September 21, 2021

કોરોના કાળમાં તાજાં અને સસ્તા શાકભાજી ખાવા હોય તો ખાસ જાણો અવની જૈનનો આ મંત્ર

Share post

હાલમાં જે જાણકારી સામે આવી રહી છે તે ગૃહિણીઓની માટે ખુબ ફાયદાકારક સાબિત થશે. કોરોના વચ્ચે મોંઘાદાટ થતાં જતાં શાકભાજીનાં ભાવોથી ગૃહિણીઓ ખુબ પરેશાન છે. કારણ કે, ઘરનું બજેટ વેરવિખેર થઈ જાય છે. આવાં સમયમાં કિચન ગાર્ડન એકમાત્ર એવો પ્રયોગ છે કે, જેને લીધે સસ્તું તેમજ તાજું શાકભાજી ઘરઆંગણે મળી રહે છે. કોરોના સંક્રમણના સમયમાં શાકભાજીની સાથે જ કોરોના સંક્રમણ ઘરમાં લાવવું જેમને ગમ્યું નથી એવાં લોકોએ કિચન ગાર્ડન બનાવી નાંખ્યું છે.

ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડના ચેરમેન કમ મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી ચૂકેલા નિવૃત્ત IAS ઓફિસર ડો. સુદીપકુમાર નંદાએ આ સરકારી નિગમમાં કિચન કીટ બનાવીને તે એટલી બઘી પોપ્યુલર બની હતી કે એક મહિનામાં તેનું ઉત્પાદન પણ ખૂટી પડ્યું હતું. આવું જોઇને નંદાએ તેના કર્મચારીઓને ફરીથી મોટાપાયે ઉત્પાદન કરવાનું સૂચન કર્યું હતું.

જો કે, હાલમાં  આ નિગમમાં ઓફિસર બદલાતાં કિચન કીટનો પ્રોજેક્ટ બંધ કરી દેવામાં આવ્યો છે પરંતુ વડોદરામાં એક ગૃહિણીની પાસે મજેદાર પ્રોજેક્ટ છે. ‘તમારા શાકભાજી તમે ઉગાડીને ઉપયોગમાં લો’ આ મંત્રની સાથે વડોદરાની આર્કિટેક્ચર ગૃહિણી અવની જૈન તેના દાદાની પ્રેરણાથી હાલમાં બાગાયતનું કામ કરી રહી છે.

વર્ષ 2009માં ‘ઉપજ’ નામનું ફાર્મની શરૂઆત કરીને એમાં કેમિકલ અથવા તો પેસ્ટ્રીસાઇડ વગર જ શાકભાજીનું વાવેતર કરી શકાય છે. હવે તે લોકોને તૈયાર કીટ પણ આપી રહી છે જેમાં નારિયેળના છોંતરાનું બનાવેલ કુંડુ, બીજ, જૈવિક ખાતર, પ્લાન્ટીંગ ટેગ તથા દિશાનિર્દેશ સાથેનું મેન્યુઅલ હોય છે.

કુલ 50,000 ચોરસફુટની જમીન પર શાકભાજીનું વાવેતર કરી રહી છે. 42 વર્ષનાં અવની જણાવતાં કહે છે કે, તેણે રાસાયણિક ખાતરને બદલે સૂકા પાંદડા, બાકી રહેલ શાકભાજી તથા ભીના કચરા જેવા બાયોમાસનો ઉપયોગ કરીને જૈવિક ખાતર બનાવ્યું છે.

અવની મલ્ટી ક્રોપિંગ કરે છે એટલે કે, તે એક જ ટેકનિકમાં એકસાથે કુલ 2 શાકભાજીનું વાવેતર કરી રહી છે જેથી પાણીની બચત થાય છે તેમજ વધારે ઉપજ મળે છે. તેની બાગાયત ટીમમાં હાલમાં કુલ 10 લોકો કામ કરે છે. અવની હવે ખેડૂતો તથા સ્કૂલ-કોલેજમાં અભ્યાસ કરતાં બાળકોને પોતાના ફાર્મની મુલાકાત લેવાનું આમંત્રણ આપે છે.

તેઓ જણાવતાં કહે છે કે, જ્યાં ખાલી જમીન હોય ત્યાં બાગાયતી ખેતી થઇ શકે છે. અવનીએ અત્યાર સુધીમાં શાકભાજીનું વાવેતર કરવા માટે કુલ 400થી પણ વધારે વર્કશોપ કર્યા છે. ‘ઉપજ ફાર્મ ડોટ કોમ’ નામની વેબસાઇટ બનાવીને “ગ્રો ઇટ યોરસેલ્ફ કીટ” તે લોકોને વેચી રહી છે. આ પ્રોજેક્ટના કોઓર્ડિનેટર જણાવતાં કહે છે કે, કોરોના સંક્રમણના સમયમાં માર્કેટમાં શાકભાજી લેવા જવું ન હોય તો ઘરે શાકભાજીનું વાવેતર કરવું જોઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post