September 23, 2021

સાપથી ભરેલા કુવામાં ડૂબી રહ્યો હતો મોર, મોરને બચાવવા એક વ્યક્તિ કુવામાં ઉતર્યો અને પછી જે થયું… -જુઓ વિડીયો

Share post

આજનાં સમયમાં બધા સ્વાર્થી તેમજ મતલબી છે. કોઈ અંગત સ્વાર્થ વિના કોઈ એક બીજાની મદદ કરતા નથી, દરેક એવું વિચારે છે કે, બીજાની બાબતમાં આપણે શા માટે પડીએ. ખાસ કરીને જયારે તે કામ કરવામાં તેનું કોઈ નુકશાન હોય તો લોકો અગાઉથી જ પાછા ફરી જતા હોય છે. સ્થિતિ એવી છે કે, જો કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય તો લોકો તેને જોઈ આગળ વધે છે. આમ તો દરેકની વિચારસરણી એક જેવી હોતી નથી.

આ વિશ્વમાં અનેક લોકો એવાં પણ છે તેની અંદર હજુ પણ માણસાઈ છે. તે લોકો ફક્ત માણસને જ નહિ પણ જાનવરોની મદદ માટે પણ આગળ હોય છે. એવામાં આજ રોજ અમે તમને એક એવાં સાચા વ્યક્તિનો પરિચય કરાવવા માટે જઈએ છીએ. જેણે તેનો જીવ જોખમમાં મુકીને કુવામાં ફસાયેલા મોરનો જીવ બચાવે છે.

હાલ થોડા દિવસોમાં ઈન્ટરનેટ ઉપર એક વિડીયો ખુબ વાયરલ થયો છે. આ વિડીયોમાં એક માણસ 30 ફૂટ જેટલા ઊંડા કુવામાં ઉતરી જાય છે. તે એવું ફક્ત એટલા માટે કરે છે તેથી તે કુવામાં ડૂબેલા મોરનો જીવ બચાવી શકે. નવાઈની વાત એ છે કે, તે કુવામાં એક સાપ પણ અગાઉથી હોય છે. તેમ છતાં તે વ્યક્તિ એની જરાપણ પરવા કરતો નથી. એનાં મનમાં બસ એક જ વાત છે કે, મારે કોઈપણ રીતે કુવામાંથી મોરને બહાર કાઢી મોરનો જીવ બચાવવો છે.

જ્યાં હાલના સમયમાં કોઈ વ્યક્તિ કોઈ અન્ય માણસને ફક્ત સહારો પણ બનવાનું પસંદ કરતા નથી ત્યાં બીજી બાજુ એક વ્યક્તિએ એક પક્ષી માટે તેનો જીવ જોખમમાં મૂકીને સાપ વાળા કુવામાં ઉતરીને મોરને બચાવ્યો. આ વ્યક્તિ કુવામાં એક દોરડાની મદદ વડે જ ઉતરતો હતો. તેની મદદ માટે કુવાની બહાર અમુક અન્ય લોકો પણ હાજર હતા. ભલે દોરડાથી બંધાયેલો હતો તેમ છતાં તેનાં જીવનું જોખમ તો હતું.

જો દોરડું તૂટી જાય અથવા પકડ ઢીલી પડે તો તે સીધો 30 ફૂટ ઊંડા પાણીમાં જઈને પડે. ઉપરથી એમાં એક સાપ અગાઉથી જ હતો. આવાંમાં એનાં જીવને બમણું જોખમ હતું. પરંતુ તે માણસની વિચારસરણી સાચી હતી તેથી ભગવાને પણ એનો સાથ આપ્યો તેમજ તે ક્ષેમકુશળ મોરને બહાર કાઢવામાં સફળ રહ્યો. જાણકારી અનુસાર આખો બનાવ તમિલનાડુનાં તિરુચીરાપલ્લી જીલ્લાનાં થુરાયુરકાની છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post