September 26, 2021

500 રૂપિયે કિલો જામફળનું વેચાણ કરી રહ્યા છે આ ખેડૂત ભાઈ, જાણો એવી તો શું ખાસિયત છે?

Share post

સફળ ખેડૂતોને લઈ કેટલીક જાણકારીઓ સોશિયલ મીડિયા પર અવારનવાર સામે આવતી હોય છે. દેશનો ખેડૂત હમેશા કઈક અલગ કરી બતાવવા માંગતો હોય છે ત્યારે હાલમાં આવી જ એક જાણકારી સામે આવી રહી છે. જામફળ આપણા દેશનું એક અગત્યનું ફળ છે. જામફળનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે લાભદાયક માનવામાં આવે છે. જામફળની તાસીર ઠંડી હોય છે. આની માટે તે પેટને લગતી કેટલીક સમસ્યાઓને ઠીક કરવામાં સફળ રહે છે.

એનું સેવન કરવાથી થતાં લાભને જોઈ ઘણાં લોકો તો ઘરમાં જ એનાં વૃક્ષનું વાવેતર કરે છે. આની ઉપરાંત કેટલાંક લોકો વ્યવસાયિક રીતે તેની ખેતી કરી રહ્યા છે. આજે આપણે એન્જીનિયરથી ખેડૂત બનેલ નીરજ ઢાંડાની વાત કરવાં માટે જઈ રહ્યાં છીએ. જેમણે જામફળની ખેતીની ઉપરાંત પ્રતિ કીલો 600 રૂપિયાનાં દરે ઓનલાઈનનાં માધ્યમથી વેચાણ પણ કરી રહ્યા છે.

નીરજ હરિયાણામાં આવેલ રહતક જીલ્લાના રહેવાસી છે તેમજ તેઓ એક ખેડૂત પરિવારમાંથી આવે છે. તેણે અભ્યાસમાં રસ દર્શાવતા કોમ્પ્યુટર સાયન્સમાં નાગપુરથી એન્જીનિયરિંગ કર્યું હતું. ખેતીમાં કંઈક અલગ કરી બતાવવાનું ઝુનુન તેના મન પર ખુબ લાંબા સમયથી ચાલી રહ્યું હતું. નીરજ જ્યારે પણ તેમના વડીલોની સાથે મંડીમાં પાક વેચાણ માટે જતો હતો ત્યારે વચેટીયા દ્વારા ખેડૂતોનું થતું શોષણને સહન કરી શકતો ન હતો.

તેમને એવુ લાગતુ હતું કે, ખેડૂતની મહેનતથી ઉગાડવામાં આવતા પાકનો લાભ તેમને મળતો નથી. નીરજે ખેતીમાં સૌપ્રથમ પ્રયત્ન ચેરીની ખેતીથી કર્યો હતો. જેની માટે તેમણે પૈસાની વ્યવસ્થા નોકરી કરીને બચત કરેલ પૈસાથી શરુ કરી હતી. જો કે, તેમના પ્રથમ પ્રયાસ સફળ થયો નહિ પરંતુ તેમણે હાર માની ન હતી. આ અંગે નીરજે જામફળની ખેતી કરવાનો નિર્ણય લઈને  અને અલ્હાબાદમાં આવેલ કાયમગંદની નર્સરીથી જામફળના કેટલાક છોડની ખરીદી કરીને એમનાં ખેતરમાં વાવેતર કર્યું હતું.

આ વખતે નીરજ સફળ થયો તેમજ જામફળનો સારો એવો પાક મળ્યો પરંતુ મંડીમાં વેચાણ કરતી વખતે વચેટીયાની સમસ્યા આવતાં જામફળની કિંમત માત્ર 7 રૂપિયા પ્રતિ કીલો આપવામાં આવી હતી. આની ઉપરાંત અનેક જથ્થાબંધ વિક્રેતાઓ પણ નીરજના ખેતરો સુધી પહોંચ્યા લાગ્યા હતાં. નીરજને ટૂંક જ સમયમાં વચેટીયાનો સામનો કરવો પડ્યો હતો પરંતુ તેને મુશ્કેલીને નીરજે નજરઅંદાજ કરી દીધી હતી.

છત્તીસગઢની એક નર્સરીથી થાઈલેન્ડના જમ્બો ગ્વાવાના છોડ ખરીદવા માટે પોતાના ખેતરોમાં લગાવવામાં આવ્યા હતાં. નીરજની મહેનત રંગ લાવી તેમજ જામફળનો પાક તૈયાર થઈ ગયો. નીરજે છોડમાં ખાતરના વેસ્ટમાંથી તૈયાર ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કર્યો હતો. હાલમાં નીરજે તેની કંપની બનાવીને હાઈવે બેલ્ટ પર જામફળની ઓનલાઈન ડિલીવરીની શરૂઆત કરી છે.

આટલું જ નહીં તેમણે ટેકનોલોજીથી એવી માહિતી મેળવી હતી કે, જામફળ કયાં દિવસે બગીચામાંથી તૂટ્યુ તેમજ તેના સુધી ક્યાંરે પહોંચ્યું. જમ્બો જામફળની વિશેષતા એ છે કે, તેની તાજગી કુલ 15 દિવસ સુધી જળવાઈ રહે છે. આની ઉપરાંત જામફળની ડિલિવરીનો ટાર્ગેટ માત્ર 36 કલાકનો નક્કી કરવામાં આવ્યો છે. નીરજની લોકપ્રિયતા પણ વધવા લાગી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post