September 17, 2021

નવરાશના સમયમાં ગુજરાતનાં આ ધારાસભ્ય ખેડૂત બનીને કરે છે ખેતી -નામ જાણીને…

Share post

જ્યારે-જ્યારે જગતના તાતની વાત કરવામાં આવે ત્યારે વિવિધ રાજકીય પ્રક્ષના નેતાઓ આગળ આવતાં હોય છે તથા તેઓ ખેડૂતપુત્ર હોવાની વાતો કરતાં હોય છે પણ ખેડૂતોની વેદના વ્યક્ત કરતા ખેડૂતો નેતાઓ મોટા ભાગે વિવિધ વિરોધ પ્રદર્શન અથવા તો મોટા-મોટા કાર્યક્રમમાં જોવા મળતાં હોય છે. તેઓ ક્યારેય પણ ખેડૂતની જેમ સામાન્ય વ્યક્તિ બનીને ખેતરમાં ક્યારા બનાવતા હોય છે અથવા તો હળ ચલાવતા દેખાતા નથી.

આવા નેતાઓ માટે કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી એક ઉદાહરણ સમાન નેતા કહેવાય છે. નેતાઓ ચૂંટણી નજીક આવે એટલે ખેડૂતોના મત લેવા માટે ખેડૂતોના હિતની વાત કરતાં રહેતાં હોય છે તથા ખેડૂતોને લાભ થશે તેવા વાયદા આપવામાં આવે છે. જ્યારે નેતા ચૂંટાય જાય ત્યારપછી તેઓ ક્યારેય ખેતરમાં ખેડૂતોની જેમ કામ કરતા દેખાતા નથી. તમે રાજનેતાઓને મોટા-મોટા કાર્યક્રમમાં જોયા હશે.

મોટા ભાગનાં રાજનેતાઓ વૈભવી કારમાં આવે છે. કુલ 5-7 લોકો તેમની સાથે રહેતાં હોય છે તથા લોકોની સમસ્યાને સાંભળ્યા પછી એમની તકલીફ દૂર કરવા માટેનું આશ્વાસન આપતાં હોય છે પણ શું તમે ક્યારેય કોઈ રાજનેતા હાથમાં પાવડો લઇને ખેતરમાં કામ કરતા હોય અથવા તો ખેતરમાં બળદ ચલાવીને ખેતી કરતા જોયા છે પરંતુ ગુજરાતમાં કોંગ્રેસના એક ધારાસભ્ય પોતાના નવરાશનાં સમયમાં ખેતરમાં જઈને કામ કરતાં હોય છે.

ખેતરમાં સામાન્ય વ્યક્તિની જેમ કામ કરતા આ ધારાસભ્યનું નામ કાંતિ ખરાડી છે કે, જેઓ દાંતા વિધાનસભામાંથી ચૂંટાયા છે. હાલમાં વિધાનસભાનું સત્ર તથા કોઈ રાજકીય કાર્યક્રમ ન હોવાને લીધે ધારાસભ્ય કાંતિ ખરાડી તેમના મૂળ વ્યવસાયમાં લાગી ગયાં છે. ખેતીની સીઝન હોવાને લીધે કાંતિ ખરાડી પાવડો લઇને ખેતરમાં કામ કરી રહ્યા છે.

વાવણીની સીઝન હોવાને લીધે તેઓ બળદની મદદથી ખેતરને ખેડી રહ્યા છે. આની ઉપરાંત તેઓ ખેતરમાં પાવડાથી ક્યારા કરતા પણ જોવા મળે છે. મોટાભાગનાં નેતાઓ વૈભવી કારમાં ફરતાં હોય છે તથા કોઈ જગ્યા પર ખાત મુહુર્તનો કાર્યક્રમ હોય ત્યારે હાથમાં કોદાળી અથવા તો પાવડો પકડીને જમીનમાં નાનો એવો ખાડો બનાવતાં હોય છે. કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીનો સામાન્ય વ્યક્તિની જેમ એકદમ સાદાઈથી ખેતરમાં કામ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો છે. આ વીડિયો ખરેખર એક નેતા કેવો હોવો જોઈએ તે શિખામણ આપી રહ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post