September 21, 2021

પાકમાં વધુ ઉપજ મેળવવાં માટે આ ખેડૂતભાઈ મ્યુઝિક સિસ્ટમ પદ્ધતિથી કરી રહ્યાં છે ખેતી -જાણો કેવી રીતે?

Share post

દેશના ખેડૂતો કઈક અલગ જ કરી બતાવવા માંગતા હોય છે ત્યારે હાલમાં એક સફળ ખેડૂતની ખેતી કરવાની અનોખી પદ્ધતિને લઈ એક જાણકારી સામે આવી રહી છે. મધ્ય પ્રદેશમાં આવેલ સાગર જિલ્લામાં એક ખેડૂતભાઈએ પોતાના કુલ 12 એકર ફાર્મ હાઉસમાં મ્યુઝિક સિસ્ટમ લગાવ્યું છે કે, જે પાક, ઝાડ-પ્લાન્ટ, ગાયો તથા જીવ-જંતુઓને સંગીત સંભળાવી રહ્યો છે. જેથી પાકમાં વધુ ઉપજ મળી રહી છે તથા જૈવિક ખાદ્ય ઝડપથી તૈયાર થઈ જાય છે. આટલું જ નહીં પણ આને લીધે ગાય પણ વધુ દૂધ આપી રહી છે.

સાગલમાં આવેલ તિલી ગામના રહેનાર ખેડૂત આકાશ ચૌરસિયા કપૂરિયા ગામમાં ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે. જે ઝાડ, ફુલ-પાંદડા અને જીવ-જંતુને મ્યુઝીક થેરાપી આપી રહ્યાં છે. આકાશ જણાવતાં કહે છે કે, જે રીતે વ્યક્તિ તણાવમાં હોય છે એ જ રીતે વૃક્ષ તથા જીવ જંતુઓ પણ તણાવમાં રહેતાં હોય છે. તણાવને દૂર કરવા માટે વિવિધ પ્રકારના સાઉન્ડ તેમને આપવામાં આવે છે. જેમ કે ગાયત્રી મંત્ર, ભમરાઓની ગણગણાટનો સાઉન્ડ અલગ અલગ સમય પર આપવામાં આવે છે.

જ્યારે બીજ ઉપચાર કરે તો ગાયત્રી મંત્ર સંભળાવે છે, જ્યારે પાકની વાવણી કરવામાં આવે તેમજ યુવાવસ્થામાં આવે ત્યારે ભમરાઓનું  ગણગણાટ સંભળાવવામાં આવે છે, જ્યારે તેમાં ફળ લાગે તો ગાયત્રી મંત્રની થેરેપી આપવામાં આવે છે. જેથી પાકમાં કુલ 25% ની ઉપજ વધુ થાય છે. ઓર્ગેનિક ખાદ્ય બનાવવામાં કુલ  90 દિવસનો સમય લાગે છે. તેમને જો રાત્રિનાં સમયે મ્યુઝિક થેરેપી આપવામાં આવે તો એટલી જ ઉપજ માત્ર 2 મહિનામાં મળી જાય છે.

જ્યારે ગાય ગર્ભાવસ્થામાં હોય તેમજ દૂધ લગાવવાનો સમય આવે છે ત્યાં સુધી તેમને ગાયત્રી મંત્રની થેરેપી આપવામાં આવે છે. જેથી દેશી ગાય પણ કુલ 2 લીટર દૂધ વધુ આપવા લાગે છે. પાક, જીવ-જંતુ તથા ગાયમાં મ્યુઝીક થેરેપીથી કરવામાં આવેલ ઈમ્પ્રુવમેન્ટને લઈ જ્યારે સાગર કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયના પૂર્વ વનસ્પતિ શાસ્ત્રી ડૉક્ટર અજય શંકર મિશ્રા જણાવતાં કહે છે કે, 120 વર્ષના રિસર્ચમાં સામે આવ્યું છે કે, પ્લાન્ટ્સ ખુબ સેન્સીટીવ હોવાંથી તેઓ સંગીતને મહેસૂસ કરે છે.

ક્લાસિકલ મ્યુઝિક સાંભળવા પર પ્લાન્ટોમાં ઈમ્પ્રુવમેન્ટ જોવા મળે છે તથા જે આકાશ ચૌરાસિયાએ કર્યું છે તેમાં કઈ ખોટું નથી. આ સિદ્ધાંત અગાઉથી જ પ્રતિપાદિત છે. વર્ષ 1902માં વૈજ્ઞાનિક જે સી બાસુએ રિસર્ચમાં જાણ્યું હતું. જેના પેપર વર્ષ 1902 તથા વર્ષ 1904માં છાપવામાં આવ્યા હતા. ઓર્ગેનિક ખેતીમાં મ્યુઝિક થેરેપીથી થયેલ લાભ બાદ આકાશની પાસે દેશના વિવિધ રાજ્યમાંથી ખેડૂત તાલીમ લેવા માટે આવે છે, જેને તેઓ મ્યુઝિક થેરેપીના ગુણ શિખવાડી રહ્યાં છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post