September 21, 2021

આ રીતની છીંકથી થાય છે અઢળક ધનની પ્રાપ્તિ, જાણો જલ્દી…

Share post

ભારતનાં સમાજમાં ઘણી માન્યતાઓને શુકન તેમજ અપશુકનની સાથે જોડીને જોવામાં આવે છે. કામ માટે ઘરથી નીકળતા સમયે છીંક  ખાવી અપશુકન માનવામાં આવે છે. પરંતુ મેડિકસ સાયન્સમાં છીંક આવવી એક સાધારણ વાત છે. શરદી અથવા બીજી બીમારીનાં લીધે માણસ અવાર નવાર છીંક ખાઈ છે. પરંતુ છીંક કાયમ માટે અપશુકન નથી પરંતુ ઘણી વખત તે શુભ પણ ગણવામાં આવે છે.

જો તમે ઘરની બહાર નીકળો તે સમયે એક છીંક આવવી અપશુકન ગણવામાં આવે છે પરંતુ એક કરતા વધુ છીંક શુભ ગણવામાં આવે છે. જો તમે કોઈ કામથી ઘરની બહાર જાવ છો તેમજ ડાબી બાજુ છીંકનો અવાજ સંભળાય તો તમારે તે યાત્રાને ત્યારે જ રોકી દેવી જોઈએ.

જો તમને ભોજન કરતી સમયે છીંક આવે છે તો તેને અશુભ માનવામાં આવે છે. પરંતુ જો રોગી કોઈ દવા લે તેમજ તે સમયે છીંક આવે તો તેને શુભ માનવામાં આવે છે. તેમજ તેનો અર્થ એ છે કે, તે જલ્દી સારું થશે. તેમજ ધાર્મિક અનુષ્ઠાન કરતા સમયે છીંક આવે તો અનુષ્ઠાનમાં કોઈને કોઈ મુશ્કેલી આવશે તેવો એનો અર્થ થાય છે. આગ્નેય ખૂણો નાં મધ્યભાગથી છીંક સંભળાઈ તો તે અશુભ માનવામાં આવે છે. તેમજ જો પશ્ચિમ દિશાથી છીંકનો અવાજ સંભળાઈ તો તમને સારું ભોજન મળવાનું શક્યતા છે.

જો તમને વાયવ્ય ખૂણોથી છીંક સંભળાઈ તો તે શુભ છે. એનો અર્થ એ કે, તમને ધન પ્રાપ્તિ થવાની છે. તેમજ કાર્યક્ષેત્રમાં સાથીઓનો પણ બધા કાર્યમાં સહયોગ મળશે. તેમજ જો તમે નવો બિઝનેસ ચાલુ કરવા માગો છો તેમજ તે સમયે જ તમને છીંકનો અવાજ સંભળાય તો તે સફળતાનું સૂચક ગણવામાં આવે છે.

જો ઈશાન ખૂણાથી છીંક સંભળાઈ તો તેને શુભ માનવામાં આવે છે. ઘરમાં જલ્દી માંગલિક કાર્યક્રમ થનાર છે. તો ઉત્તર દિશામાં છીંકનો અવાજ સંભળાઈ તો અપશુકન ગણવામાં આવે છે. તેમજ તે ઘર-પરિવારમાં ઝઘડાનું વાતાવરણ બની શકે છે.

જો તમે જરૂરી કાર્ય માટે બહાર જાવ છો તેમજ કોઈ વાંછરડું છીંકે તો તમારું કાર્ય પૂર્ણ થશે. તેની સાથે જ ધન વૃદ્ધિનો માર્ગ મળે છે. તેમજ હાથી છીંકે તો તેને લાભનો સંકેત ગણવામાં આવે છે. તેમજ જો કોઈ વ્યક્તિ સ્મશાન, દુર્ઘટના સ્થળ અથવા બીજા કોઈ દુઃખનાં સ્થાન પર છીંકી દે તો તેને શુભ ગણવામાં આવે છે.

શગુન શાસ્ત્ર મુજબ સામેની છીંક લડાઈ-ઝઘડો કરાવી શકે છે, પાછળની છીંકથી સુખ મળે છે. તો ડાબી બાજુથી છીંકથી ધનનાં સુખનાં શુભ સંકેત મળે છે. તેમજ જમણી તરફ છીંકથી ધનનું નુકસાન થાય છે. ઊંચી છીંક ઉત્તમ ગણવામાં આવે છે તેમજ નીચી છીંક દુઃખનું કારણ બની શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post