September 23, 2021

પ્રમુખસ્વામીની પ્રેરણાથી વાલેરા માંથી વાલ્મિકી બનનાર સુભાષભાઈ પટેલનું થયું દુ:ખદ અવસાન

Share post

જો સાચા ગુરુનો ભેટો થઈ જાય તો જીવન એકદમ સુધરી જાય છે પરતું જો ગુરુ સાચા ન મળ્યા હોય તો તે અવળા માર્ગે પણ વાળી દે છે તથા વ્યક્તિનું જીવન બદલાઈ જાય છે. સાચા સંતના સંગને લીધે ગમે તેવો પાપી જીવ હોય તે સાચા રસ્તે વળી જાય છે. કોઈપણ ધર્મના ગુરુ હોય પરંતુ જો તેમનામાં ભક્તિ સાચી હોય તેમજ તેઓ સાચા ગુરુ હશે તો તે કોઈપણ વ્યક્તિને અવળા માર્ગ પરથી સત્યનાં માર્ગ પર જરૂર લઇ જઈ શકે છે.

આપણે જાણીએ છીએ કે, વાલેરો લુટારો કઈ રીતે વાલ્મીકી બની ગયો ? આવો જ એક પ્રસંગ આજે અમે તમને જણાવવાં માટે જઈ રહ્યા છીએ. આ પ્રસંગ સાંભળીને તમારાં રૂંવાડા ઉભા થઇ જશે. ચાલો જાણીએ આ પ્રસંગ કોનો તથા ક્યાં ગુરુ અંગેનો છે. આફ્રિકાના જંગલોમાં પ્રાણીઓનાં શિકારનો શોખ રાખનાર અને વર્ષ 1971 થી લઈને વર્ષ 1995 સુધી પોતાનું જીવન રફટફ અને ભયાનક રીતે પસાર કરનાર એક ગુજરાતીના જીવનમાં આટલું અમોલ પરિવર્તન આવશે, એવું ભાગ્યે જ વિચારી શકાય.

આ ગુજરાતી વ્યક્તિ એટલે સુભાષભાઈ પટેલ. વર્ષ 1995 માં પ્રમુખ સ્વામીની સાથે થયેલ મુલાકાતે સુભાષ પટેલનું જીવન બદલી નાખ્યું હતું. માત્ર 2 સેકન્ડની મુલાકાત સુભાષભાઈને એટલી અસર કરી ગઈ કે, તેઓએ વ્યસન, દુરાચાર, કુસંગ, મારઝૂડ બધું જ છોડી દીધું હતું. તેઓ તેમના બિઝનેસ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ સુભાષભાઈ પટેલ મૂળ ચરોતરના તેમજ ખેડૂત પુત્ર છે. શૂન્યમાંથી સર્જન કરનાર એક કિસાનપુત્રએ કેવી પ્રગતિ કરી છે.

જેની માહિતી આજે અમે તમને જણાવીશું. સુભાષભાઈ પટેલ હાલમાં આફ્રિકાના કુલ 4 દેશોમાં અબજોનો બિઝનેસ કરી રહ્યાં છે. સુભાષભાઈ પટેલ તાંઝાનિયાના સૌથી ધનાઢ્ય અને મોટીસન ગ્રુપના સ્થાપક-ડિરેક્ટર છે. મોટીસન ગ્રુપનું તાંઝાનિયામાં ઉત્પાદન ક્ષેત્રમાં વિશાળ સામ્રાજ્ય છે. સુભાષ પટેલનું ઇન્ડસ્ટ્રીઅલ એમ્પાયર આફ્રિકાના મોટાભાગના નફાકારક ક્ષેત્રમાં નોંધપાત્ર હાજરી છે. સાદુ-સરળ જીવન તેમજ લાંબુ વિચારનાર સુભાષ પટેલ પ્રસિદ્ધિથી દૂર રહે છે.

સુભાષભાઈ પટેલને દર પૂનમે પોતાના ગુરુવર્યના દર્શન કરવાનો નિયમ છે. ત્યારપછી ભલે ગુરુ વિશ્વનાં કોઈપણ ખૂણે હોય ત્યાંથી દર્શન કરવા માટે અચૂક જાય છે. તેઓ પોતાના ગુરુ પ્રમુખસ્વામી મહારાજ તેમજ હાલમાં BAPS સંસ્થાના મહંત સ્વામી મહારાજના દર્શન કરવા માટે દર પૂનમે પોતાનો કામ ધંધો છોડીને દર્શન કરવા માટે આવે છે.

સુભાષ પટેલને બિઝનેસ ચાલુ રાખવા માટે તથા કામ કરવા માટે પ્રમુખ સ્વામીએ પ્રેરણા આપી હતી. દુઃખનાં સમાચાર તો એ છે કે, આવા નિષ્ઠાવન હરિભક્તનાં અવસાનથી સમગ્ર BAPS સંસ્થામાં શોકનો માહોલ ફરી વળ્યો છે. આજરોજ એમનું અવસાન થયું હોવાંનાં સમાચાર સામે આવી રહ્યાં છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post