September 17, 2021

મોંઘીદાટ દવાઓને બદલે સુરતનાં આ ખેડૂતભાઈએ ગાય આધારિત ખેતીનો કર્યો સફળ પ્રયોગ અને એવું પરિણામ મળ્યું કે…

Share post

ગાંધીજીની સ્વરાજની કલ્પના ગાય તથા ગ્રામ આધારિત હતી. ભારતીય દેશી ગાયની માનવ જીવનમાં ઉપયોગિતા વિશે વેદ-પુરાણો, ધર્મશાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.આની સાથે જ  ભારતીય સંસ્કૃતિમાં લોકો પરંપરાગત રીતે પ્રકૃતિ તથા ગૌ માતાનું પૂજન કરતાં આવ્યાં છે. પ્રાચીન સમયમાં થતી ગાય આધારિત ખેતી આધુનિક યુગમાં પણ મૂર્તિમંત થઈ રહી છે.

ગુજરાતમાં આવેલ સુરત જિલ્લામાં આવેલ મહુવા તાલુકાના ખેડૂતે રાસાયણિક ખાતરનો ત્યાગ કરીને ગાય આધારિત શૂન્ય બજેટની પ્રાકૃતિક ખેતી અપનાવી છે. જેને કારણે વિઘાદીઠ થતો કુલ 60,000 રૂપિયાનો ખર્ચમાં ઘટાડો થઈને માત્ર 3,000 રૂપિયા જ થઈ રહ્યો છે. આની સાથે જ ઉત્પાદીત થતા ભીંડા સહિતના પાકનો ભાવ 10થી વધુ ગણા મળી રહેતા ખેડૂતની આવકમાં ચોખ્ખો વધારો થયો છે.

ટૂંકા ગાળામાં સારો નફો મળ્યો :
પ્રાકૃતિક ખેતીએ ટૂંકા સમયગાળામાં સારો એવો નફો આપ્યો હોવાનું જણાવતાં પ્રકાશભાઈ કહે છે કે, મારી પાસે 4 વિંઘા જમીન હોવાને કારણે ભીંડો, રીંગણ જેવા શાકભાજી પાકો તેમજ ડાંગર, શેરડી જેવા રોકડીયા પાકોનું વાવેતર કરું છુ. જાન્યુઆરી માસમાં ભીંડાનું વાવેતર કર્યું હતું. કોઈપણ પ્રકારના પેસ્ટીસાઈડઝનો ઉપયોગ કર્યા વગર ફક્ત પ્રાકૃતિક દવાઓથી ભીંડાનું વાવેતર કર્યું ત્યારે ભીંડા કુલ 50 રૂપિયાના કિલોનો ભાવ ઉપજતો હતો. અન્ય ભીંડા બજારમાં કુલ 50 રૂપિયા મણના ભાવે વેચાઈ રહ્યાં હતાં. મારા ખેતરમાં ઉગાડવામાં આવેલ ભીંડા અઠવાડિયાં સુધી બગડતા નથી. એકવખત ચાખ્યા પછી એના મીઠા સ્વાદનું વળગણ થઈ જાય છે.

ખેતીના ખર્ચમાં ઘટાડો થયો:
ખેતીમાં રાસાયણિક ખેતી દ્વારા કુલ 60% ખર્ચ થતો હતો.હાલમાં આ ખર્ચ પ્રાકૃતિક ખેતી અપનાવતા ઘટાડો થઇને 20% જેટલો થયો છે તેમજ હવે શૂન્ય બજેટની ખેતી ખર્ચ બાજુ અમે આગળ વધી રહ્યા છીએ. વડીયા ગામના ખેડૂત સંજયભાઈ ગામીત કહે છે કે, મારા મિત્ર પ્રકાશભાઈની પ્રેરણા તેમજ માર્ગદર્શન હેઠળ 1 ગીર ગાય લાવીને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે. જેથી ખુબ જ ફાયદો થયો છે.

