September 21, 2021

એન્જિનિયર અને ગ્રેજ્યુએટ થયેલા રાજકોટના આ બે ખેડૂતભાઈએ સ્ટ્રોબેરીની સફળ ખેતીમાં કરી બતાવી અનોખી કમાલ

Share post

ગુજરાતના ખેડૂતો દિવસને દિવસે પ્રગતિશીલ બની રહ્યા છે. રાજ્યમાં ખાટી મીઠી સ્ટ્રોબેરીનો સ્વાદ માણવા મળી રહ્યો છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલ ગોમટા ગામના નિવાસી પ્રગતિશીલ ખેડૂત ભાઈઓ રાજુભાઈ ધુલીયા તથા ગીરીશભાઈ ધુલીયાએ સ્ટ્રોબેરીની ખેતીનો સફળ પ્રયોગ કરી બતાવ્યો છે. કેમિકલ એન્જિનિયર ગિરિશ ધુલિયા તથા તેના ગ્રેજ્યુએટ ભાઈ રાજુ ધુલિયાએ લોકડાઉનમાં સ્ટ્રોબેરી ઉગાડવાનો વિચાર આવ્યો હતો.

ગિરિશ ધુલિયાએ જણાવતાં કહ્યું હતું કે, અમે મહાબળેશ્વર ગયા હતા ત્યારે ગાર્ડનમાં સ્ટ્રોબેરીના છોડ જોયા હતા. જેને લીધે અમને આ દ્રશ્ય જોઈને ખૂબ આનંદ થયો હતો. અમે જાણતા હતા કે, આપણા ગુજરાતના ગરમ તથા ભેજવાળા હવામાનમાં સ્ટ્રોબેરીની ખેતી કરી શકે નહીં પણ અમારે આ અશક્યને શક્ય કરવું હતું જેથી અમે પુણેની એક કન્સલ્ટન્સી ફર્મનો સંપર્ક કર્યો હતો.

તેમણે અમને પ્લાન્ટ ટિશ્યુ કલ્ચર દ્વારા સ્ટ્રોબેરી ઉગાડવાનો માર્ગ જણાવ્યો હતો. તેમના આ પ્રયોગથી જાણે રાજકોટની ભાગોળમાં એક નવું મહાબળેશ્વર હોઈ તેમ લાગી રહ્યું છે. હવે અમે પ્લાન્ટ ટિશ્યુ કલ્ચરથી સ્ટ્રોબેરીઝ ઉગાડવામાં સફળ થયા છીએ. હાલમાં અમે દરરોજ કુલ 25 કિલો સ્ટ્રોબેરી મેળવીએ છીએ તેમજ જેમ શિયાળો આવશે તેમ તેમ પાક વધારે આવશે.

ખેડૂત એન્જિનિયર અને ગ્રેજ્યુએટ છે :
અંદાજે 4 એકર જમીનમાં સ્ટ્રોબેરીનું વાવેતર કરનાર ખેડૂત રાજુભાઈ ધુલીયા તથા ગીરીશભાઈ ધુલીયાએ આ સ્ટ્રોબેરી અંગે જણાવ્યું હતું કે, પુણેથી કુલ 1 લાખ પ્લાન્ટની ખરીદી કરી હતી. જેના દ્વારા સ્ટ્રોબેરીની ખેતીનો અફલાતૂન પ્રયોગ સફળતા પૂર્વક કરીને અન્ય ખેડૂતોની માટે પ્રેરણારૂપ દાખલો બેસાડ્યો છે. આ પ્લાન્ટ ટિશ્યુ કલ્ચર મેથડ મુજબ ખેતરમાં પ્લાસ્ટિક શીટ પાથરીને તેમાં કાંણા પાડીને એની અંદરથી આ છોડને જમીનમાં રોપી દીધા. આ પ્લાસ્ટિક શીટથી જમીનનો ભેજ હવામાં ઉડતા અટકે છે. જેને લીધે પ્લાન્ટનો વિકાસ થાય છે.

બે પ્રકારની સ્ટ્રોબેરી સ્વીટ સેન્સેશન તથા વિન્ટર ડોનમાં ફળ આવવા લાગ્યા :
15 ઓક્ટોબરથી સ્ટ્રોબેરીનું પ્લાન્ટેશનની શરુઆત કરી હતી. કુલ 1 લાખ છોડને અમે સતત 2 મહિના સુધી ખાતર, પાણી તથા દવા આપીને માવજત કરતાં હતાં. ત્યારપછી સ્ટ્રોબેરીનો પાક આવવાની શરુઆત કરી હતી. તેઓએ કુલ 4 પ્રકારની સ્ટ્રોબેરીનું વાવેતર કર્યું છે. વિન્ટર સ્ટાર્ટ, વિન્ટર ડોન, સ્વીટ સેન્સેશન તેમજ ઇલિઓટનું વાવેતર કર્યું છે. હાલમાં 2 પ્રકારની સ્ટ્રોબેરી સ્વીટ સેન્સેશન તથા વિન્ટર ડોનમાં ફળ આવવા લાગ્યા છે. અમને આશા રહેલી છે કે, 15 માર્ચ સુધી આ રીતે પાક આવતો જ રહેશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post