September 23, 2021

પંજાબના લાખો ખેડૂતોના આંદોલન માટે ફંડ કોણ આપે છે? જેનાથી મોદી શાહને પણ પરસેવો પડી ગયો

Share post

પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, બિહાર વગેરે રાજ્યોના ખેડૂતો દિલ્હીની બોર્ડર ઉપર પહોંચી ગયાં છે. કિસાન અગ્રણીઓએ 3 ડીસેમ્બરે દિલ્હીના વિજ્ઞાનભવનમાં સરકારના મંત્રીઓ સાથે વાતચીત કરી હતી. કિસાન નેતાઓએ 3 કૃષિકાયદાથી ખેડૂતોને કેવી વિપરિત અસર પહોંચશે તે અંગે કાયદાની કલમ વાઈઝ પાવર પોઈન્ટ પ્રેઝેન્ટેશન દ્વારા સરકારના મંત્રીઓને સમજાવવામાં આવ્યું હતું.

આ મીટીંગ ખુબ લાંબી ચાલી હતી. જયારે લંચનો સમય થયો ત્યારે સરકારે કિસાન નેતાઓ માટે ભોજન વ્યવસ્થા કરી હતી પરંતુ કિસાન નેતાઓએ જણાવ્યું કે, અમે ભોજન સાથે લાવ્યા છીએ, તે જ જમીશું ! કિસાન નેતાઓએ સરકારી ભોજન ન લીધું; આ ઘટના ઘણું કહી જાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નિયત ગંગાજળ જેવી નથી એવો સંદેશ કિસાન નેતાઓ દ્વારા સરકારી લંચનો ઈન્કાર કરીને આપી દેવામાં  આવ્યો હતો ! કિસાનો કેટલા આત્મસન્માની હોય છે; તેનું આ ઉદાહરણ છે !

કિસાન આંદોલનના સમર્થનમાં વિવિધ રાજ્યના લોકો દિલ્હી પહોંચી રહ્યા છે. સરકારે લાઠીચાર્જ, ટીયરગેસ, વોટરકેનન, રોડ ઉપરની આડશો-ખાડાઓ કરાવ્યા હોવાં છતાં પણ કિસાનો દિલ્હી બાજુ સતત આગળ વધી રહ્યા છે. આની સાથે જ પ્રદર્શનકારીઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. કિસાનો ટ્રક અથવા તો ટ્રેક્ટરની ટ્રોલીઓમાં આવી રહ્યાં છે, તેમાં ખાવાપીવાનો સામાન સાથે લઈને આવ્યા છે.

રોડની બાજુમાં ખાવાનું બનાવીને જમ્યાં બાદ ત્યાં જ સૂઈ જાય છે ! ભોજન કરવાં માટે લંગર/રસોડા ઊભા કરવામાં આવ્યા છે. એક લંગરમાં કુલ 5,000 લોકોની રસોઈ બને છે. દિલ્હીના ગુરુદ્વારાઓએ અનેક લંગર લગાવવામાં આવ્યા છે. દરરોજનો લાખોમાં ખર્ચ થઈ રહ્યો છે. સવાલ એ છે કે આ આંદોલન માટે ફંડ ક્યાંથી આવે છે? BBC સંવાદદાતા દિલનવાજ પાશાએ આ અંગે તપાસ કરવામાં આવી છે.

પ્રદર્શનકારી સંદિપસિંહ જણાવતાં કહે છે કે, અમે 3 ગામના કુલ 20 ખેડૂતો ટ્રેકટરની ટ્રોલીમાં આવ્યા છીએ. અહીં આવવા માટે કિસાનો પાસેથી ફંડ એકત્ર કરવામાં આવ્યું છે. ટ્રેક્ટર ડીઝલ વધારે ભોજન કરે છે. ડીઝલની પાછળ જ કુલ 10,000 નો ખર્ચ થઈ ગયો છે. જો નવા કાયદા લાગુ પડશે તો કેટલું નુકશાન થશે એનો અંદાજ કાઢવો ખુબ મુશ્કેલ છે ! પ્રદર્શનકારી નૃપેન્દ્રસિંહ જણાવે છે કે, મારા એક NRI મિત્રએ મારા ખાતામાં કુલ 20,000 રુપિયા ટ્રાન્સફર કર્યા છે તેમજ જરુર પડશે તો વધારે રકમ પણ મોકલશે !

અમે એટલા ગરીબ નથી કે અમારું આંદોલન ચલાવી ન શકીએ ! અમે સદીઓથી લંગર ચલાવીએ છીએ તેમજ હળીમળીને ભોજન કરવાની અમારી સંસ્કૃતિ છે/=. ખેડૂતોએ સાથે મળીને ફંડ એકત્ર કર્યુ છે. અમે ઘરેથી નીકળળતા પહેલા નક્કી કર્યું હતું કે, જ્યાં સુધી આંદોલન ચાલે ત્યાં સુધી પાછા ફરીશું નહીં. કોઈપણ વસ્તુની જરુર હોય તો અન્ય ખેડૂતોની સાથે મંગાવી લઈએ છીએ. જે લોકો આક્ષેપ કરે છે કે રાજકીય પક્ષ ફંડ પૂરું પાડે છે તો તેઓ પુરાવો રજૂ કરે. અમે ખેડૂતો પાસેથી 100-100 રુપિયા લઈને ફંડ ભેગું કર્યું છે !’

પંજાબના કુલ 30 થી પણ વધારે કિસાન યુનિયનોએ 3 મહિનાઓથી તૈયારી કરી હતી. કીર્તિ કિસાન યુનિયનના યુવા નેતા રાજિન્દર સિંહ જણાવે છે કે,  અમારા યુનિયને અત્યાર સુધીમાં કુલ 15 લાખ રુપિયાનો ખર્ચ આંદોલન માટે કર્યો છે તેમજ કુલ 15 લાખ રૂપિયાનું ફંડ હજુ અમારી પાસે છે.  યુનિયનોની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં કુલ 15 કરોડ રુપિયાનો ખર્ચ આંદોલન માટે કરવામાં આવ્યો છે.

આ ફક્ત ખેડૂતોનો પ્રશ્ન નથી. નવા કૃષિકાદાઓને લીધે ખેતમજૂરોને પણ અસર પહોંચશે. કિસાન યુનિયન દ્વારા ફંડ એકત્ર કરવા માટે ગામથી લઈને જિલ્લા સ્તર સુધીની સમિતિઓ બનાવી લીધી છે. ખેડૂતો પરસેવાની કમાણીથી આંદોલન ચલાવી રહ્યાં છે. જરુર પડશે તો અમે આખી દિલ્હીને જમાડીને જઈશું. ગુજરાતના ખેડૂતો આમાંથી કોઈ બોધપાઠ લેશે?

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post