September 22, 2021

શેરડીની વૈજ્ઞાનિક ખેતી, જાણો વાવણીથી લઇ ને કાપણી સુધીની તમામ માહિતી

Share post

શેરડી એક ખાસ લાંબા સમયનો રોકડિયો પાક છે. ખેતી વિશ્વનો કે કૃષિ આધારિત ઉધોગોમાં ખાંડ ઉદ્યોગ બીજા ક્રમનો ખાસ ઉધોગ છે. સંશોધનએ સુધારેલ જાતો તેમજ આધુનિક ખેત પદ્ધતિથી આગામી સમયમાં તે 100 ટન જેટલું વધારી શકાય તેમ છે. સુધારેલ જાતો, વિવિધ ખેતી પદ્ધતિઓ , પાક સંરક્ષણ ખાતરો અને પિયર તેમજ યોગ્ય સમયે યોગ્ય ભલામણો ખેડૂતમિત્રોએ અપનાવે તો ચોકક્સ શેરડીનું ઉત્પાદન 100 ટન સુધી વધારી શકાય તેમ છે. શેરડીમાં છેલ્લા 5 થી 6 વર્ષથી રોગ-જીવાતોનો ઉપદ્રવ વધે છે. ખાસ કરીને સુકારો, રાતડો, વેધકો તેમુજ સફ્ટ ખામી તેમજ અલગ અલગ ખાતરો તેમજ ખર્ચાળ ખેતી પદ્ધતિઓથી ઉત્પાદન ખર્ચ વધારે થાય છે. તે સમયે શેરડીની સુધારેલા ખેતી પદ્ધતિઓ અપનાવી જરૂરી છે. તેથી ઉત્પાદન ખર્ચમાં કરકસર કરી તેમજ ગુણવત્તાસભર ઉત્પાદન મેળવાય છે.

આબોહવા
શેરડીનાં પાકને ભેજવાળી આબોહવા અનુકુળ આવે છે. વાવેતર સમયે 12° સે.થી ઓછું ઉષ્ણતામાન તેમજ પરિપક્વા થવા માટે સૂકી તેમજ ઠંડી આબોહવાની જરૂર પડે છે. અત્યારે હાલનાં સમયમાં વધતા-ઓછા પ્રમાણમાં બધા જ હવામાનમાં ઉગાડવામાં આવે છે.

જમીનની તૈયારી
શેરડીનાં પાકને સારા નિતારવાળી મધ્યમ કાળી તેમજ ગોરાડું જમીન બહુ જ અનુકુળ આવે છે. શેરડીનું સારું ઉત્પાદન મેળવવા જમીનમાં તળપાણીની સપાટી 1.0 મીટરથી નીચે હોવી જરૂરી છે. દક્ષિણ ગુજરાત રાજ્યની મધ્યથી ભારે કાળી જમીનમાં જ્યારે શેરડીનો પાક લેવાનો હોય તે સમયે સબ સોઈલિંગ તેમજ ટ્રેક્ટરથી અવાર નવાર ખેડ કરી સખત પડને તોડવું જરૂરી બને છે. એ પછી ઊંડી રીઝર વડે યોગ્ય રોપણી પ્રમાણેનાં અંતરની સાથે નીકો તેમજ પાળા બનાવવા. તેની સાથે જ 10 થી 15 મીટરનાં અંતરે પિયત માટે ઢાળિયા બનાવવા જોઈએ.

જાતોની પસંદગી કરવી
શેરડીની જાતોની પસંદગીમાં વધારે ઉત્પાદનની સાથે જ રોગજીવાત સામે ટકી રહેવાની શક્તિ હોવી જોઈએ. તેની સાથે જ રોપણી માટેની જાતો સુકારા તેમજ રાતડાની સાથે પ્રતિકારક તેમજ વધારે ઉત્પાદન આપતી જાતો પસંદ કરવી જોઈએ.

રોપણીનો યોગ્ય સમય
ગુજરાતમાં શેરડીની રોપણી ઓક્ટોબર મધ્યથી ફેબ્રુઆરી માસ સુધીમાં રોપણી કરવી જોઈએ.

રોપણીનું અંતર તેમજ પદ્ધતિ
શેરડીની રોપણી 60 સે.મી.નાં અંતરે કે જોડકા હારમાં 2 જોડકા વચ્ચે 120 સે.મીનુંતર રાખવું જોઈએ. સાધારણ રીતે શેરડી 90 થી 105 સે.મી.નાં અંતરે થાય છે. પણ મશીનથી થતી કાપણી માટે વધારે અંતરે (120 થી 150 સે.મી.) રોપણી કરવી જરૂરી છે. સાધારણ રીતે શેરડીને એકાંતરે ટુકડા ગોઠવીને રોપણી કરે છે. તેથી કૃષિ ખર્ચ ઘટે છે.

બિયારણનો દર
શેરડીનું વધારે ઉત્પાદન માટે પ્રતિ હેક્ટરે 35,000 3 આંખવાળા ટુકડા કે 50,000 2 આંખવાળા ટુકડાની પસંદગી 8 થી 10 મહિનાનાં રોપણી. પાકમાંથી કરે છે. આમ એક હેક્ટર વિસ્તારમાં 1,૦૦,૦૦૦ આંખ આવે તે રીતે રોપણી કરવી જરૂરી છે. શેરડીની ઘનિષ્ટ કૃષિ પદ્ધતિમાં એક આંખનાં કટકામાંથી બનાવેલ રોપાષ્ણગાયેલ એક આંખનાં કટકાનો ઉપયોગ થતો હોય બિયારણનો જથ્થો ખુબ જ ઓછો (આશરે 1 ટન) જરૂર પડે છે.

