September 22, 2021

શાળામાં ભણતા વિદ્યાર્થીએ શાળાને ભેટમાં આપ્યા 45 લાખ રૂપિયા, કારણ જાણી તમે પણ ચોંકી ઉઠશો

Share post

હાલમાં એક એવી જાણકારી સામે આવી રહી છે કે, જેને જાણીને તમને ખુબ ગર્વ થશે. બ્રિટીશ સરકારના આવ્યા બાદ પ્રજાને અંગ્રેજી ભાષાની કેળવણી આપવાની તેમની ઈચ્છાને અનુસરી સરકાર દ્વારા ખેડામાં સૌપ્રથમ એંગ્લો વર્નાક્યુલર સ્કૂલની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ધોરણ 5 ધોરણ સુધી અભ્યાસ ચાલતો હતો. આ શાળા એટલે હાલની H and D પારેખ હાઈસ્કૂલ. આ શાળાને હાલમાં કુલ 110 વર્ષ પૂર્ણ થઈ ચુક્યા છે. આ શાળાનાં જ પૂર્વ વિદ્યાર્થી તથા આજના ઉદ્યોગપતિ નવનીત શાહના કુલ 45 લાખ રૂપિયાના માતબર દાનથી અદ્યતન ઓરડા બનાવવામાં આવ્યાં છે.

ખેડાની હાઇસ્કુલ તેમજ સમગ્ર શૈક્ષણિક સ્ટાફ દ્વારા શાળાના 110મા વાર્ષિક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂર્વ વિદ્યાર્થી તથા હાલમાં સમગ્ર પંથકમાં ઉદ્યોગપતિ તરીકે નામના ધરાવતા વડીલ નવનીતભાઈ શાહ કે, જેમણે શાળાને અંગ્રેજી માધ્યમના નવા મકાન માટે કુલ 27 લાખ રૂપિયા તથા ગુજરાતી માધ્યમ માટે કુલ 18 લાખ રૂપિયા એમ થઈને કુલ 45 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. આ રકમમાંથી એક જ વર્ષના ટૂંકા સમયગાળામાં બનાવવામાં આવેલ ઓરડાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે બોર્ડ ઓફ મેનેજમેન્ટના બધાં સભ્ય હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ખેડામાં એક સદી અગાઉ અંગ્રેજી શિક્ષણનો પાયો નાખનાર આ શાળા હાલમાં વટવૃક્ષ બની ગઇ છે. અહીં ઉલ્લેખનીય છે કે, ખેડામાં ફક્ત ધોરણ 5 હોવાને લીધે મેટ્રીક અથવા તો સ્કૂલ ફાયનલ પરીક્ષા પાસ કરવા માટે વિદ્યાર્થીઓએ નડિયાદ, અમદાવાદ તેમજ વડોદરા વગેરે જેવા સ્થળોએ જવુ પડતું હતું. આ વાત મ્યુનિસિપાલીટીના લક્ષમાં હતી. જેથી વર્ષ 1895 માં એંગ્લો વર્નાક્યુલર સ્કૂલમાં ધોરણ 6 ની શરૂઆત થઈ હતી.

ખેડાની આજુબાજુના 15 માઇલ વિસ્તારની એકમાત્ર હાઈસ્કૂલ:
ખેડાની આજુબાજુના કુલ 15 માઇલના વિસ્તારમાં હાઈસ્કૂલ ન હોવાને કારણે ગામડાનાં બાળકો માટે છાત્રાલયની શરૂઆત કરવામાં આવી હતી. વર્ષ 1914-’15માં મુંબઈ સરકારના હસ્તક સર સાસુન ડેવિડ હોસ્ટેલ બાંધવામાં આવી હતી. જેથી લીંબાસી, ત્રાજ, માતર, મહેમદાવાદ, માંકવા, રઢુ, નવાગામ, નાયકા અને આસપાસનાં અન્ય ગામમાંથી બાળકો છાત્રાલયમાં રહીને આ શાળામાં અભ્યાસ કરતાં હતાં.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post