September 26, 2021

આ પટેલ ખેડૂતભાઈએ એક જ એકરમાંથી કરી 15 લાખની મબલખ કમાણી- જાણો કેવી રીતે?

Share post

દેશના ખેડૂતો પ્રગતીશીલ બન્યાં છે. આની સાથે જ અનેકવિધ પાકોની ખેતી સહિત વિદેશી ફળોની પણ કરવાં લાગ્યા છે ત્યારે હાલમાં આવી જ એક સફળ ખેડૂતની કહાની સામે આવી છે. કૃષિ આધારિત રોજગારી ધરાવતા શિનોર તાલુકો સમગ્ર વડોદરા જિલ્લામાં અગ્રેસર રહ્યો છે. શિનોર તાલુકામાં આવેલ બાવળિયા ગામના ખેડૂતે સજીવ ખેતી કરીને ગુજરાતમાં નામ રોશન કર્યું છે.

આની સાથે જ શિનોર તાલુકામાં આવેલ તેરસા ગામના યુવાખેડૂત ભાવેશભાઈ કનુભાઈ પટેલ જેઓએ MSC નો અભ્યાસ કર્યો છે. ટ્યૂશન ક્લાસ ચલાવવાના વ્યવસાયની સાથે તેઓ પોતાના તેરા ગામમાં ખેતીનો નવતર પ્રયોગ કરીને સર્વોત્તમ ઉત્પાદન મેળવી રહ્યા છે. આજથી અંદાજે 7 વર્ષ પહેલાં તેઓએ પોતાના ખેતરમાં પરવરના માંડવા બનાવીને શાકભાજીની ખેતી કરીને નવતર ચીલો પાડ્યો હતો.

પરવરની ખેતીમા સફળ થયા પછી તેઓએ ગત વર્ષે થાઈલેન્ડના જામફળની વાવણી પોતાના ખેતરમાં કરી હતી તેમજ આ નવતર ખેતીથી ફક્ત 1 એકર જમીનમાંથી કુલ 15 લાખ રૂપિયાની આવક ઊભી કરીને ખેડૂતોની માટે દીવાદાંડી સમાન બન્યા છે. ગત વર્ષે તેઓએ છત્તીસગઢથી થાઈલેન્ડના વન કેજી જામફળનું વાવેતર કર્યું હતું.

આ જામફળનું વાવેતર કર્યાં પછી થોડા સમયમાં જ જામફળના ગઢ મોટા થઈ જાય છે તેમજ જામફળની ઉપજની શરૂઆત થઈ જાય છે. ગત વર્ષે કોરોનાને લઈ તેઓ આ ખેતીમાં ખુબ નફો મેળવી શક્યા ન હતા પણ આ વર્ષ દરમિયાન જામફળની ખેતી તેઓની ઉત્તમ રહી છે. ભાવેશભાઈ પટેલ જણાવે છે કે, છત્તીસગઢથી જામફળની કલમો લાવીને એક એકરમાં અંદાજે 530 જેટલા વૃક્ષનું વાવેતર કર્યું હતું.

સૌપ્રથમ વર્ષે આ જામફળો ફ્રુટ બજારમાં વેચવા જવું પડતું હતું પણ તેઓના ગુણવત્તાયુક્ત વન કેજી જામફળનો ઉતારો ખુબ સારો રહેતા હવે વેપારીઓ તેમના ખેતરેથી માલ લઈને જઈ રહ્યાં છે. આ વર્ષે તેઓએ 2 ટન જેટલા જામફળનો ઉતારો થાય તેવી આશા દાખવી છે. તેઓ કહે છે કે, આ ગામ ફળમાં છોડ ઉપર જામફળ પાકી જાય તો પડી જતા નથી. અંદાજે 15 દિવસ સુધી આ જામફળ ઝાડ ઉપર રહે છે. જેને લીધે ખેડૂતને ફળ બગડવાથી નુકસાન થવાનો ડર રહેતો નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post