September 23, 2021

કબડ્ડીથી દેશભરમાં પ્રખ્યાત થયેલી માંગી ચૌધરી, હાલ પશુપાલન કરીને ચલાવે છે ગુજરાન

Share post

હાલમાં પશુપાલનને લઈ એક જાણકારી સામે આવી રહી છે. 20થી પણ વધારે વખત સમગ્ર જિલ્લાનું તેમજ કુલ 2 વખત રાજસ્થાનનું નેતૃત્વ કરી સમગ્ર દેશમાં પોતાની રમત પ્રતિભાનો પરિચય આપનાર કબડ્ડીની પ્રતિભાશાળી ખેલાડી હાલમાં ઘરનું રસોડું તેમજ પશુપાલન કરવા સુધી સીમિત રહી ગઈ છે. રમતના મેદાનમાં જે ખેલાડીએ સફળતા મેળવી હતી. જે હાલમાં ઘરના નાના-નાના કામ કરવા માટે મજબૂર બની છે.

સમગ્ર દેશમાં કબડ્ડીમાં નામ મેળવ્યા બાદ બાડમેરની માંગી ચૌધરી આજે ખેતરમાં પશુઓને ઘાસચારો આપવા જેવા કામ કરી જીવન જીવી રહી છે. પ્રાથમિક શિક્ષણથી લઈને સીનિયર સુધીના અભ્યાસ વખતે માંગી ચૌધરીએ કબડ્ડીની રમતમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. કુલ 2 વખત રાજસ્થાનની સ્ટેટ ટીમનું નેતૃત્વ કરવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. સરકાર તરફથી કોઈ પ્રોત્સાહન ન મળતાં આજે ખેતરોમાં પશુઓને સાચવવાનું તેમજ ખેતીવાડીની સાથે ગૃહિણી બનીને કામ સંભાળી રહી છે.

બાડમેર જિલ્લાની પહેલી સ્ટુડન્ટ કે, જેણે રાજસ્થાનની કબડ્ડી ટીમનું નેતૃત્વ કર્યું:
બાડમેરની માંગી ચૌધરીએ કુલ 20 વખત રાજ્ય સ્તર પર દબદબો દેખાડ્યો હતો. માંગી વર્ષ 2010માં બાડમેર જિલ્લાની સૌપ્રથમ સ્ટુડન્ટ હતી કે, જેણે રાજસ્થાન કબડ્ડી ટીમનું નેતૃત્વ કરવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. આ જ રીતે વર્ષ 2012માં ફરી રાજસ્થાનની ટીમનું નેતૃત્વ કરી સૌને આશ્વર્યચકિત કરી દીધા હતાં. માંગીની રમતના દેશના અનેક આંતરરાષ્ટ્રીય ખેલાડીઓએ પ્રશંસા કરી હતી. રમતના સંશાધનોના અભાવ હોવા છતાં માંગીએ પોતાની પ્રતિભાથી બધાલોકોને ચકિત કર્યા. માંગી કહે છે કે, કબડ્ડી હંમેશાથી તેની ગમતી રમત રહી છે.

ચારેયબાજુ નિરાશા ઘેરાયેલી હોવાં છતાં હિંમત ન હારી:
માંગી કહે છે કે, તેના મનમાં બાડમેર જિલ્લામાં કબડ્ડીના કોચ બનવાની તીવ્ર ઈચ્છા હતી પરંતુ સરકાર તરફથી પ્રોત્સાહન ન મળતા તેની પ્રતિભા ફક્ત રસોડા તથા ભેંસને સાચવવા સુધી સીમિત થઈ ગઈ છે. એક સમયે કબડ્ડીના મેદાનમાં પોતાની રમતથી લોકોનું આકર્ષણનું કેન્દ્ર બનનારી માંગી ચૌધરી પોતાના ઘરમાં જ જોવા મળે છે. માંગી જણાવે છે કે, અભાવોએ ભલે ચારેયબાજુ નિરાશા ઊભી કરી હોય પરંતુ હિંમત હારી નથી. કોઈની આગળ હાથ ન ફેલાવું પરંતુ આંખોમાં મદદની આશા હજુ પણ જોવા મળી રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post