September 23, 2021

રૂપની માયાજાળમાં ફસાવી ખેડૂતને વાડીમાં બોલવી માર્યો ઢોર માર અને ખંખેર્યા લાખો રૂપિયા

Share post

હાલમાં ગુજરાતમાં આવેલ રાજકોટ શહેરમાંથી એક સમાચાર સામે આવી રહ્યાં છે.  ગોંડલમાં આવેલ સેમડા ગામના વતની 55 વર્ષીય મગનભાઈ ધનાભાઈ રાંક નામના ખેડૂત રાજકોટના કોઠારીયા રોડ પર નરશીભાઈ રામાણીનું ખેતર હતું તેમજ ત્યાં જ રહેતા સેમડા ગામના વતની 40 વર્ષીય રણજીત ચના ગુજરાતી તથા તેમની 32 વર્ષીય પત્ની મીરાએ કુલ 2 સાગરીત નજીકની વાડીમાં વાવેતર કરતાં હસમુખ અને પાંચીયાવદર ગામના રણજીત ઉર્ફે રાણો ભીખુભાઈ ચાવડાની સાથે મળીને વાડીએ રૂમમાં પુરી, હનીટ્રેપમાં ફસાવી, બેરહેમીથી માર મારીને કુલ 10 લાખ રૂપીયા પડાવવાનો પ્રયત્ન કર્યાની ઘટના બનાવ આજીડેમ પોલીસમથકમાં નોંધવામાં આવી છે.

પોલીસે દંપતી મીરા તથા રણજીતની ધરપકડ કરી અન્ય કુલ 2 લોકોને સકંજામાં લેવા માટેની તપાસ હાથ ધરી છે. મળેલ જાણકારી પ્રમાણે મગનભાઈ વતન સેમડામાં રહીને ખેતી કરે છે. તેમના કુલ 2 દીકરા રાજકોટ રહે છે અને બાંધકામનો વ્યવસાય કરે છે. મગનભાઈને ભેંસની ખરીદી કરવાંની હોવાથી ગામના રાજુ ભરવાડ નામના ઈસમને વાત કરી હતી. રાજુએ પોતાની પાસે તો નથી પણ રાજકોટ કોઠારીયા રોડ પર રહેતો સેમડા ગામનો રણજીત ઢોરની લે-વેચ કરે છે એવું કહીને રણજીતનો નંબર આપ્યા હતા.

મગનભાઈએ રણજીતને કોલ કરતા તેણે પોતાની પાસે 3 સારી ભેંસ છે આવીને જોઈ જાવ કહ્યું હતું. કુલ 10 દિવસ અગાઉ બંનેની વચ્ચે વાતચીત થઈ હતી. ત્યારપછી રણજીતની પત્નીએ કોલ કર્યો હતો કે, ભેંસ જોવા માટે ક્યારે આવો છો ? મગનભાઈએ સમય મળશે એટલે આવશે એમ જણાવ્યું હતું. ત્યારબાદ રણજીતની પત્ની મીરા મગનભાઈને કોલ કરતી હતી અને બંને વચ્ચે વાતો થતી હતી. આ દરમિયાન મહિલાએ મગનભાઈની આર્થિક સ્થિતિ જાણી લીધી હતી.

કુલ 2 દિવસ અગાઉ મીરાએ મગનભાઈને કોલ કર્યો હતો કે, વાડીએ આવો. જેથી મગનભાઈ બાઈક લઈ ગામડેથી નીકળ્યા હતા. બંને ક્યારેય મળ્યા ન હોવાથી કોઠારીયા આવીને મગનભાઈએ ફરી મીરાને કોલ કર્યો હતો. જેથી એક મહિલા આવી તેમજ પોતે જ મીરા હોવાનું જણાવીને મગનભાઈને પાસેમાં વાડીએ એક મકાનમાં લઈ ગઈ ત્યાં જ ત્રિપુટી ધસી આવી હતી.

મગનભાઈને દોરડેથી બાંધીને બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો. શા માટે માર મારો છો ? એવું પુછતાં તને બળાત્કારના કેસમાં ફીટ કરી દેવો છે કહીને મગનભાઈને નગ્ન કરીને એ અવસ્થાનું મોબાઈલમાં શુટીંગ પણ કરી લીધું હતું. જો છુટવું હોય તો કુલ 10 લાખ રૂપિયા આપવાં પડશે કહીં માર માર્યો હતો. જેથી ફફડી ગયેલ મગનભાઈએ એ સમયે હા પાડી અને પુત્ર સાથે પણ વાત કરાવી હતી. ફરિયાદને આધારે પી.આઈ.વી.જે. ચાવડા, ASI જાવેદભાઈ રીઝવી અને સ્ટાફે હનીટ્રેપનો કારસો કરનાર દંપતીની ધરપકડ કરીને અન્ય કુલ 2 લોકોની તપાસ તથા સ્ટેમ્પ પેપર કબજે લેવા બંનેના રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post