September 26, 2021

સરકારી સહાયનો ઉપયોગ અને આ ખાસ પદ્ધતિથી ટામેટાની બાગાયતી ખેતી કરી ટૂંકા ગાળામાં જ મેળવી વધુ આવક

Share post

નર્મદા જિલ્‍લાનાં ડેડીયાપાડા તાલુકાનાં મોટી બેડવાણ ગામનાં એક સફળ ખેડૂત સામસિંગભાઇ ખાલપાભાઇ વસાવાએ રાજ્ય સરકારની રૂપિયા 28800 ની સહાય દ્વારા ચાલુ વર્ષે તેનાં 3 એકરનાં વિસ્તારમાં કાચા મંડપ પધ્ધતિથી શાકભાજી પાકમાં ટામેટાની ખેતિ અપનાવવાનાં તેમજ સપ્‍ટેમ્બર 2016 થી ફેબ્રુ-માર્ચ 2017 સુધી ચાલતા ટામેટાનાં ઉત્પાદનને કારણે ટામેટાનો 1 kgનો રૂપિયા 15 થી 20 સુધીની બજાર કિંમત મેળવતા થયા છે.

શામસિંગભાઇ વસાવા કહે છે કે, તેઓ દ્વારા ટપક સિંચાઇ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગયા જુલાઇ મહિનામાં ટામેટાનાં 12000 નંગ ધરૂ નાખીને તેનું વાવેતર કરવામાં આવ્યું હતું. ત્રણ એકર વિસ્તારમાં કાચો મંડપ ટેકા પદ્ધતિ ઉભી કરવા તેઓને એક મહિના જેટલો સમય લાગ્યો હતો. એમાં લગભગ રૂપિયા 30,000 જેવો મજૂરી ખર્ચ અને ખેતી પેટે રૂપિયા 40 થી 45 હજારનો બીજો પ્રાથમિક ખર્ચ થયો છે.

ટામેટાની ગુણવત્તા જળવાઇ રહે તેથી શામસિંગભાઇ 80 જેટલા નંગ પ્‍લાસ્ટીક કિટ્સ લાવ્યા છે. જેનો ભવિષ્‍યમાં પણ તેઓ સારી રીતે ઉપયોગ કરી શકે છે. તેની કોઠાસુઝ તેમજ વિવેક બુધ્ધિને કારણે આધુનિક વૈજ્ઞાનિક ખેત પદ્ધતિથી આગામી ટૂંકા સમયગાળામાં તેઓ વધારે સારી આવક મેળવી શકે છે તેવો દ્રઢ વિશ્વાસ એમણે વ્યક્ત કર્યો હતો.

તેનાં ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે શામસિંગભાઇ ભણયા ન હતા તેમજ તેનાં ઘરની જવાબદારી એમનાં શીરે લઇને ખેત-વ્યવસાય કરવાનું મનોમન નક્કી કરીને વર્ષોથી તેની 6 એકર જમીનમાં શેરડી, મગફળી, તુવેરની ખેતી કરતા હતા. એમાં તેઓ 1 કુવો તેમજ 2 બોરવેલનાં પિયતનો સાધન તરીકે તેઓ ઉપયોગ કરવામાં આવતો હતો. ત્રણ એકર જમીનમાં શેરડીનાં પાકનું વાવેતર કરતા લગભગ 80,000 રૂપિયાનાં ખર્ચ સામે 16 માસ ઉત્પાદન મેળવતા હતા.

એમાં ખર્ચ પછી કરતા તેઓને લાંબા ગાળે લગભગ ફક્ત રૂપિયા 1.20 લાખ જેટલો નફો મળતો હતો. લાંબા ગાળાની નજીવી આવકથી એમનાં કુટુંબનું ભરણપોષણ સારી રીતે થતુ ન હોવાનાં કારણે તેઓ કાયમ ચિંતામાં રહેતા હતા. છેવટે આ પરિસ્થિતિમાંથી બહાર નિકળવા તેની ખેતીને આધુનિક દિશામાં વાળવાનું મનોમન નક્કી કરવામાં આવ્યું તેમજ તે દિશામાં એમણે મંડાણ કર્યું.

આ જ અરસામાં શામસિંગભાઇ જિલ્‍લાનાં બાગાયત ખાતાનાં સંપર્કમાં આવ્યા તેમજ બાગાયત અધિકારીશ્રીએ હાઇબ્રીડ વેલાવાળા શાકભાજી પાકની બાગાયતી ખેતી જેવી કે, ટામેટા, દુધી, કારેલા, પરવળ, ગલકા, તુરીયા, કાકડી, ટીંડોળા, કંકોડા વગેરે જેવાં વેલાવાળા શાકભાજી પાકની ખેતી મંડપ તેમજ ટેકા પદ્ધતિથી કરવાની તેમજ એનાં ફાયદાઓ, વધારે આવક અંગેની જાણકારી તેમજ માર્ગદર્શન મેળવી શામસિંગભાઇએ ટપક સિંચાઇ પદ્ધતિથી ટામેટાની ખેતીની શરૂઆત માટે પ્રેરાયા છે તેમજ બીજા લોકો માટે પ્રેરણારૂપ બન્યાં છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post