ખેતીમાં મંડપવાળા પરવળનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં અગાઉની તુલનાએ નિંદામણનું પ્રમાણ ખૂબ ઓછુ રહે છે. જીવામૃત બનાવીને નિયમિત ડાંગર અને અન્ય પાકમાં છંટકાવ કરૂ છું. આ ખેતીથી ખેતી ખર્ચમાં ઘટાડાની સાથે જ જમીનની ફળદ્રુપતામાં વધારો થયો છે. અળસિયાની સાથે કિટકો, મધમાખી ખેતરમાં આવતા થયા છે. આજે અમો ખોછા ખર્ચે વધારે ઉત્પાદન લઈ રહ્યાં છીએ.

આસાનીથી જીવામૃત અને જૈવિક ખાતર ઘરે તૈયાર થાય છે:
ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા લોકોની રોગપ્રતિકારક શકિતમાં વધારો થવાંની સાથે જ કલાઇમેન્ટ ચેઇન્જ તથા ગ્લોબલ વોર્મિંગની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે. હાલમાં આધુનિક યુગની ખેતીમાં ખાતર તથા પાણીનો બેફામ ઉપયોગ કરવાને લીધે જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થતો જાય છે. પેસ્ટીસાઈડઝના ઉપયોગથી કેન્સર, ડાયાબિટીસ જેવા ઘાતક રોગોનું પ્રમાણ પણ ચઢી રહ્યું છે. આવા સમયમાં શૂન્ય બજેટની પ્રાકૃતિક ખેતી કરીને શુધ્ધ તથા સ્વાસ્થ્યવર્ધક પાકનું ઉત્પાદન લઈ શકાય છે. રાસાયણિક ખાતરો તથા દવા મોંઘી તેમજ હાનિકારક છે, જ્યારે પ્રાકૃતિક ખેતીમાં વધારે ઉત્પાદન મેળવવા માટે જૈવિક ખાતરો તથા જીવામૃત્ત ઘરે બનાવવું ખુબ આસાન છે.

પર્યાવરણનું ખેતીની સાથે જતન: 
પ્રાકૃતિક ખેતી મારફતે પર્યાવરણના જતન તથા સંવર્ધનની સાથે જ શૂન્ય બજેટની ખેતીનું આકર્ષણ વધ્યું છે. મહુવા તાલુકામાં કુલ 2 કો-ઓર્ડિનેટર બનાવીને છેલ્લા એક વર્ષમાં તાલુકાના 1,000 ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે. જેનાં પૈકી લગભગ 65 ખેડૂતો આ ખેતી તરફ વળ્યા છે તથા કુલ 475 ખેડૂતોએ ખેતી કરવાની તૈયારી દર્શાવી છે. લોકો દેશી ગાય લાવીને આ ખેતી અપનાવી રહ્યા છે. જે જમીનો પહેલા એટલી મુશ્કેલ હતી કે, જેમાં હળ ચલાવતી વખતે મુશ્કેલીઓ પડતી હતી પરંતુ આ ખેતી અપનાવ્યા પછી જમીન મુલાયમ તથા ફળદ્રુપ બની છે.

ટકાઉ ખેતીનો ઉત્તમ વિકલ્પ :
ખેડૂતો આ ખેતીની શરૂઆત કરે તો પ્રયોગાત્મક રીતે થોડી જમીનમાં કરે છે. કારણ કે, જીવામૃત જાતે તૈયાર કરવાના હોય છે. આગામી સમયમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોનું એક ગૃપ બનાવીને એના ઉત્પાદનો શહેરો સુધી પહોચે તેવુ આયોજન કરવામાં આવશે. કોઇપણ ખેડૂતોને તાલીમ મેળવવી હોય તો અમે ઘર આંગણે તેમના ગામ સુધી આવીને ટ્રેનીંગ આપીએ છીએ.

રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવાના હેતુસર તથા ખેડૂતો દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા થાય એની માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે ખુબ ઓછા ખર્ચે વધારે ઉત્પાદન આપતી આ ખેત પદ્ધતિ ખેડૂતોની માટે ટકાઉ ખેતીનો ઉત્તમ વિકલ્પ બની રહેશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post