવરમાં વધારો કરવાં માટે એનો ઉપયોગ કરવામાં આવે છે.

હાઈડ્રો વોટર :
પાનમાંથી તેલ બનાવતી વખતે તેમાંથી તે પાણી નિકળે તે પણ ખુબ ઉપયોગી સાબિત થાય છે. હાઈડ્રો વોટરમાં  હળદળની સુગંધ આવે છે. આની સાથે ખાવાપીવાની વાનગીઓમાં વાપરી શકાય છે.

ખેતરમાં જંતુ નાશક :
હાઈડ્રો વોટરનો ઉપયોગ ખેતીમાં કરી શકાય છે. આનું પાણી ફૂગ અથવા તો ફૂગજન્ય રોગને નાબૂદ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેના વપરાશથી નાની જીવાત અથવા તો ફૂદાનો વિનાશ કરી શકાય છે. ખેતરમાં તે પંપથી સીધું જ છાંટી શકાય છે.

હળદરના એક કિલોના રૂ.300 મળે પણ તેની સાથે તેલના 500થી 900 કિલાના ભાવે મળે છે. વળી હાઈડ્રોવોટરને પણ ખેડૂતો વેંચી શકે છે.

મશીન :
હળદરનું તેલ કાઢવા માટે જે મશીન આવે છે તે સ્ટેનલેસ સ્ટીલનું માત્ર 8 કલાકમાં કુલ 300 કિલો પાનથી તેલ અલગ કરી શકે એવું કુલ 2.50 લાખરૂપિયામાં આવે છે. અંદાજે 500 કિલોનુ 4 લાખ રૂપિયામાં આવે છે. એરોમેટીક મીશન અંતર્ગત સરકાર દ્વારા 5 લાખ રૂપિયા સુધીના મશીન પર કુલ 50% સબસિડી આપવામાં આવે છે. બળતણ તરીકે લાકડા, ઈલેક્ટ્રિસીટી અથવા તો ગોબર ગેસનો ઉપયોગ કરી શકાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post