September 26, 2021

વડોદરાના આ પટેલ ખેડૂતભાઈનાં અથાગ પરિશ્રમને કારણે વિરાન જમીન 2000 લીમડાના વૃક્ષોથી ખીલી ઊઠી

Share post

મોદી સરકારના 3 નવાં કૃષિ કાયદાની વિરુદ્ધ દેશના ખેડૂતોનું દિલ્હી બોર્ડર પર આંદોલન ચાલી રહ્યું છે. છેલ્લા અનેક દિવસથી ચાલી રહેલ આંદોલનની વચ્ચે 20 થી પણ વધારે ખેડૂતોના મોત થઈ ચુક્યા છે. દેશના ખેડૂતો હંમેશા કઈક નવું કરી બતાવવાની ઇચ્છા ધરાવતાં હોય છે. અનેક ખેડૂતો ખેતીમાં કઈક નવું કરી બતાવીને પોતાની અનોખી સિદ્ધિ હાંસલ કરે છે.

ગુજરાતનાં ખેડૂતો પણ હંમેશા કઈક નવું કરી બતાવતા હોય છે. આવી જ એક જાણકારી સામે આવી રહી છે. ઈમારતી લાકડા માટે નીલગિરિની ખેતી કરવામાં આવતી હોય છે પરંતુ વડોદરા જિલ્લાના એક ખેડૂતે પ્રયોગરૂપે લીમડાના વૃક્ષોનો ઉછેર કર્યો છે. શિનોર તાલુકાના મોટા ફોફળિયા ગામના ખેડૂત ભૂપેન્દ્ર પટેલે મલાબાર લીમડાના કુલ 2,000 વૃક્ષનો ઉછેર કર્યો છે. જેને હાલમાં અઢી વર્ષ થઈ ગયાં છે. પાંચ વર્ષે પુખ્ત થયા પછી આ વૃક્ષો ઈમારતી લાકડું ખરીદતા વેપારીઓને વેચીને સારું એવું વળતર મળશે એવી ભૂપેન્દ્રભાઈને આશા રહેલી છે.

ખાસ કાળજી અથવા તો  મોંઘી દવાઓની જરૂર નથી:
ગુજરાત માટે આ પ્રકારનું વૃક્ષ નવું છે. આણંદમાં કેટલાક ખેડૂતોએ તેની ખેતીની શરૂઆત કરી છે. રાજ્યનાં વન વિભાગ દ્વારા રાહત દરે તેના રોપા પૂરા પાડવામાં આવી રહ્યાં છે. ખાસ કાળજી અથવા તો મોંઘી દવાઓની જરૂર પડતી નથી. આની સાથે જ મહિને ફક્ત એક-બે વાર પાણી આપવું પડે છે. કડવા લીમડાના આ વનમાં એક લટાર આહલાદક અનુભૂતિ આપે છે. 5 વર્ષે પુખ્ત થયા પછી આ વૃક્ષો ઈમારતી લાકડું ખરીદતા વેપારીઓને વેચીને સારું વળતર મળશે. ગુજરાત માટે આ તદ્દન નવાં પ્રકારનું વૃક્ષ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post