September 22, 2021

નોકરી ન મળતા સોફ્ટવેર એન્જિનિયરે ખેતીક્ષેત્રમાં એવું કાર્ય કર્યું કે, હવે બેઠા-બેઠા થઇ રહી છે ઉંચી કમાણી

Share post

સોશિયલ મીડિયા પર સફળતા પામેલ કેટલાંક વ્યક્તિઓની કહાની સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે. જમ્મુના રહેવાસી ફક્ત 26 વર્ષનાં અતાઉલ્લાહ બુખારીએ સોફ્ટવેર એન્જિનિયરનો અભ્યાસ કરેલો છે. ત્યારપછી શાકભાજી તેમજ ફળો વેચવાનું કામ શરૂ કર્યુ પણ તેની રીત એકદમ અનોખી તથા હાઈટેક હતી. એનું પરિણામ એ આવ્યું કે, ખુબ ઓછા સમયમાં જ અતાઉલ્લાહૃની સ્ટાર્ટ અપ શોપ ઓન વ્હીલ ચર્ચિત બની ગઈ હતી.

જમ્મુમાં આવેલ રાજૌરી જિલ્લાના અતાઉલ્લાહનો પરિવાર બઠિંડી વિસ્તારમાં રહે છે. તેઓ ચંડીગઢમાં અભ્યાસ કરવા માટે ગયા હતાં, સોફ્ટવેર એન્જિનિયર બન્યાં પછી પણ કોઈ ખાસ નોકરી ન મળતાં તેઓએ વિચાર કર્યો કે, બહાર જઈને નોકરી શોધવામાં આવે પણ કોરોનાને કારણે ઘરમાં જ બેસવું પડ્યું હતું. અતાઉલ્લાહ પાસે ન તો નોકરી હતી તેમજ નોકરી શોધવાના વિકલ્પ હતાં. એક દિવસ વિચાર આવ્યો કે, કંઈક પોતાનું કામ જ શરૂ કરવામાં આવે.

અતાઉલ્લાહ જણાવતાં કહે છે કે, જયારે અનલોક થયું ત્યારે મેં એક થ્રી વ્હીલર ઓટો ફાઈનાન્સ કરાવીને તેને ‘શોપ ઓન વ્હીલ’ની જેમ ડિઝાઈન કરાવી હતી. એટલું તો નક્કી કરી નાંખ્યું હતું કે, હાલના દિવસમાં લોકોને જો ઘરે બેઠા હાઈજેનિક રીતે સારી ગુણવતાનાં શાકભાજી તેમજ ફળ મળશે તો તેઓ જરૂર ખરીદશે. જેથી મેં એક વેબસાઈટ ‘www.flyekart.com’ ડિઝાઈન કરી.

સપ્ટેમ્બર મહિનામાં કામની શરૂઆત કરતા પહેલા કુલ 2 શિક્ષિત પણ રોજગારી શોધતા મિત્રો અબ્દુલ મતીન તથા આમિર નિસાર સાથે વાતચીત કરી તો તેઓ પણ સાથે કામ કરવા માટે તૈયાર થઈ ગયા હતાં. અમે ત્રણેયે નક્કી કરી લીધું હતું કે, ભલે શાકભાજી મોંઘા મળે કે ઓછા વેચાય પરંતુ અમે ક્વોલિટી સાથે કોઈ સમાધાન નહીં કરીએ.

શરૂઆતમાં અમે જમ્મુની મશહૂર નરવાલ મંડીમાંથી ફળો-શાકભાજીની ખરીદી કરીને ખુબ ઓછા ભાવે લોકોને ઘર સુધી ફળ-શાકભાજી પહોંચાડવા લાગ્યા હતાં. હાલમાં અમે જમ્મુના કુલ 100 જેટલા ઘરમાં ઓનલાઈન તેમજ વ્હોટ્સ એપ દ્વારા ઓર્ડર લઈને શાકભાજી આપીએ છીએ. આની ઉપરાંત અમે જમ્મુના રહેણાંક વિસ્તારો તથા સોસાયટીમાં જઈને પણ શાકભાજી-ફળનું વેચાણ કરી રહ્યાં છીએ.

તેણે આગળનું પણ આયોજન કર્યુ છે. હવે તેઓ અનેક ખેડૂતોની સાથે પણ વાતચીત કરી રહ્યા છે ક, જેથી ઓર્ગેનિક શાકભાજીની ખરીદી કરીને વેચી શકાય. જેમ જેમ માંગમાં સતત વધારો થઈ રહ્યો છે એ પ્રમાણે વધારે લોડિંગ કેરિયરની ખરીદી કરીને તેનો શોપ ઓન વ્હીલની જેમ તૈયાર કરીને માર્કેટમાં ઉતારશે. ધીરે-ધીરે કન્સેપ્ટને જમ્મુ-કાશ્મીરના અન્ય જિલ્લાઓ સુધી પણ લઈ જશે.

અમે કુલ 2 લાખ રૂપિયામાં લોડિંગ કેરિયર ફાઈનાન્સ કરાવીને બાકીનો ખર્ચ તેની ડિઝાઈનીંગ પાછળ કર્યો હતો. ત્યારપછી અમે કામ શરૂ કર્યુ તો પ્રોફિટ થવા લાગ્યો હતો. જો કે, અમે હાલમાં આ કામમાં નવા છીએ તો પ્રોફિટથી પણ વધારે લોકોની સંતુષ્ટિ ખુબ જરૂરી છે. અમારી કોશિશ છે કે, આ કામને વધુ આગળ લઈ જઈએ તેમજ પોતાનો એક અલગ મુકામ બનાવીએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post