September 22, 2021

સૌરાષ્ટ્ર સહીત ગુજરાતના આ વિસ્તારોમાં પડ્યો કમૌસમી વરસાદ, ખેડૂતોની ચિંતામાં થયો વધારો…

Share post

છેલ્લા કેટલાય સમયથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. હવામાન વિભાગે પણ આગાહી કરી હતી કે, આવનારા દિવસોમાં વરસાદ આવશે, અને હાલ પણ શિયાળા વચ્ચે ફરી એકવાર ગુજરાતમાં ચોમાસું બેઠું હોય તેવું લાગી રહ્યું છે. અંબાલાલ પટેલે પણ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદ થઇ શકે છે અને હાલ એ સમાચાર સાચા ઠર્યા છે. અને સૌરાષ્ટ્ર સહીત સુરત શહેરમાં પણ મેઘમહેર જોવા મળી હતી…

સૌરાષ્ટ્રમાં આજના દિવસે સવારના સમયે તડકો અને વાદળછાયું ભેગું ભેગું વાતાવરણ દેખાયું હતું. પણ બપોર પછી વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. અને અચાનક વાતાવરણમાં પલટો આવતા કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર ખાંભા પંથકમાં વરસાદ પડતા રસ્તાઓ અને ખેતરો ભીંજાયા હતા. અને સાથે-સાથે ગારીયાધાર, તળાજા અને મહુવા જીલ્લામાં પણ વરસાદી છાંટા પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. સાથે-સાથે સુરત શહેરમાં પણ વરસાદનો માહોલ છવાયો હતો. હાલ શિયાળુ પાક જીરૂ, ચણા અને ઘઉંને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. જ્યારે કપાસના પાકને પણ નુકસાન પહોંચે તેવી શક્યતા છે. આ વર્ષે ખેડૂતોને ઘણું નુકશાન થયું છે, અને શિયાળો આવતા ખેડૂતોને હતું કે હવેનો પાક સારો આવશે પણ શિયાળા વચ્ચે મેઘ વર્ષ થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો…
ખાંભાના ડેડાણ, ખડાધાર, બોરાળા, ચક્રવા સહિતના ઘણા ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. વરસાદથી પશુઓનો ખુલ્લામાં પડેલો ચોમાસુ ઘાસચારો પણ પલળવાની ભીતિ છે. ખાંભામાં પણ વરસાદી છાંટાનો અનુભવ થયો હતો. સૌરાષ્ટ્રમાં પણ આજે ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે અને બફારાનું પ્રમાણ જોવા મળતા લોકો પણ અકળાયા છે. એટલે કે આવનારા સમયમાં સૌરાષ્ટ્રમાં વરસાદ આવવાની સંભવના પણ છે.

સુરત, રાજકોટ અને અમરેલીમાં પણ વાદળછાયું વાતાવરણ…
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ વાતાવરણમાં પલ્ટો આવશે અને વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જેના પગલે ભાવનગર શહેર અને આસપાસના પંથકમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો અને આકાશમાં વાદળોથી ઘેરાયું છે. ભાવનગર શહેરના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ગારીયાધાર, તળાજા અને મહુવાના વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર છાંટા વરસ્યા હતા. રાજકોટ, જામનગર, અમરેલી, દ્વારકામાં પણ આજે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post