September 18, 2021

આવતીકાલથી રાજ્યના આ વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડશે, પડશે કાતિલ ઠંડી – હવામાન વિભાગે કરી અગત્યની આગાહી   

Share post

અતિભારે વરસાદ તેમજ કટી ઠંડીને લઈ હવામાન વિભાગ દ્વારા કેટલીક વખત આગાહી કરવામાં આવતી હોય છે. હાલમાં પણ હવામાન વિભાગ દ્વારા આવી જ એક આગાહી કરવામાં આવી છે જેને લઈ સમાચાર સામે આવી રહ્યાં છે. રાજસ્થાનમાં સક્રિય થયેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે  અમદાવાદ સહિત સમગ્ર રાજ્યના હવામાનમાં પલટાની સાથે માવઠું થયું છે.

જો કે, સોમવારનાં રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત પરથી આગળ વધી જતાં અમદાવાદ સહિત રાજ્યનાં કેટલાંક શહેરોમાં ઠંડીનો પારો કુલ 14 ડિગ્રીથી નીચે જવાની શક્યતા રહેલી છે. ખાસ કરીને તો નલિયા તેમજ ડીસા જેવાં શહેરોનું તાપમાન કુલ 10 ડિગ્રીની નીચે જતાં રાજ્યમાં કાતિલ ઠંડીને લીધે શિયાળાની જમાવટ થશે એવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે.

સોમવારથી ઠંડીમાં થશે વધારો:
હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવતાં કહે છે કે, હાલમાં રાજસ્થાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જેને કારણે રાજ્યના હવામાનમાં પલટાની સાથે માવઠું થયું છે. હજુ આગામી 24 કલાક દરમિયાન રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વાદળિયા હવામાનની વચ્ચે વરસાદી માહોલ જામેલો રહેશે. ત્યારપછી 13 ડિસેમ્બરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત પરથી આગળ વધી જશે.

સોમવારથી અમદાવાદ સહિત રાજ્યમાં કેટલાંક શહેરોમાં કાતિલ ઠંડી પડવાની પ્રબળ શક્યતા રહેલી છે. વાતાવરણમાં થયેલ પલટાને લીધે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં માવઠું થયું છે. જેને લીધે શુક્રવારે અમદાવાદ સહિત રાજ્યના સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારના દીવ, મહુવા, વેરાવળ, ભાવનગર, સુરત, વડોદરા, ભરુચ તથા વલસાડમાં 2 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે.

ઠંડીમાં વધારો કેમ થશે?
જ્યારે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાય છે, ત્યારે હવામાનના ઉપરના સ્તરનાં ગરમ પવન ધરતી બાજુ આવતાં વાતાવરણમાં ગરમીમાં વધાર થાય છે. આની સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા પછી વાતાવરણના નીચલા સ્તર પર ઠંડા પવનોની શરૂઆત થાય છે. આ ઠંડા પવનો વાતાવરણના ઉપરના લેવલ પર સૂકા પવનો નીચલા લેવલના ઠંડા પવનોને સીધા ધરતી બાજુ ઘસી આવે છે. જેને લીધે ઠંડીમાં વધારો થાય છે.

મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો 14 ડિગ્રીની નીચે પહોંચશે :
સોમવારથી અમદાવાદ સહિત રાજ્યના અન્ય કેટલાંક શહેરોમાં ઠંડીનો પારો 14 ડિગ્રીની નીચે પહોંચવાની સંભાવના રહેલી હોવાથી ઠંડીનું જોરમાં વધારો થશે વધશે. જેને લીધે કચ્છમાં આવેલ નલિયા,ભુજ,કંડલા તેમજ ડીસામાં ઠંડીનો પારો 10 ડિગ્રી તથા અમદાવાદમાં કુલ 12 ડિગ્રીની નીચે પહોંચવાની સંભાવના રહેલી હોવાને લીધે કાતિલ ઠંડી પડવાની શક્યતા રહેલી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post