September 17, 2021

ખેડૂતોના આંદોલનને દુનિયાના દિગ્ગજ નેતાઓએ આપ્યું સમર્થન, અને એવી વાત કહી દીધી કે…

Share post

ભારત સરકારનાં નવા ખેતી કાયદાનાં વિરોધમાં ખેડુતો છેલ્લાં 6 દિવસથી દિલ્લીમાં પ્રદર્શન કરે છે. પંજાબ રાજ્યમાં 2 માસ સુધી પ્રદર્શન કર્યા પછી ખેડુતોએ દિલ્લી બાજુ કૂચ કરી હતી. દરેક ખેડુત સંગઠનોની એક જ માંગ કરે છે કે, ઓછામાં ઓછા સપોર્ટ પ્રાઇસ(એમએસપી) પર સરકાર વચન આપે તેમજ કાયદામાં સામેલ કરે. ખેડુત સંગઠનને એવો ડર છે કે, બજારમાંથી બહાર આવતા જ MSP પર અસર થશે તેમજ ધીરે ધીરે ધંધો પૂરો થશે. પંજાબ રાજ્યનાં ખેડુતોનાં આંદોલનની સાથે જ બીજા રાજયનાં ખેડુતો પણ ધીરે ધીરે જોડાઇ છે. પણ હાલ તો બ્રિટેન, કેનેડા, અમેરિકાનાં ઘણા સાંસદોએ પણ ભારત દેશનાં ખેડુતોનાં આંદોલનને સમર્થન આપે છે.

બ્રિટનનાં લેબર પાર્ટીનાં સાંસદ તેમજ રેલ મંત્રી તનમનજીત સિંહે ટવીટ કરીને જણાવ્યું કે, આ જુદા પ્રકારનાં લોકો છે જે તેનાં પર દમન કરવા વાળાઓનું પણ પેટ ભરે છે. પંજાબ તેમજ ભારત દેશનાં અન્ય રાજયોનાં ખેડુતો સાથે સપોર્ટમાં ઉભો છું, જેઓ કૃષિ બિલ વર્ષ 2020નો વિરોધ કરે છે. તો સાથે જ લેબર પાર્ટીનાં સાંસદ જોન મેકડોનલે પણ વાતને સમર્થન કરતા જણાવ્યું કે, શાંતિથી પ્રદર્શન કરતા ખેડુતો પર દબાણ અસ્વીકાર્ય છે તેમજ તે ભારત દેશની ઇમેજ ખરાબ કરે છે.

બ્રિટનની લેબર પાર્ટીનાં બીજા સાંસદ પ્રીત કૌર ગિલે પણ ટવીટ કરીને જણાવ્યું કે, ફોટો જોઇને આશ્ચર્યચકિત છું, અથવા તો પોતાની આજીવિકાને પ્રભાવિત કરવા વાળા વિવાદિત બિલનો શાંતિથી વિરોધ કરતા ખેડુતોને ચુપ કરવા ટિયરગેસનાં સેલનો ઉપયોગ થાય છે. ભારત દેશમાં વિવાદિત કાયદાનો વિરોધ કરતા નાગરિકોનાં સાથેનો વ્યવહાર યોગ્ય નથી.

કેનેડાનાં ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીનાં પ્રમુખ જગમીત સિંહે ટવીટ કરીને જણાવ્યું કે, શાંતિથી આંદોલન કરતા ખેડુતો પર ભારત સરકારની હિંસા દુ:ખ પહોંચાડે છે. સેંટ જોન ઇસ્ટનાં સાંસદ જૈક હેરિસે પણ ટવીટ કરીને જણાવ્યું કે, ખેડુતોનું ભારત સરકાર દમન કરે છે. ભારત સરકાર દ્વારા ખેડુતોની સાથે વાતચીત કરવી જોઇએ.

ઓંટોરિયામાં વિપક્ષ નેતા એન્ડ્રુ હોરવાત દ્વારા ટવીટ કરીને ખેડુતોનાં આંદોલનને સમર્થન કરતાં જણાવવામાં આવ્યું કે, ઓંટારિયામાં તમામ જોઇ રહ્યા છે કે, ભારત દેશમાં ખેડુતો પર હજુ કેટલાં જુલમ થાય છે. કેનેડાનાં બ્રેમ્પટન ઇસ્ટનાં સાંસદ ગુર રતન સિંહે સદનમાં ભારતનાં ખેડુતોનાં પ્રદર્શનનો મુદ્દો ઉઠાવીને જણાવ્યું હતું કે, ભારત દેશમાં ખેડુતો પર હુમલા થાય છે. ભારત સરકારનાં અન્યાય પૂર્ણ કાયદાનો વિરોધ કરવા તેમજ ખેડુતોને સમર્થન આપવા માટેની અપીલ કરું છું.

બ્રેમ્પટનનાં નેતા કેવિન યારડે તેમજ સારા સિંહે પણ ભારત દેશનાં નવા ખેતી કાયદાનો વિરોધ કર્યો. સારા સિંહે ટવીટ કરીને જણાવ્યું કે, પંજાબનાં એક ખેડુતની પૌત્રી હોવાને લીધે હું ખેડુતોનાં સમર્થનમાં ઉભી છું. તેની આજીવિકા બચાવવા ખેડુતો વિરોધ કરે છે.

બ્રિટન તેમજ કેનેડાની જેમ અમેરિકા દેશમાં ખેડુતોનાં આંદોલનની અગત્યની ચર્ચા નથી, પરંતુ ઘણા સાંસદ પોતાનો મત રજુ કરે છે. રિપબ્લીકન પાર્ટીનાં સભ્ય તેમજ વકીલ હરમીત ઢિલ્લને ટવીટ દ્વારા વડાપ્રધાન મોદીને વિનંતી કરવામાં આવી તે ખેડુતોની સાથે મુલાકાત કરીને આ બાબતનું સમાધાન લાવો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post