September 17, 2021

મોટાભાગના લોકો નથી જાણતા કે, રામદેવપીરને ‘હિંદવાપીર’ શું કામ કહેવામાં આવે છે?

Share post

તમને જણાવી દઈએ કે, સૌથી વધુ લોકો શ્રદ્ધા તેમજ આસ્થા ધરાવતાં હોય તો તે છે બાબા રામદેવ પીરમાં ધરાવે છે. હિંદુ સંતને મુસ્લિમો પણ પોતાના સંત માને એને પીર કહેવામાં આવે છે. ગુજરાતમાં લાખો લોકો એના ભક્તો રહેલાં છે. એમને રણુજાના રાજા રામદેવ પીર તરીકે ઓળખવામાં આવે છે પરંતુ મિત્રો શું તમે જાણો છો કે, રામદેવજી નું નામ હિંદવાપીર કેવી રીતે પડ્યું .

જાણો તેની પાછળની સંપૂર્ણ કહાની. મૂળ રાજસ્થાનના પણ કચ્છની અઢારે આલમ જેને નમે છે એ રામદેવપીરની વાત અહીં કરવાં માટે જઈ રહ્યાં છીએ. પ્રખ્યાત કચ્છી પ્રવક્તા એકલવીરના જણાવ્યા મુજબ કચ્છનાં 992 ગામોમાં કુલ 120 જેટલી જ્ઞાતિઓ છે. એમાંથી મોટા ભાગની જ્ઞાતિઓ રામદેવપીરના પરચાથી પ્રેરિત છે. કચ્છનાં 992 ગામમાં લગભગ 300 જેટલાં રામદેવપીરનાં મંદિરો આવેલા છે.

મહિનાની સુદ બીજના મુંબઈનાં અસંખ્ય કચ્છી ઘરમાં રામદેવપીરની પહેડી કરવામાં આવે છે. આની સાથે જ તેમના પરથી પ્રેરિત થઈ માનવસેવાનાં કાર્યો કરવામાં આવે છે.રામદેવપીરનાં ભક્ત મહેન્દ્રભાઈ સંઘોઈ કચ્છના પ્રાગપુર ગામ નજીક એશિયાનું સૌથી મોટું ઍનિમલ વેલ્ફેર સેન્ટર ઍન્કરવાલા અહિંસા ધામ બનાવવામાં આવ્યું છે. આ પાંજરાપોળમાં હાલમાં લગભગ 5,000 પશુઓ રહે છે.

આ પશુઓની માટે પાંજરાપોળમાં કુલ 200 જેટલા ICU બેડ રાખવામાં આવ્યા છે. પાંજરાપોળની પાસે બનાવવામાં આવેલ નંદી સરોવર વિસ્તારમાં 5 લાખ જેટલા વૃક્ષોના વાવેતરનું આયોજન કરવામાં આવ્યું છે. મહેન્દ્રભાઈનો આ અનોખો વિચાર કચ્છનાં તમામ ગામડાઓમાં અપનાવવામાં આવે તો કચ્છ લીલુંછમ થઈ જાય.

રામદેવપીરે ચમત્કારની હારમાળા સર્જી છે. આંધળા લોકોને દેખતા કર્યા, અપંગોને હાથ આપ્યા, રક્તપીતિયાઓને સાજા કર્યા. માનવ ઉદ્ધાર માટે સર્જેલા તેમણે ચમત્કારોની ખ્યાતિ સાંભળીને છેક મક્કા-મદીનાથી મુસ્લિમ પીર પરીક્ષા લેવા માટે આવ્યા હતાં. રામદેવપીરે પોતાના અનેક પરચા બતાવ્યા એટલે હિન્દુ-મુસ્લિમની એકતા અર્થે મક્કા-મદીનાના મુસ્લિમ પીરોએ રામદેવપીરને હિન્દવાપીરની પદવી આપી હતી. આ હિન્દવાપીરે પછાત જ્ઞાતિ વચ્ચે ભાઈચારો સ્થાપ્યો હતો. ડાલીબેનના આગ્રહથી તેમણે ઉમરકોટનાં કુંવરી નેત્રાદે સાથે લગ્ન કર્યાં  હતાં.

રામદેવપીરે તેમને ચમત્કાર દ્વારા નજર આપી દેખતા કર્યાં હતાં. સાદાજી તથા દેવરાજજી નામના તેમને બે પુત્રો જન્મ્યા હતાં. તેમણે ધર્મ અને માનવધર્મનો પ્રચંડ પ્રચાર કર્યો હતો. બોહિતાશેઠ નામના વેપારીનું અભિમાન ઉતારવા માટે ભરદરિયે તેમનું વહાણ બચાવી ચમત્કાર સર્જ્યો ત્યારથી દરિયાની ખેપમાંથી પરત ફરતા ખલાસીઓ તેમના નામનું શ્રીફળ વધેરે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post