September 22, 2021

ઠંડી વચ્ચે ગુજરાતના મોટાભાગના શહેરો અને ગામમાં પડ્યો કમોસમી વરસાદ, જાણો તમારે ત્યાં કેટલો વરસ્યો વરસાદ…

Share post

હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મોડી રાત્રે તથા વહેલી સવારમાં રાજ્યમાં આવેલ અમદાવાદ શહેરના વેજલપુર, થલતેજ. એસ.જી. હાઇવે, સીટીએમ, જમાલપુર, કાંકરિયા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જયારે બીજી તરફ રાજ્યના જૂનાગઢ, ભાવનગર, સુરત, વડોદરા જેવા વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો.

જૂનાગઢમાં આવેલ નાઘેર પંથકમાં સવારથી હવામાનમાં પલટો આવતાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું તેમજ બપોર પછી આકાશમાં કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો થતાં કારતક માસમાં અષાઢી માહોલ જોવા મળ્યો હતો. અચાનક જ બપોરે 3 વાગ્યાની આજુબાજુ વરસાદ વરસતા સમગ્ર શહેર પાણીમય બની ગયા હતાં તેમજ લોકો છત્રી સાથે જોવા મળ્યા હતા.

મધ્ય ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ :
વડોદરા શહેરમાં પણ મોડી સાંજે છાંટા પડ્યાં હતાં. વરસાદી માહોલ છવાઈ જતા હવામાનમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદને કારણે બજાર વહેલા બંધ થઈ ગયા હતા. આની સાથે જ બીજી બાજુ ભરૂચ જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાતા ખેડૂતો ચિંતામાં મૂકાઈ ગયા છે. ખેતરોમાં ઊભા પાકને નુકસાન થાય તેવી શક્યતાને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો :
ખાંભામાં આવેલ ડેડાણ, ખડાધાર, બોરાળા, ચક્રવા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે. વરસાદને કારણે પશુઓનો ખુલ્લામાં પડેલ ચોમાસુ ઘાસચારો પણ પલળવાની ભીતિ રહેલી છે. ખાંભા શહેરમાં પણ વરસાદી છાંટા પડ્યા હતા. સૌરાષ્ટ્રમાં આજે ઠંડીનું પ્રમાણમાં ઘટાડો થતાં બફારાનું પ્રમાણ જોવા મળતા લોકો પણ અકળાઈ ગયા છે.

ઊનામાં પોણા 2 ઇંચ વરસાદ :
રવી પાકને નુકસાન જવાની શક્યતા રહેલી છે. આની સિવાય તાલુકાનાં ગ્રામ્ય વિસ્તાર દેલવાડા, સનખડા, સામતેર, ખત્રીવાડા, કણકબરડા, મોઠા, ગીરગઢડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસતા જીરુ, ચણા, ડુંગળી, ઘઉં, આંબા, કપાસ, બાજરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે.

એક બાજુ કોરોના મહામારીમાં પ્રજા હાલાકી ભોગવવી રહી છે અને ખેડૂતોનું આક્રમક રીતે આંદોલન ચાલી રહ્યું છે ત્યારે બીજી બાજુ કમોસમી વરસાદને કરેણ ખેડૂતોને પડ્યા પાર પાટુ માર્યું હોવાનો તાલ જોવા મળી રહ્યો છે. સમગ્ર શહેરમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. ઊના શહેરમાં માત્ર 2 કલાકમાં 1 જેટલો વરસાદ વરસતા શહેરનાં માર્ગો પર પાણી ફરી વળ્યાં હતા.

સુરતના અનેક વિસ્તારમાં વરસ્યો વરસાદ :
સુરત શહેરમાં બુધવારે મોડી રાત્રે તેમજ ગુરુવારે સાંજે વિવિધ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતાં. ગુરૂવારે સાંજે 6 વાગ્યા બાદ શહેરના કેટલાંક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતાં. જેમાં અડાજણ, વેસુ, સિટી લાઈટ, કેનાલ રોડ, વરાછા, ઉધના તેમજ પાંડેસરા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જેને લીધે અમુક જગ્યાઓ પર માર્ગ ચિકણો થઈ ગયો હતો તેમજ ઓફિસ તથા કામ ધંધેથી ઘરે જતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post