September 21, 2021

ગુજરાતના આ ખેડૂતે ‘સ્માર્ટ ખેતી’ દ્વારા કરી લાખોની કમાણી, જાણો કેવી રીતે?

Share post

દેશના ખેડૂતો અનેકવિધ પાકોની ખેતી કરે છે. ગુજરાતનાં ખેડૂતો પણ હંમેશા કઈક અલગ કરી બતાવવા માંગતા હોય છે. હાલમાં પણ આવી જ એક જાણકારી પોરબંદર જીલ્લામાંથી સામે આવી રહી છે. કેટલાંક એવાં ખેડૂતો હોય છે કે, જેઓ પરંપરાગત ખેતીને બદલે કંઈક નવું સંશોધન અથવા તો નવા પ્રયોગો કરીને સફળ ખેડૂત બન્યા છે ત્યારે પોરબંદર જિલ્લામાં આવેલ રાણાવાવના પ્રગતિશીલ ખેડૂતે ડ્રેગન ફ્રુટની ખેતીમાંથી સારી એવી કમાણી કરી રહ્યા છે

તેઓએ સાબીત કરી બતાવ્યું છે કે, સાહસ કરવાથી કોઈપણ ક્ષેત્રમાં ચોક્કસપણે સફળતા મળે છે. પોરબંદર જિલ્લામાં આવેલ રાણાવાવના રાજુ મોકરીયા નામના પ્રગતિશીલ ખેડૂતે પોતાની 2.5 જમીનમાં ડ્રેગન ફ્રુટની ખેતી કરી છે. પોરબંદર જિલ્લામાં મુખ્યત્વે મોટા ભાગના ખેડૂતો દ્વારા મગફળી તથા કપાસ સહિત કેટલાંક મુખ્ય પાકોનુ વાવેતર કરવામાં આવતુ હોય છે.

આવા સમયમાં રાણાવાવના આ ખેડૂતભાઈએ મગફળી તેમજ કપાસને બદલે ડ્રેગન ફ્રુટની ખેતીનો નિર્ણય લઈને હાલમાં તેઓ સુઝબુઝને લીધે સફળતા પૂર્વક ડ્રેગન ફ્રુટમાંથી સારી આવક મેળવી રહ્યા છે. સમગ્ર રાણાવાવ તાલુકામાં તેઓ એક માત્ર એવાં ખેડૂત છે કે. જેઓએ  ડ્રેગન ફ્રુટનુ વાવેતર કર્યુ છે. હાલમાં આ ખેડૂતના વાવેતરને જોવા માટે તેમજ  ડ્રેગન ફ્રૂટને ખરીદવા માટે અનેક લોકો આવી રહ્યા છે.

ડ્રેગન ફ્રુટની સફળ ખેતી કરનાર રાજુ મોકરીયા જણાવતાં કહે છે કે, અમે પણ પહેલા પરંપરાગત મગફળી સહિતની ખેતી કરતા હતા. ત્યારપછી જાણવા મળ્યુ કે, ડ્રેગન ફ્રુટની ખેતી કરી શકાય છે. જેને લીધે જામનગરમાં આવેલ કાલાવાડાથી ડ્રેગન ફ્રુટના રોપા લાવીને વાવેતર કર્યુ હતુ.  જેને હાલમાં કુલ 1 વર્ષ જેટલો સમય થઈ ગયો છે તેમજ હાલમાં ખુબ સારો વિકાસ તથા ઉત્પાદન પણ થઈ રહ્યુ છે.

હાલમાં અમારે 3,000 હજાર કિલો ડ્રેગન ફ્રુટનુ ઉત્પાદન થયુ છે. જેનો ભાવ 200 રુપિયા સુધી પ્રતિ કિલો ભાવ મળે છે. જેનુ વેચાણ પોરબંદર તથા રાજકોટમાં કરવામાં આવી રહ્યુ છે. હાલમાં ડ્રેગન ફ્રુટનુ 2.5 વીઘામાં વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સફેદ તેમજ લાલ એમ બંન્ને પ્રકારના ડ્રેગન ફ્રુટનાં રોપા છે. તેઓએ કુલ 510 પોલ પર ડ્રેગન ફ્રુટનુ વાવેતર કર્યું છે. મુખ્યત્વે વાવેતર કર્યા પછી જુન મહિનાથી લઈને નવેમ્બર મહિના દરમિયાન ડ્રેગન ફ્રુટનુ ઉત્પાદન આવે છે.

આની સાથે જ વાવેતર કર્યા પછી કુલ 7 મહિના પછી ઉત્પાદનની શરુઆત થઈ જાય છે. તેઓને આ ડ્રેગન ફ્રુટની ખેતી માટે 5 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આટલુ સાહસ કરીને અલગ પાકનુ વાવેતર કર્યુ હોવા છતાં સરકાર તરફથી કોઈ સબસીડી અથવા તો માર્ગદર્શન મળ્યુ નથી. બીજી બાજુ આવા ખેડૂતોને જરુરી સબસીડી તથા માર્ગદર્શન મળે તો જિલ્લાનાં અન્ય ખેડૂતો પણ આવાં પ્રકારની નવતર ખેતી કરવાં માટે આગળ વધશે.

રાણાવાવના પ્રગતિશીલ ખેડુત એવા રાજુ મોકરીયાએ જે રીતે પોતાની મહેનત તથા સુઝબુજથી સફળતાપૂર્વક ડ્રેગન ફ્રુટની ખેતી કરવામાં સફળતા મેળવ્યા બાદ હાલમાં સારી એવી આવક મેળવી રહ્યા છે. આજુબાજુનાં વિસ્તારનાં ખેડૂતો દ્વારા પણ આ ખેડૂતના સાહસને બિરદાવવામાં આવ્યું હતુ. ખેડૂતોએ કહ્યું હતું કે,અમો વર્ષોથી મગફળી તથા કપાસનુ વાવેતર અમારી જમીનમાં કરતા આવ્યા છીએ. જે રીતે આ ખેડૂતોએ પોતાની જમીનમાં ડ્રેગન ફ્રુટની સફળતા પૂર્વક ખેતી કરી રહ્યા છે તેને જોઈને અમને પણ પ્રેરણા મળી છે કે, આપણે પણ ઈચ્છીએ તો આની ખેતી કરી શકીએ છીએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post