September 23, 2021

સરનામું પૂછવાના બહાને બે ગઠિયા વૃધ્ધ મહિલાના 40,000ના દાગીના બુચ મારી ગયા, જાણો કયાની છે આ ઘટના

Share post

સુરત શહેરમાં અવાર નવાર ચોરીના બનાવો બનતા હોય છે. તેમજ દિવસે દિવસે ચોરીના બનાવો વધી રહ્યા છે. એવા સમયમાં હાલ એક બનાવ સામે આવ્યો છે. સુરત શહેરના કતારગામ વિસ્તારના એક વૃદ્ધ પાસે થી 2 ગઠીયાઓએ રૂપિયા 40,000નાં દાગીના લઇ ગયા.

સુરત શહેરના કતારગામ વિસ્તારના જુની જીઆઇડીસી પાસેથી પસાર થઇ રહેલા એક વૃધ્ધને 2 ગઠિયાઓ દ્વારા સરનામું પુછવાનાં બહાને વાતચીતમાં ભોળવી સોનાની રૂદ્રાક્ષની માળા તેમજ વીટી મળી રૂપિયા 40,000ની મત્તાનાં દાગીના ઉતરાવી ભાગી ગયા હતા.

સુરત શહેરનાં કતારગામ વિસ્તારના જુની જીઆઇડીસી પાસે નીલકંઠ સોસાયટીમાં ઘર નંબર- બી 16 માં રહેતા રતિભાઇ ગજ્જર (ઉંમર વર્ષ- 68) ગઈ કાલનાં રોજ સાંજનાં રોજ પગપાળા કામ માટે જઇ રહ્યા હતા. તેમાં રહેણાંક સોસાયટીનાં નાકા પર 2 યુવાનોએ સરનામું પુછવાનાં બહાને અટકાવવામાં આવ્યા હતા.

સરનામું પુછતી વખતે બન્ને ગઠિયાઓએ વૃધ્ધ રતિભાઇને તેની વાતચીતમાં ભોળવી દીધા અને ગળામાં પહેરેલી સોનાની 12 ગ્રામની રૂદ્રાક્ષની માળા રૂપિયા 32,000 તેમજ ડાબા હાથમાં પહેરેલી 4 ગ્રામની વીંટી એમ મળી કુલ રૂપિયા 40,000ની મત્તા ઉતરાવી ત્યાંથી ભાગી ગયા હતા. બનાવ વિશે વૃધ્ધ રતિભાઇનાં પુત્ર ભરત ગજ્જરે કતારગામ વિસ્તારની પોલીસ સ્ટેશનમાં 2 ગઠિયા સામે ચોરીની ફરીયાદ નોંધાવી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post