September 18, 2021

વેપારીએ બોલી કર્યા પછી પાક નહિ લેતા ખેડૂતનો આપઘાત, અંતિમ સંસ્કાર કરીને પાછાં ફરતાં નાનાભાઈનું પણ થયું હાર્ટએટેકથી મોત

Share post

પાટનગર નવી દિલ્હીમાં હજારો ખેડૂતો નવાં કૃષિ કાયદા સામે આંદોલન કરે છે તે સમયે મહારાષ્ટ્રનાં અમરાવતી જિલ્લામાંથી આઘાતજનક સમાચાર સામે આવ્યા હતા. મહારાષ્ટ્ર રાજ્યનાં અમરાવતી જિલ્લામાં સંતરાંની ખેતી કરતો એક પરિવાર રહે છે. દર વર્ષની જેમ આ વર્ષે આ પરિવારનાં અશોક ભૂયાર દ્વારા સંતરાંનો પાક લેવામાં આવ્યો હતો. જે વેવારીએ તેનો માલ લેવા બોલી કરી હતી એ વેપારી પાસે ગયો તો પેલાએ પાક લેવા માટેનો ઇનકાર કર્યો. અશોક દ્વારા આગ્રહ કરવામાં આવ્યો તે સમયે અગાઉ એને શરાબ પીવડાવ્યો તેમજ બાદ તેને ખૂબ મારપીટ પણ કરી.

વેપારીએ દગો આપ્યા અંગેનું લાગતાં અશોક ભૂયાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે ગયો ત્યાં પોલીસ અધિકારી દ્વારા પણ તેને મારપીટ કરવામાં આવો. અશોકે આઘાત અનુભવી ન શકતા આપઘાત કરી લીધો હતો. મરતાં અગાઉ એણે મહારાષ્ટ્ર રાજ્ય સરકારનાં શિક્ષણ ખાતાનાં રાજ્ય પ્રધાન બચુ કડ્ડુને એક પત્ર લખ્યો હતો. બચુ કડ્ડુ પણ એક મોટા ગજાનાં ખેડૂત છે. યોગાનુયોગ દ્વારા બચુ કડ્ડુ ખેડૂત આંદોલનનાં સંદર્ભમાં દિલ્હી ગયા હતા. આ સંજોગોમાં અશોક હિંમત હારી ગયો હતો તેમજ તેણે તેનું જીવન ટુકાવી લીધું હતું.

અશોકનાં અંતિમ સંસ્કાર પતાવીને ઘર બાજુ પાછા આવી રહેલા અશોકનાં નાનાભાઇને હાર્ટ અટેક આવી ગયો હતો તેમજ તે પણ મૃત્યુ પામ્યા હતા. આમ એકની સાથે બે પુરુષો ચાલ્યા જતાં હાલ આ પરિવારનાં માથે મોટી મુશ્કેલીમાં આવી પડી છે. હાલના સમયમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. આ અંદોલન કરવાનું કારણ તો તમે જાણતા જ હશો. છેલ્લા એક મહિનાથી આંદોલન ચાલી રહ્યું છે. કેટ કેટલી બેઠકો છતાં સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

આ આંદોલનમાં આશરે 22 જેટલા ખેડૂતોએ આપઘાત કરી લીધો છે, હાલ આ આંકડો સતત ને સતત વધી રહ્યો છે. વેપારીઓના કારણે કેટલાય ખેડૂતો બરબાદ થઇ ગયા છે અને હાલમાં પણ થઇ રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post