બિયારણની પસંદગી
બિયારણ માટે યુનિવર્સિટી સુગર ફેક્ટરીએ લેવામાં આવતાં બીજ પ્લેટમાંથી બીજ પસંદ કરવું. આ સિવાય બીજા પાસેથી બીજ લેવાનું થાય તો બિયારણની પસંદગી રોગ-જીવાત મુક્ત પ્લોટમાંથી કરવી. બિયારણ 8 થી 10 મહિનાનાં પાકમાંથી જ પસંદ કરવું તેમજ નીચેનો 1/3 ભાગ કાઢી નાંખવો તેમજ ઉપરનો 2/3 ભાગનાં ટુકડા પાડવા.

ખાતરનું પ્રમાણ
સેન્દ્રિય ખાતર : શેરડીનું વધારે ઉત્પાદન તેમજ ખાંડનો સારો ઉતારો મેળવવા રાસાયણિક ખાતર સાથે 25 ટન છાણિયું ખાતર આપવું કે હેક્ટર દીઠ 625 કિ.ગ્રા. દિવેલાનો ખોળ કે 12 ટન પ્રેસમડ આપવો.
જૈવિક ખાતર : શેરડીની રોપણી પછી 30 તેમજ 60 દિવસે હેક્ટર દીઠ 2 કિ.ગ્રા. એમેટોબેક્ટર આપવું. આ માટે છાણિયા ખાતરની સાથે      ભેળવીને ખાતરમાં આપવું તેથી 25 % જેટલા નાઈટ્રોજન ખાતરનો બચાવ થાય છે.

પિયત
કોઈપણ પાકને ક્યારે, કેટલું તેમજ કેવી રીતે પિયત આપવું તેનો આધાર તે વિસ્તારનું હવામાન, જમીન તેમજ પાકની જાત પર રહેલો છે. શેરડીમાં વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે જબ પાણી આપવાથી પાણીની કાર્યક્ષમતા અને પાણીની બચત કરીને શેરડીનું વધારે ઉત્પાદન મેળવાય છે.

ગુજરાત રાજ્યની કાળી જમીનમાં શેરડીનાં પાકને 14 પિયત જરૂરી બને છે. એમાં 22 થી 25 દિવસનાં ગાળે શિયાળા ઋતુમાં તેમજ 14 થી 18 દિવસનાં પ્રમાણે 15 થી 20 મીટરનાં અંતરે ઢાળિયા બનાવી નીકોનો પોણા ભાગ ભરાય એટલું પાણી આપવું જોઈએ. એકાંતરે પાળિયા પિયત પદ્ધતિથી 40 % જેટલા પિયત પાણીની બચત થાય છે. શેરડીમાં ટપક પિયત પદ્ધતિ અપનાવતા ખેડૂતોએ શેરડીનું જોડીયા હારમાં વાવેતર કરવું જોઈએ. ટપક પદ્ધતિએ ખર્ચામાં 40 %ની બચત કરાય છે, ટપક પદ્ધતિ ચલાવવાનો સમય એક દિવસનાં અંતરે 46 થી 52 મિનિટ ઓક્ટોબરથી માર્ચ માસમાં 60 થી 82 મિનિટ એપ્રિલ-જૂન માસમાં અને 34 થી 46 મિનિટ જુલાઈથી સપ્ટેમ્બર માસમાં તેમજ પ્રતિ કલાકે 4 લિટરનું ડ્રીપર ચલાવવું. ટપક પદ્ધતિએ રોપણી પછી એક માસનાં અંતરે 5 સરખા હપ્તામાંનાં ફો.પો. કિ.ગ્રા./હે. આપવું તેથી 50% ખાતર તેમજ 40% પિયતનો બચત કરાય છે.

નીંદણ નિયંત્રણ
શેરડીનાં પાકને પ્રારંભનાં 90 થી 120 દિવસ સુધી નીંદણમુક્ત રાખવો જોઈએ. હાથ નીંદણ અને આંતરખેડ કરી નીંદણમુક્ત રાખવું જોઈએ. જો મજૂરો ઉપલબ્ધ ન હોય તો નીંદણનાશક દવાઓ ઉપયોગ કરી નીંદણ નિયંત્રિત કરવું જોઈએ.

સંકલિત રોગજીવાત નિયંત્રણ
શેરડીનાં પાકમાં મોટાભાગે રોગોમાં સુકારો, રાતડો તેમજ ચાબુક આંજિયા જોવા મળે છે. અને જીવાતોમાં વેધકો, પાયરીલા, સર્દી માખી, ચીક્ટો તેમજ બીજી જીવાતો મળે છે.

શેરડીની નવી જાતોની ઝડપથી બીજવૃદ્ધિ માટે એક આંખવાળા ટુકડામાંથી તૈયાર કરવામાં આવે 30 દિવસનાં છોડને કે એક આંખવાળા ટુકડાને 10 x 50 સે.મી.નાં અંતરે કે બે આંખવાળા ટુકડાને 10 x 50 સે.મી.નાં અંતરે રોપવાથી બીજની ગુણવત્તા સારી મેળવી શકે છે. રોપણી વખતે 8 થી 10 મહિનાનું કુમળું બિયારણ મળી રહે તે મુજબ બીજ પ્લોટની વાવણી કરવી જોઈએ. શેરડીનાં તંદુરસ્ત તેમજ રોગમુકત બિયારણ માટે ટીસ્યકલ્ચર છોડની 1 X 1 મીટરનાં અંતરે રોપણી કરવી જોઈએ. પાકમાં સારો જુસ્સો મેળવવા દર 3 થી 4 વર્ષ બિયારણ બદલતા રહેવું જોઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post