September 26, 2021

વર્ષો પહેલા ખેડૂતો આ પદ્ધતિ દ્વારા ખેતી કરીને સોનું પકવતા હતા, જાણો કેવી રીતે?

Share post

ગુજરાત, મધ્યપ્રદેશ તથા આંધ્ર પ્રદેશમાં મટકા પદ્ધતિ દ્વારા સિંચાઇ કરવામાં આવી છે. આ પદ્ધતિ સૌપ્રથમ આફ્રિકા તથા ચીનમાં અપનાવવામાં આવતી હતી. PM નરેન્દ્ર મોદીએ હાલમાં મટકા સિંચાઈની પદ્ધતિને ધ્યાનમાં રાખી વાત કરી હતી. તેમણે આફ્રિકાની 4,000 વર્ષ જૂની એક મટકા પ્લાન્ટ વિશે જાણ પણ એક બ્લોગમાં કરી હતી. આ પદ્ધતિ પાણીની કુલ 70% સુધી બચત કરી શકે છે. તે એવા રાજ્યોમાં છે કે, જે દર વર્ષે પાણી સંરક્ષણની સાથે સંઘર્ષ કરે છે.

મટકા પદ્ધતિ કુલ 70% પાણીની બચત કરીને વનસ્પતિને લીલા બનાવવાની કળા છે. આ પદ્ધતિને છોડ સુધી પાણી પહોંચાડવાનો સૌથી અસરકારક માર્ગ માનવામાં આવે છે. મટકા સિંચાઈથી પાણી સીધુ જ મૂળ સુધી પહોંચીને છોડને લીલા રાખે છે. સિંચાઈનો આ વિકલ્પ કુલ 70% સુધી પાણીની બચત કરે છે.મટકા સિંચાઈ પદ્ધતિની શરૂઆત આફ્રિકામાં 4,000 વર્ષ પહેલાં થઈ હતી. આ માટલામાંથી જરૂર મુજબ પાણી ખેંચવામાં આવે છે.

આફ્રિકામાં, તેને ‘ઓલા’ તરીકે ઓળખવામાં આવે છે તેમજ પાતળા મોઢાવાળા માટલા સિંચાઈ માટે ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિનો ઉપયોગ ઈરાન, દક્ષિણ અમેરિકામાં હજારો વર્ષોથી કરવામાં આવે છે. ત્યારપછી ભારત, પાકિસ્તાન, બ્રાઝિલ, ઇન્ડોનેશિયા, જર્મની જેવા દેશોમાં પણ તેનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. કૃષિ વિજ્ઞાન પર લખેલ સૌપ્રથમ પુસ્તકમાં મટકા સિંચાઇ પદ્ધતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચીનમાં આ પદ્ધતિનો ઉપયોગ 2,000 વર્ષથી થઈ રહ્યો છે.

આ રીતે કરો છોડની સિંચાઈ:
આ પદ્ધતિ માટે સરેરાશ આકારનું માટલું લઈને માટલાને છોડથી થોડે દુર જમીનમાં લગાવી દો. જમીનમાં ખાલી માટલાનો ઉપરનો ભાગ દેખાય એ રીતે તેમાં ઉપર સુધી પાણી ભરી દો. માટલાની દિવાલથી પાણી ધીમે-ધીમે છોડ સુધી પહોંચશે. હવે સપાટી પર છોડની આજુબાજુ ઘાસ અથવા તો સૂકા પાંદડા મૂકો કે, જેથી સૂર્યપ્રકાશ જમીનની ભેજને દૂર કરી શકે નહીં. જો ત્યાં છોડ ન હોય અને બીજ વાવેતર કરો તો જમીનમાં માટકાના પાણીમાં અંતર રાખો કે, જેથી કરીને તેને આસાનીથી છોડમાં ફેરવી શકાય.

મધ્યપ્રદેશ સરકારના ભૂતપૂર્વ પ્રધાન અર્ચના ચિતનીસ કહે છે કે, કુલ 5 વર્ષ સુધી મટકા પદ્ધતિ અપનાવવામાં આવી છે. અહીં ગામડામાં હરિયાળીમાં સતત વધારો થઈ રહ્યો છે તેમજ શહેરમાં પણ કેટલાંક સ્થળોએ તેની અસર જોવા મળી રહી છે.

PM નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આ પદ્ધતિનો ઉપયોગ ગુજરાતના અમુક ભાગોમાં અનેક વર્ષોથી કરવામાં આવી રહ્યો છે. આંધ્રપ્રદેશમાં આવેલ અનંતપુર, કુન્નુલ તથા ચિતૂરો જિલ્લાઓમાં કુલ 400 એકરમાં મટકા સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. વર્ષ 2015માં ફળ તથા શાકભાજીની ખેતીમાં પહેલેથી જ ઉપયોગમાં લેવાયેલ છે. પ્રયોગમાં બહાર આવ્યું છે કે, આ પદ્ધતિ જમીન, વનસ્પતિ, આરોગ્ય તથા ખેડૂતની આવક માટે ખુબ ફાયદાકારક છે.

કયા કયા છોડ ઉગાવી શકાય છે ?
બારમાસી છોડને વિકસાવવા માટે આ પદ્ધતિ ખૂબ અસરકારક છે. કઠોળ, મકાઈ, કાકડી, લસણ, તરબૂચ, ડુંગળી, વટાણા, બટાકા, સૂર્યમુખી અને ટામેટા જેવા છોડનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઉપયોગ બગીચા માટે પણ થઈ શકે છે. ઢોળાનીવવાળી જગ્યામાં જ્યા પાણી રોકાય છે, ત્યાં સિંચાઈ કરી શકાય છે.

માટલું કેવુ હોવું જોઇએ?
માટલું માટીનું હોવું જોઈએ. કેટલાંક દેશમાં વિવિધ આકારના માટલા ઉપયોગમાં લેવામાં આવે છે. આફ્રિકામાં સુરાહીનુમા તથા ભારતમાં ગોળ માટલામાં વાસણથી પાણી રેડીને જમીનને ભેજવાળી રાખવામાં આવે છે. એમાં કોઇ છેદ કરવાનો નથી, માટલામાં પાણી ભર્યા બાદ હવે તેની નીચે ભેજ જુઓ. જો આવું થાય, તો તમે તેનો ઉપયોગ કરી શકો છો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post