September 26, 2021

છેલ્લા ૩૦ વર્ષથી સુરતના પરેશભાઈ કરી રહ્યા છે દિવ્યાંગ અનાથ લોકોની સેવા- જાણી તમને પણ ગર્વ થશે

Share post

હાલમાં રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી એક પ્રેરણાદાયક જાણકારી સામે આવી રહી છે. કુદરતના અન્યાયનો ભોગ બનેલા દિવ્યાંગ, અનાથ, મંદબુદ્ધિ વ્યક્તિઓએ જીવનમાં ખુબ ઝઝૂમવું પડતું હોય છે પરંતુ કુદરત આવા અન્યાયનો ભોગ બનેલાનો ન્યાય કરવા માટે એવા વ્યક્તિઓને પણ મોકલતી હોય છે કે, જેથી ભોગ બનેલ વ્યક્તિને પ્રેમ,હૂંફ અને લાગણી મળી રહે.

સુરતમાં આવા જ અનાથ તથા માનસિક દિવ્યાંગ લોકોની સેવા 55 વર્ષના હીરા દલાલ પરેશભાઈ ડાખરા કરી રહ્યાં છે. સગા મા-બાપ ન કરી શકે એવી સેવા 31 વર્ષથી સેવાકાર્ય કરી રહ્યાં છે. અત્યાર સુધીમાં કુલ 160 જેટલા અનાથ, મંદબુદ્ધિના સેવા ચાકરી કરી ચૂક્યા છે. હાલમાં તેમના ઘરને જ બનાવવામાં આવેલ આશ્રમમાં કુલ 17 માતા-દીકરીઓ તથા કુલ 2 અનાથ બાળકોની સાર સંભાળ રાખી રહ્યાં છે.

ટ્રેનમાં મંદબુદ્ધીની દીકરીને જોઈને મળી પ્રેરણા :
સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં આવેલ તળાજા તાલુકાના બેલા ગામના વતની પરેશભાઈ સવજીભાઈ ડાખરાએ જણાવતાં કહ્યું હતું કે, ખૂબ નાની ઉંમરમાં હીરાના વ્યવસાય માટે સુરત આવી ગયો હતો. હીરો વેપાર પણ ખુબ સારો એવો ચાલી રહ્યો હતો એટલે ઘણીવાર સુરતથી મુંબઈ સહિતના શહેરોમાં જવાનું થતું હતું. નાની ઉંમરમાં સારી એવી કમાણી થતી હતી. નામ પણ ખુબ સારૂં બની રહ્યું હતું.

એવા સમયમાં એકવાર ટ્રેનમાં મુંબઈ જતા એક મંદબુદ્ધિની દીકરી ટ્રેનમાં હતી. એ એની મસ્તીમાં મગ્ન હતી. મેં એને ફેરીયા પાસેથી વસ્તુઓ આપી પણ ન લીધી. છેવટે 10ની નોટ આપી તો તે પણ કટકા કરી નાખ્યાં. ત્યારપછી થયું કે, સારાને તો સહુ બોલાવે પરંતુ આ લોકોને સાચવવા જોઈએ તેવા સંતોના વિચાર નાનપણમાં મળ્યા હોવાથી માનસિક દિવ્યાંગોની સેવા કરવાનું નક્કી કર્યું હતું.

શરૂઆતમાં પરિવારે વિરોધ કર્યો :
પરેશભાઈએ જણાવ્યું હતું કે, માનસિક દિવ્યાંગોની સેવા કરવાનું મેં નક્કી કર્યું હતું. આની પહેલાં મારા લગ્ન નક્કી થઈ ગયા હતાં. મારે સેવા કરવી હતી લગ્નને હું ટાળતો હતો. નાના ભાઈ-બહેનના ધામધૂમથી લગ્ન કરાવી દીધા હતાં. જો કે, પરિવાર પાસે મેં એવી શરતો મૂકી હતી જેને લીધે સેવા પણ કરી શકાય. છેવટે હંસા સાથે લગ્ન થયા. ત્યારપછી જ્યાંથી માનસિક દિવ્યાંગો મળે તેને અલગ ઘરમાં રાખવાની સાથે સેવા શરૂ કરી હતી. શરૂઆતમાં વિરોધ કરતાં પરંતુ  ત્યારબાદ તેમને સેવાનું મહત્વ સમજાતા સહકાર આપી રહ્યાં છે.

દિવ્યાંગોને છોડી ક્યાંય જવાતુ નથી :
માનસિક દિવ્યાંગોને સાચવવા માટે એક પડકારભરી જવાબદારી છે. માનસિક દિવ્યાંગો અંદરો-અંદર ઝઘડો ન કરી બેસે તેની માટે પરેશભાઈ તેના વતન પણ શક્ય હોય ત્યાં સુધી જતા નથી. દિવસે ક્યાંય જાય તો પણ રાત્રિના સમયે તો તેમને ઘરે આવી જવું પડે છે. પરેશભાઈએ જણાવ્યું હતું કે, હવે હું મારા પરિવારજનોને છોડી ક્યાંય જતો પણ નથી. છેલ્લા કેટલાંક સમયથી દલાલીનો ધંધો પણ બંધ કરી દીધો છે. જો કે, માનસિક દિવ્યાંગ લોકો હોવા છતાં ક્યારેય અગવડ આવી નથી.

અમે એકબીજા વગર જમતા પણ નથી :
પરેશભાઈએ જણાવ્યું હતું કે, છેલ્લા 3 દાયકાથી માનસિક દિવ્યાંગો સાથે રહું છું. એક પણ ખરાબ અનુભવ થયો નથી. અમે જેટલો પ્રેમ કરીએ તેનાથી માનસિક દિવ્યાંગો અમને વધુ પ્રેમ કરે છે. અમારા વિના એ જમતા પણ નથી. કેટલાંક લોકો સાજા થઈને પોતાના ઘરે પણ ગયા છે. કેટલાંક નવા સભ્યો પણ મળ્યા છે. અમૂક સભ્યો તો 25 વર્ષ કે તેનાથી પણ વધુ સમયથી અમારી સાથે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post