September 26, 2021

ખેતીમાં ઉધઈથી થતું નુકશાન અને સંકલિત નિયંત્રણ, જાણો વિગતવાર

Share post

ઉધઈ એક અગત્યની બહુભોજીય રાષ્ટ્રીય જીવાત છે કે જે, ઉષ્ણકટિબંધનાં પ્રદેશોમાં જમીનમાં રાફડો બનાવી રહેતી ઉધઈ શેરડી, મગફળી, કપાસ, ઘઉં, મકાઈ, ભીંડા, રીંગણ, મરચી તથા સુશોભનના વૃક્ષમાં ખુબ નુકસાન કરે છે. આની સાથે જ મકાનમાં લાકડાના બારી-બારણાં, લાકડાના ફર્નિચર વગેરેને કોરી ખાય છે. આમ, ઉધઈ એ ખેડૂત માટે એક દ્રષ્ટિએ પડકારરૂપ જીવાત છે.

બીજી દ્રષ્ટિએ જોવામાં આવે તો સૂકા પાંદડા અને અન્ય સેંદ્રિય કચરાને ખાઈ પોષણ મેળવતી હોવાથી તેના નિકાલ માટે મદતકર્તા પણ છે. જેથી સેંદ્રિય કચરાના કોહવાણને વિપરીત અસર કર્યા વગર ખેતીમાં થતુ નુકસાન અટકાવવા તેના જીવનચક્ર તથા ખોરાકની ખાસિયત સમજીને નિયંત્રણનાં પગલાં લેવા જોઈયે.

જીવનચક્ર :
ઉધઈ જમીનની અંદર અથવા તો બહાર રાફડો બનાવીને સમૂહમાં રહે છે. તમામ રાફડામાં રાજા, રાણી, સૈનિક અને સૌથી વધારે સંખ્યામાં મજૂરોનો સમાવેશ થાય છે. દરેકને તેનું કામ કરવા માટે વિશિષ્ટ પ્રકારની શરીર રચના હોય છે. ઉધઈનો રંગ પીળાશ પડતો સફેદ, પોંચું શરીર અને ચપટાં, ચાવીને ખાવાનાં મુખાંગો હોય છે. સામાન્ય રીતે રાફડામાં મુખ્ય 2 જાત જોવા મળે છે. એક પ્રજનનક્ષમ જાત એટલે કે રાજા-રાણી જે શરૂઆતમાં પાંખોવાળી હોય છે. બીજી નપુંસક જાત કે, જે સૈનિક તથા મજૂર જેને પાંખો હોતી નથી. રાફડામાં કુલ 85% વસ્તી મજૂરોની હોય છે.

રાજા-રાણી: રાફડામાં રાણી સૌથી મહત્વનું સ્થાન ધરાવે છે. તે રાફડાના સંચાલનનું અને ઈંડા મૂકવાનું કામ કરે છે. એક રાણી દરરોજ 10,000 જેટલાં ઈંડા તથા કુલ 10 વર્ષમાં 1 કરોડ જેટલા ઈંડા મૂકે છે.

મજૂર: મજૂરો રાણીએ મૂકેલા ઈંડા યોગ્ય સ્થળે ખસેડવાનું, રાફડો બનાવવાનું, તેમની સાર સંભાળ રાખવાનું, ઇંડાથી નીકળેલાં બચ્ચાનો ઉછેર કરવાનું, રાફડો ચોખ્ખો રાખવાનું અને બધા માટે ખોરાક પૂરો પાડવાનું કાર્ય કરે છે. ખોરાક માટે રાફડાની અંદર ફૂગના બગીચા પણ બનાવે છે.

રક્ષકો (સૈનિકો): રાફડાની વસ્તીના કુલ ૩%  રક્ષકો અથવા તો સૈનિકો હોય છે. તેમનાં જબડાં લાંબા અને અણીદાર તેમજ મજબૂત હોય છે. તેઓ રાફડાનું અંદરથી અને બહારના દુશ્મનોથી રક્ષણ કરે છે. રાણીના પેટનો ભાગ અસંખ્ય ઈંડાના વિકાસને લીધે ખુબ મોટો થતાં કુલ 9 સેમી જેટલી લંબાઈ ધરાવે છે. ભારે પેટ અને નાના પગને લીધે ચાલી શકતી ન હોવાંથી રાફડામાં તેના માટે ખાસ બનાવેલ “રોયલ ચેમ્બર” માં રહે છે. મજૂરો રાણીને ત્યાંજ ખોરાક પૂરો પાડે છે. તેણીએ મૂકેલા ઈંડા યોગ્ય સ્થળ પર ખસેડી તેમાથી નીકળતા બચ્ચાંને ઉછેરે છે.

સંકલીત નિયંત્રણ :

ખેતરમાં ઉધઈનો ઉપદ્રવ ઘટાડવાના પગલા:
પાકની કાપણી કર્યાં બાદ જડિયા એકત્ર કરીને કંપોસ્ટના ખાડામાં નાખી સેંદ્રિય ખાતર બનાવવું જોઈએ. સારુ કહોવાયેલું ખાતર જ વાપરવું જોઈએ.  જમીન તૈયાર કરતી વખતે દિવેલ, લીંબોળી અથવા તો કાણજીના ખોળનો ઉપયોગ કરવો જોઈએ.

પિયતની સુવિધા હોય તો સમયસર પિયત આપવું જોઈએ. જમીનની બહાર બાંધવામાં આવેલ રાફડા શોધીને તેનો નાશ કરવો. વિવિધ પાકમાં ઉધઈનો ઉપદ્રવ અટકાવવા પાકની વાવણી કરતાં પહેલાં જમીન તૈયાર કરતી વખતે ક્લોરપાયરીફોસ 1.5%  ભૂકી 25 કીગ્રા પ્રમાણે જમીનમાં ભેળવવી જોઈએ.

ઘઉના પાકમાં ઉધઈ નિયંત્રણ :
ઘઉના પાકમાં બીજ માવજત આપીને ઘઉની વાવણી કરવી જોઈએ. આની માટે ક્લોરપાયરીફોસ કુલ 20% દવા 450 મીલી અથવા બાયફેનથ્રીન 10% દવા કુલ 200 મીલી મુજબ 5 લીટર પાણીમાં મિશ્રણ કરીને 100 કીગ્રા ઘઉને તેનું મોણ આપીને 1 કલાક સુધી સુકવ્યા પછી વાવણી કરવી જોઈએ.

ઘઉના ઉભા પાકમાં ઉધઈનો ઉપદ્રવ જણાઈ આવે તો ક્લોરપાયરીફોસ 20 ઈ.સી. 3 મુજબ પિયતના પાણી સાથે ટીપે-ટીપે આપવી જોઈએ. આની ઉપરાંત ક્લોરપાયરીફોસ 20 ઈસી 450 મિલી જંતુનાશક અથવા ફીપ્રોનીલ 5 એસ.સી. 1.5 લીટર જંતુનાશક 5 લીટર પાણીમાં ભેળવીને 100 કિગ્રા રેતીની સાથે પુખી હળવુ પિયત આપવુ જોઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post