September 21, 2021

ગુજરાત: તળિયાના ભાવ મળતા ખેડૂતે તેના ખેતરમાં ઉભેલા પાક પર ફેરવી દીધું ટ્રેક્ટર

Share post

ખંભાળિયા પંથકમાં હર્ષદપુર ગામના એક ખેડૂતે પોતાના ખેતરમાં ઉગેલી રીંગણીના પાકના પુરતા ભાવ ન મળતા આખરે તેમણે આખા ખેતર ઉપર રોટાવેટર મશીન ફેરવી દીધું હતું. જાણવા મળ્યું છે કે,  ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડમાં રીંગણાના ભાવ ઘટીને કિલોના એક- બે રૂપિયા અને કોથમીર જેવી લીલોતરી બે-ત્રણ રૂપિયામાં પણ વેચાતી હોવાનું જાણવા મળેલ છે.

લીલા શાકભાજીના તળીયે ગયેલા ભાવના કારણે આ શાકભાજીનું વાવેતર કરનારા ધરતીપુત્રોને ભારે નુકસાની ભોગવવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જોકે, નવાઈની વાત તો એ છે કે, માર્કેટિંગ યાર્ડમાં એક થી ત્રણ રૂપિયે કિલો શાકભાજી વેચાતું હતું જયારે છૂટક લારીઓમાં તથા બજારોમાં રૂપિયા દસ થી ત્રીસના ભાવે વેચાય છે.

આમ, વિપુલ આવક વચ્ચે શાકભાજીના તળિયે ગયેલા ભાવોનો લાભ ખેડૂતોને મળતો નથી. પરંતુ છૂટક વિક્રેતાઓ પેટ ભરીને કમાણી કરે છે. ખંભાળિયાના હર્ષદપુર વાડી વિસ્તારમાં રહેતા અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા રમેશભાઈ ડાયાભાઈ દલવાડી નામના એક ખેડૂતે તેમની વાડીમાં એક વીઘામાં રીંગણીના પાકનું વાવેતર કર્યું હતું.

તેમને રોજની દસ થી પંદર મણ રિંગણીની ઉપજ થતી હતી. પરંતુ તેમને અહીંના યાર્ડમાં રીંગણીના ભાવ કિલોના એક- બે રૂપિયા જ મળતા હતા જેમાંથી તેઓને દવા તથા મજૂરીના પૈસા પણ છૂટતા ન હતા. આખરે કંટાળીને તેમણે પોતાના પાક ઉપર રોટાવેટર મશીન ફેરવી દીધું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post