September 23, 2021

આલીશાન બંગલામાં રહેવાને બદલે આ પ્રખ્યાત કવિએ છાણ અને માટી જેવી કુદરતી વસ્તુમાંથી બનાવ્યું પોતાનું ઘર -જુઓ વિડીયો   

Share post

સોશિયલ મીડિયા પર કેટલીક જાણકારીઓ સામે આવી રહી છે. ખુબ પ્રખ્યાત કવિ કુમાર વિશ્વાસ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતાં હોય છે. તેઓ બધાં સામાજિક મુદ્દાઓ પર બોલીને પોતાનો વિચાર રજૂ કરવા માટે ખુબ પ્રખ્યાત બન્યાં છે. ખાસ કરીને ઈન્સ્ટાગ્રામ પર તેઓ પોતાના કાર્યક્રમના ફોટા તથા વીડિયો શેર કરતા રહેતાં હોય છે. આની સાથે જ ઘર પરિવારના ફોટા પણ શેર કરતા રહેતાં હોય છે.

કુમાર વિશ્વાસે પોતાના ટ્વીટર હેન્ડલ પર પોતાના નવા ઘરનો એક વીડિયો શેર કર્યો છે. પ્રકૃતિની ગોદમાં બનાવવામાં આવેલ આ મકાનનો વીડિયો તેમણે શેર કર્યો છે, તેના બેકગ્રાઉન્ડમાં એક ગઝલ વાગી રહી છે કે, જેમાં પક્ષીઓ ઉડતા જોવા મળે છે તેમજ આકાશ દેખાઈ રહ્યું છે. કુમાર વિશ્વાસે આ વીડિયોની સાથે લખ્યું છે કે, દરરોજ સવારમાં ઉઠવું જાગવું નથી. જો સાચી રીતે જાગી જઈએ તો ઊંઘતા પણ સ્થિપ્રજ્ઞ રહેશો.

સૂરજ આ જ તો શીખવાડે છે. તમામ લોકોની આત્મા-મન તથા મસ્તિષ્કના ઉર્ધ્વમુખી જાગરણની આકાંક્ષા સાથે ખુબ પ્રેમભર્યું પ્રણામ. વિશ્વાસ કુમારના આ વીડિયોને લઈ તેમના ફેન્સ તેમને પ્રશ્ન પૂછવા લાગ્યા હતા. પંકજ મિશ્રા નામના યુઝર્સે પૂછ્યું હતું કે, ભાઈ તમે કહી શકશો કે તેની દિવાલો કંઈ વસ્તુમાંથી બનાવવામાં આવી છે. શું આ ગ્રીન રૂફ છે. આ પ્રશ્નનાં ઉત્તરમાં કુમાર વિશ્વાસે પોતાના મકાનની ખાસિયત તથા તેને બનાવવાનું કારણ પણ જણાવ્યું હતું.

તેમણે લખ્યું હતું કે, આ વૈદિક પ્લાસ્ટર કહેવામાં આવે છે. તેમાં સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. પીળી માટી, બાલુ, ગોબર, અનુપયુક્ત દલહનોનો ભૂકો, ચૂનો તથા લસલસતા પેડોંને એકત્ર કરીને બનાવવામાં આવે છે. સંપૂર્ણ રીતે એન્ટી બેક્ટેરીયલ અને તાપમાન નિયંત્રક હોય છે. એમણે પૂર્વજોની વાસ્તુકળાને પુનર્જિવીત કરી છે.

તેના પર યુઝરે ફરીથી પ્રશ્ન પૂછ્યો હતો કે, શું કોઈ એવી કંપની છે કે, જે આવી રીતના મકાન બનાવવામાં મદદ કરી શકે ? આ પ્રશ્નનાં ઉત્તરમાં કુમારે લખ્યું કે, પ્રિયવર એવી કોઈ કંપની નથી પણ સત્સંગનું પરિણામ છે. ઘણા સમય પહેલા ભારતીય વાસ્તુકળા પર આધારિત ઈ.બી.હોવેલનું એક પુસ્તક વાંચ્યું હતું. એમથી જાણવાં મળ્યું હતું આ દેશી કૌશલ. ત્યારથી જ મન હતું કે, સાધારણ રીતે મિસ્ત્રીને સમજાવીને બનાવડાવીશ. કલ્પનાશીલતા તેમજ ધૈર્ય રાખશો તો સરળતાપૂર્વક કરી લેશો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post