September 21, 2021

કચ્છનાં ખેડૂતો માટે તાઈવાન જામફળની ખેતી ‘સોનાના ઈંડા આપતી મરધી’ સમાન સાબિત થઈ – એક જ વર્ષમાં થઈ એટલી કમાણી કે…

Share post

હાલમાં કોરોના મહામારીનાં કપરાં સમયમાં ખેડૂતો પોતાનો માલ નિકાસ કરીને સારું એવું વળતર મેળવી રહ્યાં છે. કચ્છનમાં આવેલ કોટડા ચકારની આસપાસના ખેડૂતો તાઈવાની જામફળનો પાક લઈને હજારો ટન જામફળ દિલ્હી, મુંબઇ તથા વિદેશમાં એક્સપોર્ટ કરી રહ્યાં છે. આટલું જ નહિ ભારતથી બમણા ભાવ મેળવીને દેશને હૂંડિયામણ આપી રહ્યાં છે. કુલ 1,500 TDS ક્ષારવાળા પાણીમાં ખુબ સારો પાક મેળવીને ખેડૂતો બાગાયતી પાકો મેળવી રહ્યા છે.

આમ, કચ્છના ખેડૂત ખુબ ઓછા સમયમાં ઓછી મહેનતે વધારે પાક ઉત્પાદન કરીને આવક મેળવી રહ્યાં છે. માત્ર 1 વર્ષમાં તાઈવાની જામફળના રોપા ખેડૂતોની માટે સોનાની મરઘી સમાન સાબિત થયાં છે. ખેડૂત હર્ષદ પટેલ જણાવતાં કહે છે કે, કોટડા ચકારના ખેડૂતને શુ મુશ્કેલી પડી તથા કઈ રીતે તેઓ આગળ આવ્યા તથા વધારે પાક મેળવવા અન્ય ખેડૂતોને પણ માર્ગદર્શન આપવા માટે તૈયાર છે.

કચ્છના કુલ 50 ખેડૂતોનું જૂથ તૈયાર કરીને રોજ કુલ 1 ટન માલ એક્સપોર્ટ કરી શકે એ અંગેની તૈયારી તેમજ ખેડૂતોને વધારે નફો મળે એ માર્ગદર્શન પણ આપવા માટે તૈયાર છીએ. બારેય માસ મળતું એવું ફળ તાઇવાન પિંક જામફળ રસદાર તથા સ્વાદમાં ખુબ મીઠું ફળ છે. ખેડૂત ખુબ ઓછા ખર્ચમાં વધારે પાક લઇ શકે છે. આની સાથે જ તેમાં ઝડપી ફળ આવે છે. ખુબ ઓછી જમીનમાં સારો પાક તથા ઓછા મજૂરથી કામકાજ થઈ શકે તેવું ખેડૂતોએ કહ્યું હતું.

કચ્છનું ભવિષ્ય ખુબ ઉજળું છે. કારણકે, અહીં કંડલા તથા મુન્દ્રા પોર્ટ આવેલું છે. મુન્દ્રા પોર્ટનો ડાયરેકટ યુરોપના દેનીશ સાથે વ્યવહાર દરિયાઈ માર્ગ દ્વારા થઈ શકે તેમ છે. જેનો લાભ કચ્છના ખેડૂતોને કેમ વધારે મળે એની માટેનાં પ્રયત્ન શરૂ થઈ ચૂક્યા છે તેવું ઉત્તરપ્રદેશથી માલ એક્સપર્ટ કરવા માટે આવેલ વિજય સહાયે કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, કચ્છના દરિયાઈ માર્ગે ખૂબ સારી રીતે યુરોપના દેશોમાં માલ નિકાસ કરી શકાય છે.

અહીંના હર્ષદ પટેલ જે માલ વિદેશમાં મોકલે છે, જે અમે એક્સપર્ટ કરીને અમારો નફો ખેડૂતોની સાથે વહેંચીએ છીએ. જેને લીધે ખેડૂતોને બમણા ભાવ મળી રહ્યાં છે. અહીં જે શાકભાજી, ફળ વગેરેની પ્રક્રિયા માટેનો સમય વેડફાય છે. એની માટે અહીં પેકીંગ હાઉસ થઈ જાય તો એનો ખુબ સારો લાભ ખેડૂતને થાય છે. આમ, હાલના સંજોગમાં ખેડૂતો પોતાનો માલ નિકાસ કરીને આત્મનિર્ભર બનવા માટે જઇ રહ્યા છે. આની સાથે જ દેશને સારૂ એવું હુંડિયામણ પણ આપી રહ્યાં છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post