September 17, 2021

આ કરોડપતિ અમદાવાદીને પોતાના જીવ કરતા પણ વધારે વ્હાલી છે ગૌમાતા – આવી સેવા આજસુધી કોઈ નહી કરી હોય…

Share post

આજે અમે આપને ગુજરાતમાં આવેલ અમદાવાદ શહેરમાં રહેતાં એક એવા વ્યક્તિ વિશે જણાવવા માટે જઈ રહ્યાં છીએ કે, જેઓ પોતાના કરોડો રૂપિયાના ઘરમા ગાયોની વાછરડીઓને રાખી રહ્યાં છે. હિન્દુ ધર્મમાં ગાયનું મહત્વ એની માટે ન હતું. કારણ કે, ભારત પ્રાચીન સમયમાં એક કૃષિ દેશ હતો તેમજ હાલમાં પણ છે. ગાયને અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ ગણવામાં આવતી હતી. ભારતમાં ગાયને જેટલું મહત્ત્વ મળ્યું નથી. ખરેખર હિન્દુ ધર્મમાં ગાયના મહત્વ માટે કેટલાક આધ્યાત્મિક,ધાર્મિક તથા તબીબી કારણો રહેલાં છે.

ભગવાન શ્રીકૃષ્ણએ ગાયનું મહત્વ સમજાવવા માટે ગાયની પૂજા કરવાં માટેનો પાયો નાખ્યો હતો. આની સાથે જ ભગવાન બાલ કૃષ્ણે ગોપાષ્ટમીથી ગાય ચરાવવાના કાર્યની શરૂઆત કરી હતી. આની સાથે જ રામચંદ્ર બીર એ ગાયોનાં કતલ પર પ્રતિબંધ માટે કુલ 70 દિવસ સુધી ઉપવાસ કર્યા હતા તેમજ વૈજ્ઞાનિક સંશોધન જણાવે છે કે, ગાયમાં જેટલી હકારાત્મક ઉર્જા રહેલી હોય છે તેટલી બીજા કોઈ પ્રાણીમા હોતી નથી. ગાયની પીઠ પર કરોડરજ્જુમાં સ્થિત સૂર્યકેતુ નર્વ હાનિકારક રેડિયેશન બંધ કરીને પર્યાવરણને સ્વચ્છ બનાવે છે જેથી તે પર્યાવરણ માટે ખુબ ફાયદાકારક છે.

‘પ્રેમ’ શબ્દ જ ઘણું બધું કહી જાય છે તેમજ પ્રેમના અનેક પ્રકાર છે પણ ગાયમાતા પ્રત્યેના આ પ્રેમને જોઈ તમને અજીબ લાગશે. અજીબ એટલા માટે કે એક કરોડપતિ વ્યક્તિ પોતાનો કરોડોનો ધંધો છોડીને નાની વાછરડીઓ વચ્ચે જીવન વિતાવી રહ્યો છે. આ ગૌપ્રેમી વ્યક્તિ એટલે કે, અમદાવાદ નજીક મણીપુરવડમાં રહેતા વિજયભાઈ પરસણા કે, જેઓની પાસે પૈસાની કોઈ કમી નથી પણ તેમને ગૌમાતા પર અતૂટ વિશ્વાસ રહેલો છે. આ જ કારણે તેઓ ગાયોની વચ્ચે રહેવાનું પસંદ કરે છે.

તેમને નાના બાળકની જેમ વહાલ કરવાનું પસંદ કરે છે તેમજ ગાયોને શણગારવી. નવડાવવી, એમની સાથે રમત રમીને તથા પોતાની કારમાં તેને ફરવા લઈ જવાનું પસંદ છે. આ વ્યક્તિની આ કામગીરીને તમે શોખ કહો કે ગૌપ્રેમ કહો. આશ્વર્યજનક વાત તો એ છે કે, તેઓ ગાયોને સાચવવા માટે કુલ 5,000 વારના બંગલામાં એકલા જ રહે છે.

વિજયભાઈ ગાયને ભગવાન માને છે. આટલું જ નહીં તેઓ દરરોજ ગૌમુત્રનું સેવન કરે છે તેમજ ગાયના છાણથી જ સ્નાન કરે છે. તેમનું માનવું છે કે, જે લોકો પોતાના સ્વાર્થ માટે ગાયને રાખતાં હોય તેમ્હ સ્વાર્થ પૂર્ણ થતા રસ્તા પર રડતી મુકી દે છે જે હું જોઈ શક્તો ન હતો તેથી મને આ સેવા યજ્ઞ શરૂ કરવાનું મન થયું. આ યજ્ઞ એટલા માટે છે કે, લોકો આ સેવાભાવથી પ્રભાવિત થઈને ગાય પ્રત્યે સંવેદના કેળવાય.

વિજયભાઈએ તો ગાયના ધામધૂમ પૂર્વક લગ્ન પણ કરાવ્યા હતા. હાલમાં તેઓ કુલ 11 જેટલી ગાયોને ત્રણ પેઢીથી સાચવી રહ્યા છે. જો કે, તેમનો આ ગૌ પ્રેમ લોકોના દીલને સ્પર્શ કરી દે છે ત્યારે આશા રાખીએ કે, લોકો પણ ગૌમાતાને રડતી ન મૂકીને તેમની આ રીતે સેવા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે. પ્રાચીનકાળથી દેશની આઝાદી સુધી ગાયને વિશેષ દરજ્જો તેમજ વિશેષ અધિકાર આપવામાં આવ્યો હતો.

ફક્ત ગાય જ નહી પણ ગાયમાંથી પ્રાપ્ત થયેલ તમામ વસ્તુ ખૂબ પવિત્ર માને છે. એવું માનવામાં આવે છે કે, ગાય માતામાં 33 કોટિ દેવતાઓ વસે છે કે, જે વ્યક્તિ ગાયની સેવા કરે છે, તેની તમામ મુશ્કેલીઓ તેના જીવનમાંથી એક બાદ એક દૂર થઈ જાય છે. હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે ગાય માતા વગર આ દુનિયા અધૂરી છે, જે લોકો ગાયને લગતા આ તથ્યો સમજે છે તે ગાયની માતાની જેમ પૂજા કરે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post