September 23, 2021

ગુજરાતમાં પહેલીવાર રાજકોટના આ ખેડૂત ભાઈએ શરુ કરી સૂર્યમુખીની ખેતી, આવકમાં એટલો વધારો થયો કે…

Share post

ખેતીને લગતી કેટલીક જાણકારીઓ સામે આવતી રહેતી હોય છે. હાલમાં એક આવી જ એક જાણકારી સામે આવી રહી છે. ગુજરાતમાં આવેલ સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતો હવે પ્રગતિશીલ બની રહ્યા છે. આની સાથે જ ખેતીમાં વિવિધતા લાવીને પોતાની આવકમાં કેવી રીતે વધારો કરવો એની માટે સતત પ્રયત્ન કરતા રહેતાં હય છે. ખેડૂતો ખેતી કરવાની પદ્ધતિમાં પણ ફેરફાર કરી રહ્યાં છે.

રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકામાં આવેલ જસાપર ગામના ખેડૂત દંપતીએ સૂરજમુખીની ખેતી કરીને પોતાની આવકમાં વધારો કર્યો છે.  રાજકોટ જિલ્લાના જામકંડોરણાના જસાપર ગામથી જામનગર જવાના મુખ્ય રોડ પરથી પસાર થઇએ એટલે રોડની બાજુમાં આવેલ એક ખેતર તરત જ નજરે ચડે અને એવું લાગે છે કે, કોઈ કુદરતી સૌંદર્ય એવા ફરવાના સ્થળ પર આવી ગયા હતાં પણ આ તો અહીંના એક ખેડૂત દંપતીએ સૂરજમુખીની ખેતી કરી છે.

ખેતરમાં પીળા રંગના લહેરાય રહેલ સૂરજમુખીના ફૂલને જોઈ મન મોહી જાય છે. જામકંડોરણા તાલુકાના જસાપર ગામના ખેડૂત દંપતી પરસોતમભાઇ નાથાભાઈ દોંગા તથા તેમના પત્ની શારદાબેન ગત વર્ષ સુધી પરંપરાગત રીતે ખેતી કરીને સીમિત આવક મેળવતા હતા. કંઈક નવું કરી ખેતીમાંથી જ પોતાની આવકમાં વધારો કરવા માટે તેઓએ ખેતીમાં જ નવીન પ્રયોગ કરવા માટે તથા કંઈક અલગ ખેતી કરવા માટે વિચાર્યું અને આ ચોમાસામાં જ તેઓને પોતાના વિચારને અમલમાં મુક્યો હતો.

પોતાના ખેતરમાં પરંપરાગત રીતે વાવેતર ન કરતાં સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વખત સૂરજમુખીનું વાવતેર કરીને સુરસજમુખીની ખેતી શરૂ કરી હતી. ચોમાસાંના વરસાદ પછી પરસોતમભાઇ તેમજ તેમના પત્ની શરદાબેને પોતાના ખેતરમાં સૂરજમુખીનું વાવેતર કર્યું હતું.  હાલમાં તેઓને ખુબ જ સારો સૂરજમુખીનો પાક મળી રહ્યો છે. સૂરજમુખીના પાકનું વાવેતર કરી તેઓને ખુબજ રાહત થઇ છે.

કારણ કે, આ પાકનું એક વખત વાવેતર થઇ ગયા બાદ, ખેડૂતે ખુબ કાળજી રાખવાની રહેતી નથી તેમજ પિયતમાં પણ એ જ પરિસ્થિતિ છે. પિયતમાં પણ ખુબ કાળજી રાખવી પડતી નથી. જયારે સૂરજમુખીની ખેતીમાં વરસાદની સીઝનમાં એકવાર સુરજ મુખીના પાકનું વાવેતર થઇ ગયા બાદ ખેડૂતને દવા, ખાતર વગેરેની માવજતમાંથી મુક્તિ મળે છે.

કારણ કે, આ પાકને બીજી કોઈ દવા અથવા તો ખાતરની જરૂર રહેતી નથી. પિયત પણ અનુકૂળતા પ્રમાણે કરવાનું હોય ખેડૂતને વધારાની મહેનતમાંથી રાહત મળે છે. જયારે પાક તૈયાર થઇ જાય ત્યારે સૂરજ મુખીના બી કાઢવા પણ ખુબ સરળ છે. જે સૂરજમુખીના ફૂલને સુકવીને એક કોથળામાં ભરી ધોકાથી ફટકારવામાં આવે એટલે ફૂલમાંથી બી તરત જ અલગ પડી જાય છે. જે ખુબ સહેલી પ્રક્રિયા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post