September 23, 2021

આ ખાસ પદ્ધતિથી સાત-સાત ફૂટ ઉંચી દૂધીની સફળ ખેતી કરી રહ્યા છે ખેડૂતો, જાણો કેવી રીતે?

Share post

સોશિયલ મીડિયા પર અવારનવાર પ્રગતીશીલ ખેડૂતોની કહાની સામે આવતી હોય છે. ઘણીવાર તો ખેડૂતો એવા પ્રકારની ખેતી કરતાં હોય છે કે, રેકોર્ડ સર્જાઈ જતો હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે. શું તમે ક્યારેય પણ 7  ફૂટ લાંબી દૂધી જોઈ છે? નહીં જ જોઈ હોય. આ કરામત ઉત્તર પ્રદેશમાં આવેલ સીતાપુર જિલ્લામાં રહેતા એક ખેડૂતે કરી બતાવી છે.

સીતાપુરના યુવા ખેડૂત આલોક પાંડેય અનેકવિધ શાકભાજીનું વાવેતર કરી રહ્યાં છે. તેમને ખેતરમાં 7 ફૂટ લાંબી દૂધી જોવા મળે છે. ખેડૂતના આ કારનામાને જોવા માટે ફક્ત આજુબાજુના જ નહીં પણ અન્ય કેટલાંક જિલ્લાઓમાંથી પણ લોકો આવતાં હોય છે. ઉત્તરપ્રદેશમાં આવેલ સીતાપુર જનપદના મિશ્રિખ બ્લૉકના ગોપાલપુરમાં રહેતા આલોક કુમાર પાંડેયે અવધ યુનિવર્સિટીમાંથી સ્નાતકનો અભ્યાસ કરેલો છે.

આની સાથે જ તેઓ PCSની તૈયારી પણ કરી રહ્યા છે. ખેતીનો શોખ હોવાને લીધે આલોકે પોતાની પરંપરાગત ખેતીને આધુનિક ટેક્નિકમાં પરિવર્તિત કરી દીધી છે. હવે આલોક માત્ર ધાન્ય પાકો જ નહીં પણ અનેકવિધ શાકભાજીની ખેતી કરી રહ્યાં છે. આલોક જણાવે છે કે, મેં શરૂઆત કેળાના પાકથી કરી હતી. મારી પાસે માત્ર 10 એકર જમીન હતી, જેમાં મેં કેળાનું વાવેતર કર્યું હતું.

આની સાથે જ તેમાં શિમલા મરચાનું પણ વાવેતર કરવામાં આવ્યું હતું. મારો પ્રયોગ સફળ રહ્યો હતો તેમજ મને ખૂબ સારો એવો નફો થયો હતો. કેળાનો પાક ખુબ સારો થયો હતો. તેને વેચવા માટે પણ બહાર ન જવું પડ્યું, કારણ કે, પાક ખુબ સારો હોવાને લીધે વેપારીઓ ખેતરમાંથી લઈ જતા હતા. આની સાથે જ જો સારી ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવે તો માત્ર કેળાના પાકમાંથી જ ખેડૂત સારી એવી કમાણી કરી શકે છે.

વિઘાદીઠ જમીનમાં અંદાજે 20,000 રૂપિયાનો ખર્ચ થાય છે. નફાની વાત કરીએ તો 60,000 રૂપિયાની કમાણી થાય છે. ઉત્પાદનની વાત કરીએ તો એક વિઘામાં કુલ 80 ક્વિન્ટલ ઉપજ થાય છે. શાકભાજી અંગે વાત કરવામાં આવે તો તેઓ દૂધીની લંબાઈમાં વધારો કરવાં માટે કોઈ ઇન્જેક્શનનો ઉપયોગ કરતા નથી. તેઓ દૂધીનો વેલી ઊગતાની સાથે જ તેને છાણનું પાણી આપવા લાગે છે.

જો કે, દૂધી 3 ફૂટની થાય તો તેને ખાઈ શકાય છે પણ તેના ખેતરમાં ઊગતી દૂધી કુલ 7 ફૂટ સુધી થાય છે તેમજ તેનું વજન 20 કિલો સુધીનું હોય છે. એક વેલામાં એક સિઝનમાં અંદાજે 100 જેટલી આવી દૂધી ઊગે છે. આશ્ચર્યજનક વાત તો એ છે કે, આલોકે આ કરામત કોઈ જાતનાં રસાયણ વિના કરી બતાવી છે. તેમણે પરંપરાગત રીતે દૂધી ઊગાડીને આ સફળતા મેળવી છે.

હવે આજુબાજુના લોકો અલોગ પાસેથી દૂધીના બીજ લઈ જાય છે. અગાઉ પાકમાં જ્યારે દૂધીના બીજનો ઉપયોગ કરવામાં આવ્યો ત્યારે સામાન્ય દૂધી જ થઈ હતી. જો કે, એક દૂધી 3 ફૂટ લાંબી થઈ ગઈ હતી. મેં તેના બીજને સાચવી રાખ્યાં હતાં તેમજ અન્ય પાકમાં તેનો ઉપયોગ કર્યો હતો. અન્ય પાકમાં કુલ 5 ફૂટની દૂધી થઈ હતી. આ વખતે આ દૂધીના બીજ સાચવીને રાખવામાં આવ્યા હતા. ધીરે-ધીરે દૂધીની લંબાઈ 7 ફૂટ સુધી પહોંચી હતી. મને બે વર્ષમાં આ સફળતા મળી હતી.

ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ :
ખેતી કરવાં માટે આલોક ટપક પદ્ધતિનો ઉપયોગ કરે છે કે, જેથી પાણીની બચત થાય છે. આટલું જ નહીં આલોકે કેળાની સાથે શિમલા મરચામાં મલ્ચિંગ પણ રાખી છે કે, જેનાથી માટીમાં ભેજ જળવાઈ રહે છે. આ ટેક્નિકથી પાણીની બરબાદી થતી અટકે છે. આનો અન્ય એક ફાયદો એ પણ છે કે, પાણી પાવા માટે ખુબ ઓછા મજૂરોની જરૂર પડે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post